• Gujarati News
  • National
  • A Total Of 4 Gates Weighing 3 Thousand Kg; 35 People From Rajasthan Worked Hard For 18 Hours A Day To Prepare

કાશી વિશ્વનાથના દરવાજા પણ કિલ્લા જેવડા:ત્રણ ટનના ચાર પ્રવેશદ્વાર આકર્ષણ જમાવે છે, જાલોરના 35 કારીગરે 18-18 કલાક કામ કરીને અઢી મહિનામાં તૈયાર કર્યા

એક મહિનો પહેલા

કાશી વિશ્વનાથ કોરિડોરની ચર્ચા અત્યારે સમગ્ર દેશમાં થઈ રહી છે. આમાં સાગના લાકડાંથી બનેલા હજારો કિલોનાં દ્વાર લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈચ્છે છે કે કાશી વિશ્વનાથનો કોરિડોર પણ ભવ્ય હોય અને એના માટે રાજા-રજવાડાની ધરતી એવી રાજસ્થાનથી કારીગરોને આ કાર્ય માટે બોલાવાયા છે. આને બનાવવા માટે જાલોરના 35 કારીગરે અઢી મહિના સુધી 18-18 કલાક સુધી કામ કર્યું છે. આની કોતરણી જોઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કારીગરોની ખૂબ પ્રશંસા કરી હતી.

કાશી વિશ્વનાથ કોરિડોરમાં 6 દરવાજા લગાવ્યા છે. આ દ્વાર બનાવવાની જવાબદારી અમદાવાદની PCP કંપનીને સોંપવામાં આવી હતી. તેમણે આનું કામ જાલોરના કાલુરામ સુથારને સોંપ્યું હતું. તેણે પોતાની ટીમ સાથે મળીને આ દરવાજા તૈયાર કર્યા છે. એવામાં અહીં 4 દરવાજા કોરિડોરમાં અંદર જવા અથવા બહાર નીકળવા માટેના માર્ગ પર છે. રસપ્રદ વાત તો એ છે કે આની લંબાઈ અને પહોળાઈ પણ એક જેવી છે.

કાશી વિશ્વનાથ કોરિડોરમાં પ્રવેશ કરવા અને બહાર જવા માટે 4 દરવાજા છે. ચારેય દરવાજાનું વજન 3-3 ટન છે.
કાશી વિશ્વનાથ કોરિડોરમાં પ્રવેશ કરવા અને બહાર જવા માટે 4 દરવાજા છે. ચારેય દરવાજાનું વજન 3-3 ટન છે.
મુખ્ય દ્વારની એક બાજુ 8 ફૂટ પહોળી છે. આ સમગ્ર દ્વારમાં 108 ફૂલ બનાવાયાં છે. ચારેય દ્વાર એક જેવાં અને સરખા વજનનાં છે.
મુખ્ય દ્વારની એક બાજુ 8 ફૂટ પહોળી છે. આ સમગ્ર દ્વારમાં 108 ફૂલ બનાવાયાં છે. ચારેય દ્વાર એક જેવાં અને સરખા વજનનાં છે.
મંદિર પરિસરમાં આવા 2 દરવાજા લગાવાયા છે. આ અંદર બનેલા મંદિરમાં લગાવાયા છે, જેમનું વજન 2 ક્વિન્ટલ છે, જેના પર સિંહનું ચિત્ર દોરાયું છે.
મંદિર પરિસરમાં આવા 2 દરવાજા લગાવાયા છે. આ અંદર બનેલા મંદિરમાં લગાવાયા છે, જેમનું વજન 2 ક્વિન્ટલ છે, જેના પર સિંહનું ચિત્ર દોરાયું છે.

1300 કિમી દૂર જતાં એને ચાર દિવસ લાગ્યા
કાલુરામ સુથારે જણાવ્યું હતું કે દરવાજા તૈયાર કરવાનું સમગ્ર કામ રામસીન ગામમાં થયું હતું. આ 6 દરવાજા બનાવવાનું કામ લગભગ 80 દિવસમાં પૂર્ણ થયું હતું. એમાં 4 મુખ્ય દરવાજા છે. આ બંને દરવાજાનું વજન લગભગ 3-3 ટન છે, જેના બાકીના 2 દરવાજા પરિસરમાં લગાવવામાં આવ્યા છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે દરવાજા તૈયાર કરવામાં સાગનાં લાકડાંનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેને ખાસ સુમેરપુરથી મગાવવામાં આવ્યાં છે. આની કોતરણી અને બનાવટ થયા બાદ તમામ દરવાજા ટ્રક દ્વારા જાલોરથી વારાણસી લઈ જવામાં આવ્યા હતા, જેની લગભગ 1300 કિમીની સફર ચાર દિવસમાં પૂરી થઈ હતી.

કાલુરામ (સફેદ શર્ટમાં) જણાવે છે કે 8 ડિસેમ્બર સુધી અમારા કારીગરોએ આ દરવાજા તૈયાર કરી મંદિરને આપ્યા છે.
કાલુરામ (સફેદ શર્ટમાં) જણાવે છે કે 8 ડિસેમ્બર સુધી અમારા કારીગરોએ આ દરવાજા તૈયાર કરી મંદિરને આપ્યા છે.

આ રીતે દરવાજા બનાવ્યા: 23 ફૂટ ઊંચાઈ અને 16 ફૂટ પહોળાઈ
કાલુરામે કહ્યું હતું કે 8 ડિસેમ્બર સુધી અમારા કારીગરોએ આ દરવાજા તૈયાર કરીને મંદિર પ્રશાસનને સોંપી દીધા હતા, જેનો મુખ્ય દરવાજો 23 ફૂટ ઊંચો અને 16 ફૂટ પહોળો છે. મુખ્ય દરવાજાની એક બાજુ 8 ફૂટ પહોળી છે. સમગ્ર દરવાજામાં 108 ચૌપદ અથવા ફૂલ બનાવવામાં આવ્યાં છે. દરેક ફૂલ સાથે પિત્તળના બાઉલ જોડાયેલો છે. એના મુખ્ય દરવાજામાં નાનો દરવાજો પણ બનાવવામાં આવ્યો છે, જેની ઉંચાઈ 6.5 ફૂટ છે.

આ દરવાજા બનાવવા માટે સાગનાં લાકડાં અને પિત્તળનો ઉપયોગ કરાયો છે. આ લાકડાંને રાજસ્થાનના સુમેરપુરથી મગાવાયાં હતાં.
આ દરવાજા બનાવવા માટે સાગનાં લાકડાં અને પિત્તળનો ઉપયોગ કરાયો છે. આ લાકડાંને રાજસ્થાનના સુમેરપુરથી મગાવાયાં હતાં.

કંપનીએ કહ્યું હતું- કિલ્લા જેવા દરવાજા જોઈએ
કાલુરામે કહ્યું હતું કે "અમદાવાદ સ્થિત કંપનીએ અમને કહ્યું હતું કે જૂના સમયમાં જે રીતે કિલ્લાઓના દરવાજા હતા તેવા જ દરવાજા હોવા જોઈએ. કંપનીની આ માગને ધ્યાનમાં રાખીને અમે આને સાગનાં લાકડાં અને પિત્તળનાં ફૂલોનો ઉપયોગ કરીને તૈયાર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...