• Gujarati News
  • Business
  • A Tie up With A Well known Business Family In Gujarat Gave The First Invitation To The Tribals For A Meal

શ્રીનાથજીમાં મુકેશ અંબાણીના પુત્ર અનંતની સગાઈ થઈ:ગુજરાતના જાણીતા બિઝનેસ ફેમિલી સાથે જોડાયા સંબંધ, આદિવાસીઓને ભોજન માટે પહેલું આમંત્રણ આપ્યું

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંતની સગાઈ એન્કોર હેલ્થકેરના CEO વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા સાથે થઈ છે. રાજસ્થાનના શ્રીનાથજી ખાતે બંનેના પરિવારજનો અને નજીકના સંબંધીઓની હાજરીમાં સગાઈની વિધિ કરવામાં આવી હતી.

અંબાણી પરિવારે તેમની પુત્રી ઈશા અંબાણીનાં સંતાનની ખુશીમાં શ્રીનાથજી મંદિરમાં વિશેષ પૂજા-પાઠ અને નગર મિજબાનીનું પણ આયોજન કર્યું છે. મુકેશ અંબાણી નાના બન્યાની ખુશીમાં નાથદ્વારા શહેરના દરેક ઘરે મીઠાઈનાં પેકેટ વહેંચશે.

મુકેશ અંબાણીના પુત્ર અનંત અને તેની મંગેતર રાધિકાનો આ ફોટો રિલાયન્સ ગ્રુપે જાહેર કર્યો છે.
મુકેશ અંબાણીના પુત્ર અનંત અને તેની મંગેતર રાધિકાનો આ ફોટો રિલાયન્સ ગ્રુપે જાહેર કર્યો છે.

આદિવાસીઓને પહેલું આમંત્રણ આપ્યું
પરિવાર તરફથી સ્થાનિક આદિવાસી પરિવારોને ભોજન માટેનું પ્રથમ આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. શ્રીનાથજી મંદિર પુષ્ટિ માર્ગનું મુખ્ય સ્થાન છે અને અંબાણી પરિવારને આ મંદિરમાં ખૂબ જ શ્રદ્ધા છે. જ્યારે અહીં અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે આદિવાસીઓને પ્રથમ અધિકાર છે. આ સમગ્ર કાર્યક્રમને પાલના મનોરથ અને ચંવરી મનોરથ કહેવામાં આવે છે. પાલના મનોરથ સંતાન પ્રાપ્તિની ખુશીમાં કરવામાં આવે છે, જ્યારે ચંવરી મનોરથ શુભ કાર્યક્રમોના પ્રસંગે કરવામાં આવે છે.

અંબાણી પરિવારને શ્રીનાથજીમાં ઊંડી શ્રદ્ધા છે. કોઈપણ કાર્યની શરૂઆતમાં અથવા પૂર્ણ થવા પર પરિવાર ચોક્કસપણે અહીં આવે છે.
અંબાણી પરિવારને શ્રીનાથજીમાં ઊંડી શ્રદ્ધા છે. કોઈપણ કાર્યની શરૂઆતમાં અથવા પૂર્ણ થવા પર પરિવાર ચોક્કસપણે અહીં આવે છે.

જાણો કોણ છે રાધિક મર્ચન્ટ
મુકેશ અંબાણીના પુત્ર અનંતની ફિયાન્સી રાધિકા મર્ચન્ટ વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની દીકરી છે. દેશના ટોચના ઉદ્યોગપતિમાં વિરેનની ગણના થાય છે, તેઓ એનકોર હેલ્થકેરના CEO છે. રાધિકાએ તેનું સ્કૂલિંગ મુંબઈમાં કર્યું છે. ત્યાર બાદ તે અભ્યાસ માટે ન્યૂયોર્ક ગઈ હતી. ત્યાં તેણે પોલિટિક્સ અને ઇકોનોમિક્સનો અભ્યાસ કર્યો હતો. ગ્રેજ્યુએશન પછી 2017માં તેણે ઈસપ્રાવા ટીમના એક એક્ઝિક્યુટિવ તરીકે જોડાઈ હતી. તેને રીડિંગ, ટ્રેકિંગ અને સ્વિમિંગ ગમે છે. રાધિકા દેખાવમાં ખૂબ જ સુંદર છે. રાધિકા અને અનંત બાળપણથી એકબીજાને ઓળખે છે. રાધિકા અને અનંતનો એકસાથે ફોટો 2018માં વાઇરલ થયો હતો. ફોટોમાં બંને મેચિંગ ગ્રીન આઉટફિટ્સમાં જોવા મળ્યાં હતાં.

રાધિકા અને અનંત બાળપણથી એકબીજાને ઓળખે છે.
રાધિકા અને અનંત બાળપણથી એકબીજાને ઓળખે છે.

રાધિકા ક્લાસિકલ ડાન્સર પણ છે
રાધિકા એક ટ્રેન્ડ ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સર છે. જૂન 2022માં અંબાણી પરિવારે તેમની ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ માટે આરંગેત્રમ સમારોહનું આયોજન કર્યું હતું. બોલિવૂડના ફેમસ સ્ટાર્સ ત્યાં પહોંચ્યા હતા. સમારંભમાં રાધિકા ક્લાસિકલ ડાન્સ કરતી હોવાના કેટલાક વીડિયો સામે આવ્યા હતા.

સગાઈ થવાની ખુશીમાં મંદિરમાં ચંવારી મનોરથ આયોજિત કરવામાં આવે છે, જેમાં શ્રીનાથજીને વરરાજાની જેમ શણગારવામાં આવે છે.
સગાઈ થવાની ખુશીમાં મંદિરમાં ચંવારી મનોરથ આયોજિત કરવામાં આવે છે, જેમાં શ્રીનાથજીને વરરાજાની જેમ શણગારવામાં આવે છે.

પરિમલ નથવાણીએ પણ શુભેચ્છા પાઠવી

શ્રીનાથજી બ્રજથી 1672માં આવ્યા હતા
શ્રીનાથજીનું મંદિર રાજસમંદ જિલ્લાના ઉદયપુરથી લગભગ 50 કિમી દૂર છે. શ્રીનાથજી વૈષ્ણવ સંપ્રદાયના પ્રમુખ દેવ છે. રાજસ્થાન અને ગુજરાતના લોકો શ્રીનાથજી મંદિરમાં સૌથી વધુ આસ્થા ધરાવે છે. શ્રીનાથજી મંદિર વલ્લભ સંપ્રદાયનું મુખ્ય સ્થાન છે. દેશની અનેક હસ્તીઓ અને ઉદ્યોગપતિઓ શ્રીનાથજીનાં દર્શન કરવા આવતા હોય છે. અંબાણી પરિવાર અનેક પ્રસંગોએ નાથદ્વારાની મુલાકાત લઈ ચૂક્યો છે.

અંબાણી પરિવાર શ્રીનાથજીનો ભક્ત છે. તેઓ દરેક ખુશીના પ્રસંગે શ્રીનાથજી પાસે જાય છે.
અંબાણી પરિવાર શ્રીનાથજીનો ભક્ત છે. તેઓ દરેક ખુશીના પ્રસંગે શ્રીનાથજી પાસે જાય છે.

19 નવેમ્બરે નાના બન્યા હતા મુકેશ અંબાણી
મુકેશ અંબાણીની પુત્રી ઈશાએ 19 નવેમ્બરે અમેરિકાના લોસ એન્જલસમાં જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. આના એક મહિના પછી શનિવારે મુંબઈ પરત ફરી હતી. આ ખુશીમાં પરિવાર આજે શ્રીનાથજીના આશીર્વાદ લેવા પહોંચ્યો છે. વિશેષ અનુષ્ઠાન માટે છેલ્લા 2 દિવસથી મંદિરને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવી રહ્યું હતું

સપ્ટેમ્બરમાં પણ મુકેશ અંબાણી દર્શન માટે ગયા હતા

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ મંદિરની પરંપરા મુજબ દર્શન કર્યા બાદ શ્રીનાથજી મંદિરના તિલકાયતના પુત્ર વિશાલ બાવાએ તેમનું સ્વાગત કર્યું હતું.
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ મંદિરની પરંપરા મુજબ દર્શન કર્યા બાદ શ્રીનાથજી મંદિરના તિલકાયતના પુત્ર વિશાલ બાવાએ તેમનું સ્વાગત કર્યું હતું.
મુકેશ અંબાણી લગભગ ચાર મહિના પહેલાં તેમની ભાવિ પુત્રવધૂ રાધિકા સાથે ગયા હતા.
મુકેશ અંબાણી લગભગ ચાર મહિના પહેલાં તેમની ભાવિ પુત્રવધૂ રાધિકા સાથે ગયા હતા.