4 વર્ષ અગાઉ વિદ્યાર્થિની પર દુષ્કર્મ અને સજાથી બચવા માટે ચિતા પર સુઈ જનાર શિક્ષક નીરજ મોદીને કોર્ટે 14 વર્ષની સજા સંભળાવી છે. આ ચુકાદો પોક્સોના વિશેષ ન્યાયાધિશ એડીજે લવકુશ કુમારની કોર્ટે સંભળાવી છે. કોર્ટે તેને 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. દંડ ન ભરતા તેને 6 મહિનાની વધુ જેલ ભોગવવી પડશે.
વિદ્યાર્થિનીને ડાલસા(ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસિસ ઓથોરિટી) દ્વારા ત્રણ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે, દલીલમાં સરકાર તરફથી પોક્સોના વિશેષ લોક અભિયોજન નરેશ પ્રસાદ રામ અને જયકરણ ગુપ્તા સામેલ થયા હતા. નીરજ મોદીએ પાછલા વર્ષે ઓક્ટોબરમાં કોર્ટમાં સરેન્ડર કર્યું હતું.
આરોપીએ પિતાની મદદથી રચ્યું હતું સમગ્ર કાવતરું
શિક્ષક નીરજ મોદી મધુરા સિમાનપુરા ગામનો રહેવાસી છે. વિદ્યાર્થિનીની માતાએ તેમની ઉપર 14 ઓક્ટોબર 2018માં દુષ્કર્મનો કેસ દાખલ કરાવ્યો હતો. કેસ દખલ થયા બાદ નીરજ મોદીએ સજાથી બચવા માટે પોતાની મોતની ખોટી વાર્તા ઘડી હતી અને અંતિમ સંસ્કારનું નાટક રચ્યું હતું.
તેની ફોટોગ્રાફી કરાવી અને પિતાની મદદથી પોક્સો કોર્ટમાં તે ફોટો બતાવ્યા હતા. જેથી કોર્ટ તેને મૃત માની લે. ત્યાર પછી તે અંડર ગ્રાઉન્ડ થઈ ગયો હતો. પોલીસે નીરજને મૃત માની લીધો હતો અને કોર્ટે તેનું શપથ પત્ર મળ્યા બાદ કેસને પણ બંધ કરી દીધો હતો.
વિદ્યાર્થિનીની માતાએ ખોલ્યું રહસ્ય
વિદ્યાર્થિનીની માતાને જાણકારી મળી હતી કે નીરજે આ કેસથી બચવા માટે ખુદને મૃત સાબિત કરી લીધો છે. આ પછી તેમને પીરપૈંતીના BDOને અરજી આપી, તેમના કાર્યલાયમાંથી ખોટું મૃત્યુ પ્રમાણપત્ર અપાયું હોવાની જાણકારી આપી હતી.
BDOએ તપાસ કરાવી ત્યારે તેમાં ખોટું પ્રમાણપત્ર બનાવ્યું હોવાની વાત સામે આવી. 21 મે 2022એ BDOની સુચનાથી નીરજ મોદીના પિતા રાજારામ મોદી પર છેતરપીંડીનો કેસ દાખલ કરાવામાં આવ્યો અને મૃત્યુ પ્રમાણપત્ર રદ કરવામાં આવ્યું. ત્યારબાદ પોક્સોના વિશેષ ન્યાનાધીશ લવકુશ કુમારે આખા મામલાનો રિપોર્ટ માગ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.