RGI રિપોર્ટ:2020માં ભારતમાં કુલ 82 લાખ મોત, કોરોનાથી 1.48 લાખ

નવી દિલ્હી22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતમાં વર્ષ 2020માં 81.2 લાખ લોકોએ જીવ ગુમાવ્યા હતા, આ મૃત્યુઆંક 2019ની તુલનામાં 6.2 ટકા વધુ નોંધાયો હતો. રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયા (RGI) મુજબ 2019માં 76.4 લોકોનાં કોરોનાના કારણે મોત થયા હતા. 2020માં જ્યારે દેશમાં કોવિડ-19નો પહેલો કેસ નોંધાયો હતો તે વર્ષમાં 1.48 લાખ લોકોનાં મોત સંક્રમણના કારણે થયા હતા. 2021માં કોરોનાના કારણે મોતની સંખ્યા વધીને 3.32 લાખ થઈ ગઈ હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના મંગળવારના આંકડાઓ મુજબ, દેશમાં 2020થી અત્યાર સુધીમાં કુલ 5,23,889 લોકોનાં મોત કોવિડ-19ના કારણે થયા છે. દેશમાં કુલ નોંધાયેલાં મોતની સંખ્યાની વાત કરીએ તો 2019માં તે 76.4 લાખ હતી જે 2020માં 81.2 લાખ હતી, જે 6.2 ટકા વધુ હતી. આ માહિતી RGIના 2020ના રિપોર્ટ ‘વાઇટલ સ્ટેટસ્ટિક્સ ઓફ ઈન્ડિયા બેઝ્ડ ઓન સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ’માં સામે આવી છે.

2019થી 2020ના સમયગાળામાં મોતના આંકડામાં ઉછાળો મહારાષ્ટ્ર, બિહાર, ગુજરાત, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, આસામ અને હરિયાણામાં સૌથી વધારે નોંધાયો હતો. અધિકારીઓનું કહેવું છે કે આ રાજ્યોમાં મૃત્યુઆંકનું પ્રમાણ વધુ હોવાનું કારણ કોવિડ-19 હતું.

દેશમાં જન્મના નોંધાયેલા આંકડાઓ મુજબ, 2019માં 2.48 કરોડ જન્મની નોંધણી થઈ હતી જે 2.4 ટકા ઘટીને 2020માં 2.42 ટકા રહી હતી. બિહાર, હરિયાણા, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, સિક્કિમ, આંદામાન અને નિકોબાર, જમ્મુ-કાશ્મીર અને લદાખ સિવાય તમામ રાજ્યોમાં જન્મદરમાં ઘટાડો નોંધાયો હતો. ગુજરાતમાં પણ જન્મદરમાં મોટો ઘટાડો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...