તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • A Team That Went To Jadavpur To Investigate Post election Violence Was Attacked By People, 40 Houses Were Found Deserted Here

NHRCની ટીમનો બંગાળ પ્રવાસ:ચૂંટણી પછી થયેલી હિંસાની તપાસ કરવા જાધવપુર ગયેલી ટીમ પર લોકોએ હુમલો કર્યો, અહીં 40 જેટલાં ઘર ઉજ્જડ

જાધવપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આતિફ રશીદે કેટલીક વીડિયો પોસ્ટ કરી છે. જેમાં જોવા મળે છે કે ગુસ્સામાં કેટલાંક લોકોએ ટીમની ઘેરબંધી કરી છે. - Divya Bhaskar
આતિફ રશીદે કેટલીક વીડિયો પોસ્ટ કરી છે. જેમાં જોવા મળે છે કે ગુસ્સામાં કેટલાંક લોકોએ ટીમની ઘેરબંધી કરી છે.

પશ્ચિમ બંગાળના જાધવપુરમાં મંગળવારે ચૂંટણી પછી હિંસાના મામલાની તપાસ કરવા પહોંચેલા રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC)ની ટીમ પર હુમલો થયો છે. તપાસ ટીમના સભ્ય આતિફ રશીદે જણાવ્યું કે તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે અહીં 40થી વધુ ઘરોને નુકસાન થયું છે. આ દરમિયાન અમારા પર ગુંડાઓએ હુમલો કરી દીધો.

આતિફ રશીદે આ ઘટના અંગે સોશિયલ મીડિયા પર જાણકારી આપી. તેઓએ એક વીડિયો પોસ્ટ કરી છે. જેમાં કેટલાંક લોકો રશીદ તરફ ગુસ્સામાં આગળ વધતા જોવા મળે છે. CISFના જવાન તેઓને રોકી રહ્યાં છે. કેટલાંક વધુ લોકોએ આ અંગેના વીડિયો શેર કર્યા છે.

એક વીડિયોમાં રશીદ જણાવે છે કે અમે અહીં કોર્ટના આદેશ પર તપાસ માટે આવ્યા છીએ. અહીં 40થી વધુ ઘરોને નષ્ટ થઈ ગયા છે. કેટલાંક ગુંડાઓએ અમારા પર હુમલો કર્યો. પોલીસ પર પણ હુમલો કર્યો. જેમાં ભગાડવાના પ્રયાસ કર્યા. અમારી આવી સ્થિતિ છે, તો સામાન્ય લોકોનું શું થશે. અમે લોકલ પોલીસને અમે આવીશું તેવી જાણકારી આપી હતી, પરંતુ પોલીસ ન આવી. આ ઘણી જ અફસોસજનક વાત છે.

તપાસ ટીમના સભ્ય આતિફ રશીદ જણાવે છે કે આ વિસ્તારમાં 40 ઘરમાં તોડફોડ જોવા મળી, હવે આ મકાનોમાં કોઈ નથી રહેતું.
તપાસ ટીમના સભ્ય આતિફ રશીદ જણાવે છે કે આ વિસ્તારમાં 40 ઘરમાં તોડફોડ જોવા મળી, હવે આ મકાનોમાં કોઈ નથી રહેતું.

આતિફ રશીદે પોસ્ટ કર્યો વીડિયો
બીજા વીડિયોમાં રશીદ લોકોથી ઘેરાયેલો છે. તે ભીડને સમજાવી રહ્યો છે કે તમે લોકો ખોટું કરી રહ્યાં છો. રશીદે લખ્યું કે આ વીડિયોને જુઓ કઈ રીતે વેસ્ટ બંગાળના જાધવપુરમાં અસામાજીક તત્વો CISFના જવાનો સાથે પણ મારામારી કરી રહ્યાં છે. મારા સુધી પહોંચ્વા માટે CISFના જવાનોની હાજરીમાં તેમની હિંમત છે તો સામાન્ય લોકો જેમનો વાંક માત્ર એટલો જ હતો કે તેઓએ પોતાની મરજીથી વોટિંગ કર્યું તો તેમની સ્થિતિ શું થઈ હશે.

આ પહેલાં રવિવારે NHRC ટીમના સભ્યોએ પશ્ચિમ બંગાળમાં હિંસાના શિકાર લોકોને મળવા કે પોતાની ફરિયાદ મેઈલ કે ફોનની મદદથી મોકલવાનું કહ્યું હતું.

સાંસદે લખ્યું- લૉ એન્ડ ઓર્ડર સંપૂર્ણ રીતે ખતમ
આ વચ્ચે રાજ્યસભાના સાંસદ સ્વપન દાસગુપ્તાએ NHRCના સભ્ય રાજીવ જૈનને એક પત્ર લખ્યો છે. જેમાં તેઓએ લખ્યું કે હું તમારા ધ્યાનમાં લાવવા માગુ છું કે લૉ એન્ડ ઓર્ડ સંપૂર્ણરીતે ખતમ થઈ ગયું છે. તારકેશ્વરના લોકોને કારણ વગર માત્ર તેમની રાજકીય પસંદ માટે ચૂંટણી પછી સતત જુલ્મનો શિકાર બનવું પડે છે.