તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • A Suspicious Vehicle Containing Gelatin Was Found In Mukesh Ambani's House; Police Launched An Investigation.

મુકેશ અંબાણીને મળી ધમકી:અંબાણીના ઘરની બહાર શંકાસ્પદ કારમાં વિસ્ફોટક સાથે એક પત્ર પણ મળ્યો, જેમાં લખ્યું હતું, 'મુકેશભાઈ અને નીતાભાભી, આ તો બસ ટ્રેલર હતું; પરિવારને ઉડાવાની વ્યવસ્થા થઈ ગઈ છે’

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
અંબાણી આવાસની બહાર સુરક્ષામાં વધારો કરી દેવાયો છે.

એન્ટિલિયાની બહાર ગુરુવારે શંકાસ્પદ કારમાં વિસ્ફોટક મળ્યા પછી આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી નિશાના પર છે. CCTV ફૂટેજની તપાસમાં સામે આવ્યું છે કે એન્ટિલિયાની બહાર કાર 24 ફેબ્રુઆરીની રાતે લગભગ એક વાગ્યે પાર્ક કરાઈ હતી. આ પહેલાં આ કાર 12.30 વાગ્યે રાતે હાજી અલી જંક્શન પહોંચી હતી અને અહીં લગભગ 10 મિનિટ સુધી ઊભી હતી.

આ ગાડીમાંથી જિલેટિનની 20 સ્ટિક્સ મળી આવી હતી, સાથે જ અમુક અન્ય દસ્તાવેજ પણ મળ્યા હતા, ત્યાર પછી મામલાની તપાસ કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર સરકારે આ મામલાની તપાસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને સોંપી દીધી છે, સાથે જ અત્યારસુધી આ મામલામાં કેસ પણ નોંધી લેવાયો છે. સીસીટીવીથી પુરાવા શોધવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સાથે જ આ કારમાંથી એક ચિઠ્ઠી મળી આવી છે, જેમાં લખ્યું છે-‘મુકેશભાઈ, આ તો ફક્ત ટ્રેલર છે, આખી વ્યવસ્થા થઈ ગઈ છે’

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વિસ્ફોટક રાખનારે એક મહિના સુધી એન્ટિલિયાની રેકી કરી હતી. આટલું જ નહીં, આ લોકોએ ઘણી વખત મુકેશ અંબાણીના કાફલાનો પીછો પણ કર્યો. CCTV ફૂટેજમાં કારમાં બેસેલી એક વ્યક્તિ પણ જોવા મળી છે.

ચિઠ્ઠીમાં લખ્યું- આ ટ્રેલર છે, આખી વ્યવસ્થા થઈ ગઈ છે
એન્ટિલિયાની બહાર જે શંકાસ્પદ ગાડી મળી છે એમાં એક ચિઠ્ઠી પણ મળી છે. રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, ચિઠ્ઠી કમ્પ્યુટરથી ટાઈપ કરવામાં આવી છે. જે બેગમાં ચિઠ્ઠી મળી છે એની પર મુંબઈ ઈન્ડિયન્સ લખ્યું છે. ચિઠ્ઠીમાં લખ્યું છે કે મુકેશભાઈ અને નીતાભાભી, આ તો બસ ટ્રેલર હતું; બધી વ્યવસ્થા થઈ ગઈ છે. પરિવારને ઉડાવાની વ્યવસ્થા કરી દેવાઈ છે. સંભાળીને રહેજો. ગુડનાઈટ. જોકે આ ચિઠ્ઠી અંગે પોલીસે હાલ સત્તાવાર રીતે કંઈપણ જણાવ્યું નથી.

20 નંબરની પ્લેટ મળી, ઘણા નંબર રિલાયન્સ સ્ટાફની ગાડીઓથી મેચ થાય છે
પોલીસે આ મામલાની તપાસ માટે 10 ટીમ બનાવી છે. ATS અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની આ ટીમોને અલગ અલગ ટાસ્ક આપવામાં આવ્યો છે. તપાસ દરમિયાન કારમાંથી 20 નંબરની પ્લેટ મળી આવી છે. ઘણા એવા નંબર છે, જે મુકેશ અંબાણીના સ્ટાફ દ્વારા ઉપયોગમાં લેવાતી ગાડીઓ સાથે મેચ થાય છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, નંબર પ્લેટથી અંદાજો લગાવી શકાય છે કે મુકેશ અંબાણીના કાફલાનો પીછો કરવામાં આવ્યો હશે, નહીં તો કારનો નંબર મેચ કરવો સરળ નથી.

200 મીટર દૂર ઊભી હતી શંકાસ્પદ કાર, જિલેટિનની 20 સ્ટિક્સ મળી
મુકેશના ઘર એન્ટિલિયાથી લગભગ 200 મીટર એક શંકાસ્પદ SUVમાંથી ગુરુવાર સાંજે જિલેટિનની 20 સ્ટિક્સ મળી હતી. તપાસ દરમિયાન કારનો નંબર પણ ખોટો મળ્યો. પોલીસના જણાવ્યા પ્રમાણે, એન્ટિલિયામાં બુધવારની રાતે લગભગ 1 વાગ્યે SUV ઊભી કરવામાં આવી હતી. અહીં 2 ગાડી જોવા મળી હતી, જેમાં એક ઈનોવા પણ સામેલ છે. આ ગાડીનો ડ્રાઈવર SUVને અહીં પાર્ક કરીને જતો રહ્યો હતો. પોલીસ હવે આ ઈનોવા અને તેના ડ્રાઈવરની શોધ કરી રહી છે.

મળતી માહિતી પ્રમાણે, મુકેશ અંબાણીના એન્ટિલિયા ઘરની બહાર મળી આવેલી એક શંકાસ્પદ ગાડીના મામલામાં મુંબઈ ગામદેવી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધી લેવાયો છે. આ મામલામાં 286, 465, 473, 506(2),120(B) IPC and u/s 4 of Explosive Substances Act 1908 હેઠળ કેસ નોંધી લેવાયો છે. કાર મળવાના મામલાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ સાથે સાથે એન્ટી ટેરરિઝ્મ સ્ક્વોડ પણ કરી રહી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આસપાસના સીસીટીવીની તપાસ કરવામાં આવી રહી છે, જેથી ગાડી ક્યાંથી ક્યાં આવી અને કેવી રીતે ઊભી કરવામાં આવી એની માહિતી મળી શકે. જિલેટિન મળવાનો મામલો ગંભીર છે, આ જ કારણે આતંકી એન્ગલની પણ શોધ કરવામાં આવી રહી છે.

10 ટીમોને 10 ટાસ્ક
પહેલી ટીમઃસૂત્રોએ જણાવ્યું કે, આ ટીમને વિસ્તારના તમામ CCTV ફુટેજ ભેગા કરવાનો ટાસ્ક આપવામાં આવ્યો છે. જેમાં ટીમ હાઉસિંગ સોસાઈટીની પણ મદદ લેશે.
બીજી ટીમઃ આ ટીમ ટ્રફિક હેડક્વાર્ટર પર CCTV ફુટેજને સ્કેન કરશે
ત્રીજી ટીમઃઆ ટીમ મુંબઈ પોલીસ હેડક્વાર્ટર અને ક્રાફર્ડ માર્કેટ પર CCTV ફુટેજ સ્કેન કરશે.
ચોથી ટીમઃ એન્ટિલિયાની આસપાસ આખા વિસ્તારમાં રહેતા શંકાસ્પદ લોકોની ડિટેલ કાઢશે.
પાંચમી ટીમઃ ફોરેન્સિક ટીમ સાથે મળીને કામ કરશે અને શંકાસ્પદ વિરુદ્ધ પુરાવા ભેગા કરશે.
છઠ્ઠી ટીમઃ આ ટીમને 2013માં અંબાણી પરિવારને ધમકાવનારા ઈન્ડિયન મુઝાહિદ્દીનના એ સભ્યની માહિતી હાંસિલ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે, જેણે મુકેશ અંબાણીના મરીન ડ્રાઈવ ખાતે આવેલી ઓફિસમાં લેટર આપ્યો હતો. ત્યારપછીથી મુકેશ અંબાણીને Z પ્લસ સિક્યોરિટી આપવામાં આવી હતી.
7મી,8મી, 9મી અને 10મી ટીમઃ આ ટીમ અત્યાર સુધી મળેલી માહિતીઓ અને પુરાવાના આધારે વિવિધ લોકેશન પર જઈને તપાસ કરી રહી છે.

ગાડીમાંથી શું શું મળ્યું?
પોલીસના જણાવ્યા પ્રમાણે, એન્ટિલિયાની બહાર જે ગાડી મળી એ સ્કોર્પિયો કાર હતી. આ ગાડીને મોડી રાતે લગભગ એક વાગ્યે ઊભી કરાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેમાં જિલેટિનની 20 સ્ટિક્સ હતી. આ ગાડીની અંદર એક લેટર પણ મળ્યો હતો, જેની તપાસ કરવામાં આવી રહી છે. ગાડીનો જે રજિસ્ટ્રેશન નંબર છે એ મુકેશ અંબાણીના સુરક્ષાકાફલામાંના એક વાહન સાથે મેચ થાય છે. એવામાં ક્રાઈમ બ્રાન્ચ આ એન્ગલથી પણ તપાસ કરી રહી છે. આ વેહિકલને સીલ કરી દેવાયું છે.

ગુરુવારે એન્ટિલિયાની બહાર જ્યારે આ કાર મળવાની માહિતી મળી, તો ત્યાં સુરક્ષા વધારી દેવાઈ છે. એન્ટિલિયાની બહાર ડોગ-સ્ક્વોડ, બોમ્બ-સ્ક્વોડ હાજર રહી હતી. આ ઉપરાંત શુક્રવારે પણ એન્ટિલિયાની બહાર કડક સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે, અહીં આસપાસથી નીકળતાં વાહનો પર પણ નજર રાખવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...