તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • A To Z About The Dragon's Desire To Control World Politics From Its Lab, The Biological Weapon By Which China Is Ready To Fight World War III

કોરોના ત્રીજા વિશ્વયુદ્ધનું જૈવિક હથિયાર:વિશ્વની રાજનીતિને પોતાની લેબથી કંટ્રોલ કરવાની ડ્રેગનની ઈચ્છા, ચીન જેના દ્વારા ત્રીજું વિશ્વ યુદ્ધ લડવા તૈયાર છે તે જૈવિક હથિયાર વિશે A to Z

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રિપોર્ટમાં તે વાત પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે જ્યારે પણ વાયરસની તપાસ માટેની વાત આવતી ત્યારે ચીન પીછેહટ કરતું હતું. - Divya Bhaskar
રિપોર્ટમાં તે વાત પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે જ્યારે પણ વાયરસની તપાસ માટેની વાત આવતી ત્યારે ચીન પીછેહટ કરતું હતું.
  • જૈવિક અને રાસાયણિક હથિયારોનો ઉપયોગ પહેલાં પણ યુદ્ધમાં થતો હતો
  • રજૂ થયેલા દસ્તાવેજમાં દાવો કે ચીનની લેબમાં હજુ કેટલાંક વાયરસ તૈયાર થાય છે

વિશ્વમાં કોરોના ચીને જ ફેલાવ્યો છે તે વાતનો ભલે તેઓ સ્વીકાર કરવા તૈયાર ન હોય, પરંતુ એક હકિકત છે કે જ્યારે આખી દુનિયા કોરોના સામે લડવા મજબૂર બન્યું છે ત્યારે ચીન આ મહામારીમાંથી મુક્ત થઈ ગયું હોય તે રીતે વર્તે છે. ત્યારે દરેક લોકોને એક જ સવાલ ઉદ્ભવે કે જે ચીનમાં કોરોના વાયરસ પેદા થયો તે દેશ તેની અસરમાંથી આટલો સુરક્ષિત કઈ રીતે રહ્યો? કોરોનાની મહામારી શરૂ થઈ ત્યારબાદથી ચીનમાં માત્ર 6થી 8 મહિનામાં જ જનજીવન સામાન્ય કઈ રીતે બની ગયું? જ્યારે કે ભારત સહિત દુનિયાના અનેક દેશો 2 વર્ષથી આ બીમારી સામે જંગે ચડ્યા છે.

કોરોનાની મહામારી ચીનથી જ ફેલાઈ છે તે વાતનો તેઓ ભલે સ્વીકાર ન કરે, પરંતુ હવે એક નવો રિપોર્ટ સામે આવ્યો છે જેમાં કોરોના વાયરસ ડ્રેગને જ ફેલાવ્યો છે તેવા ખુલાસાઓ થયા છે. જેને પગલે ચીનના ઈરાદાઓ પર વધુ શંકા થઈ રહી છે.

જૈવિક હથિયારોથી ત્રીજું વિશ્વયુદ્ધ લડવાની તૈયારી
કોરોનાના સંકટ સામે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે એક રિપોર્ટ સામે આવ્યો છે, જે 2015ના ઘટનાક્રમ સાથે જોડાયેલો છે. આ સમયગાળા દરમિયાન દુનિયાના દેશો વાયરસના ઘાતક પ્રભાવથી અજાણ હતા. પરંતુ ચીન તે સમયે કોરોના વાયરસને હથિયાર તરીકે ઉપયોગ કરવા અંગે તપાસ કરી રહ્યું હતું. એટલું જ નહીં આશંકા છે કે ચીની સૈન્ય વૈજ્ઞાનિકો ત્રીજું વિશ્વ યુદ્ધ જૈવિક હથિયારથી લડાશે તેવી ભવિષ્ણવાણી પણ કરતા હતા. બ્રિટનની વેબસાઈટ ધ ડેઈલી મેઈલના અહેવાલ મુજબ ચીનના આર્મી વૈજ્ઞાનિકો અને સ્વાસ્થ્ય અધિકારીઓની વુહાન ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી લેબમાં ગેઈન ઓફ ફંકશન નામનું એક સંશોધન હાથ ધર્યું હતું. જેમાં થર્ડ વર્લ્ડ વોર જીતવા માટે બાયોલોજિકલ અને જૈવિક શસ્ત્રો મહત્વપૂર્ણ બની રહેશે તે અંગે ચર્ચા કરાઈ હતી. એટલું જ નહીં જૈવિક શસ્ત્રો વડે વિશ્વના દેશોની સ્વાસ્થ્ય વ્યવસ્થા પર કેવી રીતે અસર કરી શકા તેની રૂપરેખા પણ ઘડવામાં આવી હતી.

અમેરિકા-ઓસ્ટ્રેલિયાના મીડિયામાં અનેક ઘટસ્ફોટ
અમેરિકા વિદેશ વિભાગને મળી આવેલા ગુપ્ત દસ્તાવેજના અહેવાલથી મીડિયા રિપોર્ટમાં આ દાવાઓ કરાયા છે. ઓસ્ટ્રેલિયા અખબાર 'ધ વીકેન્ડ ઓસ્ટ્રેલિયન'એ પણ પોતાના અહેવાલમાં આ ઘટસ્ફોટ કર્યો છે. અહેવાલમાં ચીનના એક રિસર્ચ પેપરનો આધાર આપવામાં આવ્યો છે. એમાં કહેવામાં આવ્યું છે કે ચીન 6 વર્ષ અગાઉથી જ સાર્સ વાયરસની મદદથી જૈવિક હથિયાર તૈયાર કરવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, ચીનના વૈજ્ઞાનિકો અને હેલ્થ ઓફિસર્સ વર્ષ 2015માં જ કોરોનાને લગતા અલગ-અલગ સ્ટ્રેન પર ચર્ચા કરી રહ્યા હતા. એ સમયે ચીનના વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે ત્રીજા વિશ્વયુદ્ધમાં તેણે જૈવિક હથિયારની માફક ઉપયોગ કરવામાં આવશે. આ અંગે ચર્ચા પણ થઈ હતી કે એમાં ફેરફાર કરીને મહામારી તરીકે કેવી રીતે બદલી શકાય છે.

ચામાચીડિયાથી ન ફેલાય શકે આ વાયરસ
રિપોર્ટમાં તે વાત પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે જ્યારે પણ વાયરસની તપાસ માટેની વાત આવતી ત્યારે ચીન પીછેહટ કરતું હતું. ઓસ્ટ્રેલિયાના સાઈબર સિક્યોરિટી એક્સપર્ટ રોબર્ટ પોટરે કહ્યું કે કોરોના વાયરસ કોઈ ચામાચીડિયાના માર્કટમાંથી નથી ફેલાયો. આ વાર્તા સદંતર એક જૂઠાણું જ છે. ચીનના શોધપત્રના અભ્યાસ બાદ તેઓએ કહ્યું કે આ રિસર્ચ પેપર 100 ટકા સાચા છે.

જૈવિક હથિયાર શું છે?
બાયો વેપનની હોડ પરેશાન કરનારી વાત નથી, દુનિયામાં પહેલાં પણ રાસાયણિક અને જૈવિક હથિયારોનો ઉપયોગ યુદ્ધ દરમિયાન થયો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ જૈવિક હથિયાર એવા સુક્ષ્મજીવી જેવા વાયરસ, બેકટેરિયા, ફુગ અને અન્ય હાનિકારક તત્વ છે જેને પેદા કરવામાં આવે છે અને જાણીજોઈને તેને ફેલાવવામાં આવે છે. જૈવિક હથિયાર ઘણાં જ ઓછા સમયમાં વધુને વધુ લોકોના જીવ લેવામાં સક્ષમ હોય છે. જૈવિક હથિયારોથી કોઈ ખાસ ટાર્ગેટ કે મોટી સંખ્યામાં જનસમુદાયને નિશાન બનાવી શકાય છે.

જૈવિક હથિયારો બનાવવાનની દુનિયામાં લાગી છે હોડ
જૈવિક હથિયારોને વ્યાપક વિનાશના હથિયારો ગણાવામાં આવે છે. દુનિયામાં પોતાની ધાક જમાવવા વિશ્વના અનેક દેશો જૈવિક હથિયારો બનાવવાનું કામ કરી રહી છે. તો કેટલાંક આતંકી સંગઠનો પણ આ હથિયાર મેળવવાના પ્રયાસો કરી રહ્યું છે. હાલ વિશ્વમાં બાયોટેરેરિસ્ટ એટેકનો ખતરો વધી ગયો છે, તે ખતરાને જોતા એનપીટીની જેમ જ જૈવ હથિયારોના વિકાસ, ઉત્પાદન અને ભંડારણ પર રોક લગાવવા માટે બાયોલોજિકલ એન્ડ ટોક્સિન વેપન્સ કન્વેશન (BWC)નું 26 માર્ચ, 1975નાં રોજ મળી હતી. જોકે બાયો વેપનના વિકાસ અંગે થયેલી સંધિને ઈમાનદારીથી પાલન કરાવવા જેવી કોઈ જ વ્યવસ્થા નથી કરવામાં આવી, જેને પગલે બાયો વેપન પર સંશોધન અને કે તેને બનાવવા માટે કોઈ જ પ્રકારની રોક નથી.

ઈસા પૂર્વેથી થઈ રહ્યો છે બાયો વેપનનો ઉપયોગ
જૈવિક હથિયારોનો ઉપયોગ પ્રાચીન કાળથી કરવામાં આવી રહ્યો છે. ફારસી, યુનાન અને રોમન સાહિત્યમાં તે વાતનો ઉલ્લેખ છે કે મરેલા જાનવરોને પીવાના પાણીના કુંવામાં નાખી દેવામાં આવતા હતા. જેને પગલે તે પાણી સંક્રમિત થઈ જતું અને તે પીવાવાળા લોકો મોતને ભેટતા હતા. 190 ઈસા પૂર્વે યુરીમેડાનની જંગમાં રાજા હન્નીબાલે પોતાના દુશ્મનના જહાજો પર ઝેરીલા સાપ ફેંકીને યુદ્ધમાં જીત મેળવી હતી. તો 14મી સદીમાં કાફા શહેર પર કબજો મેળવવા માટે સૈનિકોએ પ્લેગથી સંક્રમિત લોકોના મૃતદેહ શહેરમાં ફેક્યા હતા કે જેથી ત્યાં ફ્લેગ ફેલાય જાય. આવી હરકતો અંગ્રેજોએ પણ એક વખત યુદ્ધ દરમિયાન કરી હતી.

હાલ વિશ્વના અનેક દેશો બાયો વેપનની હોડમાં સામેલ છે અને ત્રીજું વિશ્વયુદ્ધ આ વેપનથી જ થશે તેવું મનાય છે (સિમ્બોલિક ઈમેજ)
હાલ વિશ્વના અનેક દેશો બાયો વેપનની હોડમાં સામેલ છે અને ત્રીજું વિશ્વયુદ્ધ આ વેપનથી જ થશે તેવું મનાય છે (સિમ્બોલિક ઈમેજ)

પહેલાં વિશ્વયુદ્ધમાં પણ બાયો વેપનનો ઉપયોગ
1900ના દશકામાં બાયો વેપન ઘણાં જ ઘાતક બની ગયા હતા. માનવામાં આવે છે પહેલાં વિશ્વયુદ્ધમાં જર્મનીએ જૈવિક હથિયાર તરીકે એન્થ્રેક્સ, ગ્લેન્ડર્ઝ બેકટેરિયા, કોલેરા અને ઘઉંમાં થતી એક ફુગનું નિર્માણ કર્યું હતું. જર્મની પર તેવો પણ આરોપ હતો કે તેઓએ રશિયાના સેન્ટ પિટ્સબર્ગમાં પ્લેગ ફેલાવ્યો હતો.

બાયો વેપનથી મુક્ત થવા 1925માં 108 દેશોએ જિનીવા પ્રોટોકલ પર સાઈન કરી હતી. આ સંધિ પછી પણ જાપાને બીજા વિશ્વ યુદ્ધમાં કેદીઓ પર એક સીક્રેટ બાયો વેપનનું ટેસ્ટિંગ કર્યું હતું. તો 1942માં અમેરિકાએ વોર રીસર્ચ સર્વિસનું નિર્માણ કર્યું જે બાદ અમેરિકા સતત બાયો વેપનનું ટેસ્ટિંગ કરતું રહ્યું છે. એવો આરોપ છે કે બ્રિટને વર્ષ 1957માં બાયો વેપનનો ઉપયોગ કર્યો હતો. તો ચીને અમેરિકા પર આરોપ લગાવ્યો હતો કે તેઓએ 1961માં હોંગકોંગમાં કોલેરાની મહામારી ફેલાવી હતી.

આ યુદ્ધમાં પણ જૈવિક હથિયારોનો થયો હતો ઉપયોગ

  • 1939માં જાપાનના ટાયકોયડ વાયરસ રશિયાના પાણીની પાઈપલાઈનમાં મેળવવામાં આવ્યા.
  • 1980ના દશકામાં ઈરાકે ઈરાન સામે રાસાયણિક હથિયારોનો ઉપયોગ કર્યો હતો.
  • 188માં કુર્દો વિરુદ્ધ મસ્ટર્ડ ગેસ અને વર્વ એજન્ટનો ઉપયોગ કરાયો હતો.
  • 1995માં ટોક્યો મેટ્રોમાં સરીન ગેસના હુમલાથી 12 લોકોના મોત થયા હતા.
  • 2013માં ઘૌતુમાં એક કેમિકલ હુમલાથી 1000 લોકોના મોત નિપજ્યા હતા.
  • 2014થી 2017 વચ્ચે સીરિયામાં જૈવિક અને રાસાયણિક હથિયારોનો જોરદાર ઉપયોગ થયો, જેમાં સેંકડો લોકોના મોત થયા છે.

કોરોના વાયરસ જૈવિક હથિયારોનો નવો યુગ
કોરોનાનો જન્મ વુહાન લેબથી થયો છે. ચીનની આ લેબ સૌથી સલામત અને સુરક્ષિત માનવામાં આવે છે. અમેરિકાએ રિસર્ચ પેપર દ્વારા દાવો કર્યો છે કે વુહાનની લેબમાં ચામાચીડિયાઓને થતી બીમારી પર અભ્યાસ કરી રહેલા વૈજ્ઞાનિકો. ચાઈનીઝ આર્મીના અધિકારી સાથે પ્રાણીઓમાં થતા વાયરસની તપાસ કરવાના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં હતા. બ્રિટનના ધ મેઈલે દસ્તાવેજોના આધારે જણાવ્યું છે કે ચીને બીમારીઓ ફેલાવવામાં સંકળાયેલા બાયોલોજીના ડાર્ક મેટરની તપાસ કરવા અને નવા વાયરસ શોધવા માટે 9 વર્ષ અગાઉ એક યોજના તૈયાર કરી હતી. ચીનના એક વૈજ્ઞાનિકે જાન્યુઆરી 2020માં કોરોના વાયરસનો સૌપ્રથમ જિનેટિક સિકવન્સ રજૂ કર્યો હતો.

ચીની વૈજ્ઞાનિકો સાર્સ કોરોના વાયરસની ચર્ચા જેનેટિક હથિયારના નવા યુગ તરીકે કરી છે, કોવિડ તેનું એક ઉદાહરણ જ છે. PLAના દસ્તાવેજમાં તે વાતની ચર્ચા છે કે આ જૈવિકલ હુમલાથી દુશ્મનના સ્વાસ્થ્ય વ્યવસ્થાને ધ્વસ્ત કરી શકાય છે. PLAના આ દસ્તાવેજનો અમેરિકા વાયુસેનાના કર્નલ માઈકલ જેના અભ્યાસનો પણ ઉલ્લેખ જેઓએ ભવિષ્યવાણી કરી છે કે જો ત્રીજું વિશ્વ યુદ્ધ થશે તો તે જૈવિક હથિયારોથી લડવામાં આવશે.

ચીન જૈવિક અને રસાયણ હથિયારોને આગામી યુદ્ધના વેપન માને છે અને આ નીતિ પર જ તેઓ પ્રાણીઓને થતા વાયરસ શોધવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો
ચીન જૈવિક અને રસાયણ હથિયારોને આગામી યુદ્ધના વેપન માને છે અને આ નીતિ પર જ તેઓ પ્રાણીઓને થતા વાયરસ શોધવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો

ચીનની લેબમાં બની રહ્યાં છે વધુ વાયરસ
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીનની વુહાન લેબથી જ સૌથી પહેલા કોરોના વાયરસ બહાર આવ્યો હતો. આ સાથે જ ચિંતા પણ વ્યક્ત કરાઈ છે કે ચીન પોતાની પ્ર્યોગશાળામાં હજુ કેટલાંક વાયરસ તૈયાર કરી રહ્યા છે, જે ઘણાં જ ખતરનાક છે અને કોરોના વાયરસથી અનેક ગણા ઝડપથી ફેલાવવામાં સક્ષમ છે. આ ઉપરાંત ચીનના આ નવા વાયરસ કોરોનાની તુલનાએ અનેક ગણા જીવલેણ પણ છે.

કેમિકલ હથિયારોના એક્સપર્ટ હમીસ ધ બ્રેટન ગોર્ડને આ ડોક્યુમેન્ટસમાં થયેલા ખુલાસાઓ પર કહ્યું કે ચીન તે દરેક પ્રયાસ કરી રહ્યું છે જેનાથી દુનિયાની રાજનીતિને પોતાની લેબોરેટરીથી કંટ્રોલ કરી શકે.

ચીનના વુહાનની લેબ કે જ્યાં જીવલેણ કોરોના વાયરસ ઉદ્ભવ્યો છે
ચીનના વુહાનની લેબ કે જ્યાં જીવલેણ કોરોના વાયરસ ઉદ્ભવ્યો છે
અન્ય સમાચારો પણ છે...