મચ્છરો કરડવાથી થતી ચિકનગુનિયાની બીમારીની પણ હવે રસી બની શકે છે. હાલમાં જ આઈઆઈટી રુરકીએ એક સંશોધનમાં જાણ્યું છે કે, કાળા મરીમાં પાઇપેરિન નામનું તત્ત્વ હોય છે, જે ચિકનગુનિયામાં ખૂબ જ કારગર સાબિત થઇ શકે છે.
આ તત્ત્વમાં મોલેક્યુલર વાઈરોલોજી લેબમાં પરીક્ષણનો પહેલો તબક્કો પૂરો થઇ ગયો છે. હવે ફાર્મા કંપનીઓ દ્વારા ઉંદર અને માણસો પર તેનું પરીક્ષણ પણ કરાશે. જો તે સફળ થશે તો ચિકનગુનિયાનો વૃદ્ધિદર રોકવામાં અસરકારક સાબિત થશે.
આ સંશોધનમાં એ પણ જાણવા મળ્યું છે કે, કાળા મરીનું આ તત્ત્વ ચિકનગુનિયા વાઇરસના એન્ઝાઇમ્સ સાથે જોડાઇને વાઇરસના જીવનચક્રને રોકે છે. આ ઉપરાંત કોફીના અમુક તત્ત્વો પણ આ બિમારીમાં અસરકારક હોવાનું માલુમ પડ્યું છે. સાડા પાંચ વર્ષ સુધી સાત સંશોધકોની ટીમે આ તારણ કાઢ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.