મૂસેવાલાની હત્યા પહેલાં પિતાને ધમકી મળી:ફોન પર અજાણ્યા શખસે કહ્યું હતું- તમારો દીકરો ખોટી-ખોટી વાતો કરે છે; સમજાવી દો તેને

એક મહિનો પહેલા

પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા કેસમાં એક નવો ઘટસ્ફોટ થયો થયો છે. મૂસેવાલાની હત્યા પહેલાં જ એક કોલ રેકોર્ડિંગ સામે આવ્યું છે, જેમાં મૂસેવાલાના પિતાને ધમકીઓ આપતા કહેવામાં આવ્યું હતું કે તેનો પુત્ર લાઈવ થાય છે અને ખોટી-ખોટી વાતો કરે છે, તેને સમજાવો આવું ન કરે. આ કોલ રેકોર્ડિંગ વાસ્તવિક છે કે નહીં અને ક્યારે કરવામાં આવ્યું હતું એની પંજાબ પોલીસની IT વિંગે તપાસ શરૂ કરી દીધી છે.

સિદ્ધુ મૂસેવાલાએ હત્યા પહેલાં એક વીડિયોમાં કહ્યું હતું કે તેમના પરિવારના સભ્યોના ફોન નંબર ઘણા ગુંડાઓ સુધી પહોંચી ગયા છે અને હવે તેમને ધમકીઓ આપવામાં આવી રહી છે. આ સિવાય તેના શોના ઈન્ક્વાયરી નંબર પર પણ કોલ કરીને ધમકીઓ આપવામાં આવી રહી છે.

મૂસેવાલાને શોના ઈન્ક્વાયરી નંબર પર પણ કોલ કરીને ધમકીઓ આપવામાં આવી રહી હતી
મૂસેવાલાને શોના ઈન્ક્વાયરી નંબર પર પણ કોલ કરીને ધમકીઓ આપવામાં આવી રહી હતી

આ વાતચીત ફોન પર થઈ હતી...
- દીકરાને સમજાવી લો, લાઈવ પર કંઈ નહીં થાય
ધમકી આપનારા શખસે બલકૌર સિંહને પૂછ્યું કે મૂસેવાલાના પિતા બલકૌર સિંહ બોલી વાત કરી રહ્યા છો? જેના જવાબમાં બલકૌર સિંહે પૂછ્યું કે તમે કોણ છો? ધમકી આપનારા શખસે કહ્યું- મૂસેવાલાને સમજાવી દો, લાઈવ પર કંઈ નહીં થાય. ગાળો બોલવાથી કામ નહીં થાય. જ્યારે કોઈ તેના ગામમાં આવે છે, ત્યારે કોઈ મૂસેવાલાના ગામમાં આવે છે ત્યારે તે તેની વૃદ્ધ માતાને આગળ ધરી દે છે અને કહે છે કે તું માફી માગી લે.

- શું તમે મૂસેવાલાને આવું કરતા શીખવ્યું?
બલકૌર સિંહે ધમકી આપતાં કહ્યું કે તું ગામમાં આવ. આના પર ધમકી આપતાં કહ્યું- 'ગામમાં મૂસા પણ સિંહ છે. દરેક વ્યક્તિ પોતાના ગામમાં સિંહ છે. તમે મારા ગામમાં આવો. લાઈવ પર આવીને મૂસેવાલાને અપશબ્દો બોલવાનો શો અર્થ? તેમણે તેમના પુત્રને આવાં મૂલ્યો શીખવ્યા છે. તમે મૂસેવાલાને ગુંડાગીરીની વાતો શીખવી છે? તેને સારાં મૂલ્યો આપો. ધર્મ અને સમુદાય વિશે વાત કરો.

સિદ્ધુ મૂસેવાલાની અંતિમ યાત્રામાં લોકોની ભીડ જોઈ તેના પિતાએ પાઘડી આગળ ધરી લોકોને ધન્યવાદ કહ્યું હતું.
સિદ્ધુ મૂસેવાલાની અંતિમ યાત્રામાં લોકોની ભીડ જોઈ તેના પિતાએ પાઘડી આગળ ધરી લોકોને ધન્યવાદ કહ્યું હતું.

- જે દિવસે અમારું નામ લેવાશે એ દિવસે અમે છોડીશું નહીં
બલકૌર સિંહે પૂછ્યું, મૂસેવાલાએ કોનું નામ ખોટું બોલ્યો છે, કોનું નામ લીધું છે? એના પર ધમકી આપતાં કહ્યું કે જે દિવસે તે કોઈનું નામ લેશે એ દિવસે કોઈ તેને છોડશે નહીં.

- મૂસેવાલાએ મારો નંબર બ્લોક કર્યો
શખસે ધમકી આપતાં કહ્યું- 'મૂસેવાલાએ મારો નંબર કંપનીના નંબર પર બ્લોક કરાવ્યો હતો. તે ગુંડાગીરી વિશે વાત કરે છે. કહે છે કે સંજય દત્તનો મામલો મારા પર પડ્યો છે. મૂસેવાલાને TADAનું સરનામું ખબર છે. આ સાંભળીને મૂસેવાલાના પિતા ગુસ્સે થઈ ગયા અને તેમને ધમકી આપનારની સાથે અપશબ્દોથી વાતો કરવાની શરૂ કરી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...