• Gujarati News
  • National
  • A Total Of 150 Crore Doses Have Been Given In The Country So Far, PM Modi Said 90% Of Adults Have Taken Both Doses.

સુપર ફાસ્ટ વેક્સિનેશન:દેશમાં અત્યારસુધી કુલ 150 કરોડ ડોઝ અપાયા, PM મોદીએ કહ્યું- પુખ્તવયના 90% લોકોએ બંને ડોઝ લઈ લીધા છે

19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • ગત વર્ષે સરકારે ડિસેમ્બર સુધીમાં 216 કરોડ વેક્સિનના ડોઝ આપવાનું લક્ષ્ય રાખ્યું હતું

અત્યારે કોરોનાની ત્રીજી વેવ વચ્ચે સારા સમાચાર સામે આવ્યા છે. જાન્યુઆરી 2022માં ભારત દેશે કોરોના વેક્સિનેશનનો વધુ એક મોટો પડાવ પાર કર્યો છે. તમને જણાવી દઈએ કે શુક્રવાર સુધીમાં, દેશમાં વેક્સિનના 150 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. તેવામાં કો-વિન ડેશબોર્ડ અનુસાર, આજે બપોરે 2.20 વાગ્યા સુધી દેશમાં 1,50,17,23,911 ડોઝ આપવામાં આવ્યા હતા. જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આને ઐતિહાસિક સિદ્ધિ તરીકે જણાવી છે.

PM મોદીએ કહ્યું- 90% પુખ્તવયના લોકોએ બંને ડોઝ લીધા છે
PM મોદીએ કહ્યું કે દેશની 90% પુખ્તવયના લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે અને 3 જાન્યુઆરીથી 15થી 17 વર્ષના લગભગ 1.68 કરોડ બાળકોને એક ડોઝ આપવામાં આવ્યો છે. આ સિદ્ધિ સમગ્ર દેશની છે, દરેક રાજ્ય સરકારની છે.

PM મોદીએ દેશના વૈજ્ઞાનિકો, વેક્સિન ઉત્પાદકો અને આરોગ્ય મંત્રાલયનો પણ આભાર માન્યો છે. તેમણે કહ્યું કે આ બધાના સંયુક્ત પ્રયાસોનું પરિણામ છે કે અમે શૂન્યમાંથી આ શિખર પર પહોંચ્યા છીએ.

3 જાન્યુઆરીથી 15થી 17 વર્ષના લગભગ 1.68 કરોડ બાળકોને એક ડોઝ આપવામાં આવ્યો છે
3 જાન્યુઆરીથી 15થી 17 વર્ષના લગભગ 1.68 કરોડ બાળકોને એક ડોઝ આપવામાં આવ્યો છે

અત્યાર સુધી વેક્સિનેશનની ગતિ કેવી રહી છે?

  • ગયા વર્ષે 16 જાન્યુઆરીથી દેશમાં વેક્સિનેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે ઓગસ્ટમાં, સરકારે ડિસેમ્બર સુધીમાં 216 કરોડ વેક્સિનના ડોઝ આપવાનું લક્ષ્ય રાખ્યું હતું. દેશમાં નિર્ધારિત લક્ષ્યાંક સામે અત્યારસુધીમાં માત્ર 150 કરોડ ડોઝ જ લાગુ કરવામાં આવ્યા છે.
  • પ્રારંભિક 20 કરોડ ડોઝ 131 દિવસમાં આપવામાં આવ્યા હતા.
  • આગામી 20 કરોડ ડોઝ 52 દિવસમાં આપવામાં આવ્યા હતા.
  • ત્યારપછી, 40 થી 60 કરોડ ડોઝ આપવામાં માત્ર 39 દિવસનો સમય લાગ્યો છે.

વેક્સિનેશન ઝુંબેશને વધુ તીવ્ર બનાવતા 60 કરોડથી 80 કરોડ ડોઝ સુધી પહોંચવામાં માત્ર 24 દિવસ લાગ્યા હતા. ત્યારપછી 80 કરોડથી 100 કરોડ ડોઝ સુધી પહોંચવામાં 31 દિવસ લાગ્યા છે. હવે વેક્સિનના 100થી 150 કરોડ ડોઝ આપવામાં 78 દિવસનો સમય જ લાગ્યો છે.

આમ જોવા જઈએ તો હવે વેક્સિનેશનની ગતિ ધીમી પડી ગઈ છે. જો આ જ દરે વેક્સિનેશન ચાલુ રહેશે, તો દેશમાં બાકીના 66 કરોડ વેક્સિનના ડોઝ માટે લગભગ 102થી વધુ દિવસ લાગશે, એટલે કે 19 એપ્રિલ 2022ની આસપાસ આપણે આ આંકડો પાર કરી શકીશું.

10 જાન્યુઆરીથી વૃદ્ધોને પ્રિકોશન ડોઝ મળશે
દેશમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે 10 જાન્યુઆરીથી 60 વર્ષથી વધુ ઉંમરના બીમાર વૃદ્ધો, હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સ માટે વેક્સિનનો ત્રીજો ડોઝ આપવાનું શરૂ કરવામાં આવશે. આ પ્રિકોશન ડોઝ ફક્ત 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે જ લાગુ કરવો જોઈએ જેઓ કોમોર્બિડિટીઝ (એક કરતાં વધુ રોગ) થી પિડાતા હોય.

સરકારે 22 રોગોની યાદી બહાર પાડી છે જે કોમોર્બિડિટીમાં આવે છે. તેવામાં હવે આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ લોકોને કોમોર્બિડિટીઝ સાથે સાવચેતીનો ડોઝ લેવા માટે ડૉક્ટર પાસેથી કોઈ પ્રમાણપત્ર રજૂ કરવાની/ઉત્પાદિત કરવાની જરૂર રહેશે નહીં. જોકે, આવા લોકોને સાવચેતીના ડોઝ લેતા પહેલા ડૉક્ટરની સલાહ લેવા માટે કહેવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...