• Gujarati News
  • National
  • A Student Of Std. 8 Was Burnt By The Blast In MP's Satna And Was Sent To Jabalpur In Critical Condition

ઓનલાઇન ક્લાસમાં મોબાઇલ ફાટ્યો:MPના સતનામાં બ્લાસ્ટથી ધો.8નો વિદ્યાર્થી ગંભીર રીતે દાઝ્યો, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો

સતનાએક મહિનો પહેલા
  • જિલ્લા હોસ્પિટલમાં તબિયત ન સુધરતાં વિદ્યાર્થીને જબલપુર મેડિકલ કોલેજમાં રિફર કરાયો

મધ્યપ્રદેશના સતનામાં ઓનલાઈન ક્લાસ દરમિયાન મોબાઈલ ફાટવાથી ધો.8નો વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો છે. બ્લાસ્ટને કારણે બાળકને ચહેરા અને હાથમાં ઈજા થઈ છે. પરિવારના સભ્ય તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેની સ્થિતિ ગંભીર હોવા પર તેને મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યો હતો.

મોઢા અને નાક પર બ્લાસ્ટની સૌથી વધુ અસર
સતનાના ચંદકુઈયા ગામમાં એક ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતો ધો.8નો વિદ્યાર્થી રામપ્રકાશ ભદૌરિયા(15) ફોન પર ઓનલાઈન કલાસ અટેન્ડ કરી રહ્યો હતો. ત્યારે મોબાઈલમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. એને પગલે વિદ્યાર્થીનુું મોઢું અને નાક લોહીલુહાણ થઈ ગયાં હતાં. બ્લાસ્ટનો અવાજ સાંભળીને પરિવારના લોકો ત્યાં પહોંચ્યા હતા અને ઘાયલ પુત્રને નાગૌદના સ્વાસ્થ્ય કેન્દ્રએ પહોંચાડ્યો હતો. પ્રાથમિક સારવાર પછી તેને સતના જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.

જિલ્લા હોસ્પિટલમાં પણ વિદ્યાર્થીની સ્થિતિમાં સુધારો થયો નહોતો. તેની ગંભીર સ્થિતિને જોતાં તેને જબલપુર મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યો હતો. ડોક્ટર્સનું કહેવું છે કે વિદ્યાર્થીના મોઢા અને નાકનો સંપૂર્ણ ભાગ મોબાઈલ બ્લાસ્ટથી ઈજાગ્રસ્ત થયો હતો.

પરિવારે કહ્યું- જ્યારે પહોંચ્યા તો લોહીલુહાણ હતો ચહેરો
વિદ્યાર્થીના પરિવારના સભ્યોનું કહેવું છે કે રામપ્રકાશ બીજા રૂમમાં બેસીને મોબાઈલથી અભ્યાસ કરી રહ્યો હતો. ત્યારે અચાનક રૂમમાં જોરદાર બ્લાસ્ટનો અવાજ આવ્યો હતો. અવાજ સાંભળીને અમે ડરી ગયા હતા અને તેના રૂમ તરફ દોડ્યા હતા, જ્યાં તેના ચહેરા પરથી લોહી નીકળી રહ્યું હતું. અમે તાત્કાલિક તેને સ્વાસ્થ્ય કેન્દ્રએ લઈ ગયા હતા. હવે તેને જબલપુર લઈ જવાયો છે.

અન્ય સમાચારો પણ છે...