• Gujarati News
  • National
  • A Special Type Of Helmet Manufactured By Patna AIIMS, Wearing For 3 Hours Will Strengthen The Hair Roots

હવે હેલમેટ દૂર કરશે ટાલ:પટના AIIMS દ્વારા તૈયાર કરાયું ખાસ પ્રકારનું હેલમેટ, 3 કલાક પહેરવાથી વાળના મૂળ થશે મજબૂત

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

માર્ગ દુર્ઘટનામાં જીવ બચાવનાર હેલમેટ હવે ખરતા વાર એટલે કે ટાલનો પણ ઈલાજ કરશે. પટના AIIMS દ્વારા એક એવા હેલમેટને તૈયાર કર્યું છે કે જે બાલની સમસ્યાનો ઉકેલ મેળવશે. ન્યૂરો ફિઝીયોલોજી વિભાગના ડોક્ટરોએ દાવો કર્યો છે કે તે ટાલ કે ખરતા વારને લગતી સમસ્યા માટે રામબાણ સાબિત થશે.

ડેપ્યુટી મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ તથા ન્યૂરો ફિજીયોલોજીના એડિશનલ પ્રોફેસર ડો. યોગેશ કુમારનું કહેવું છે કે દેશમાં પ્રથમ વખત સ્કીનના એવા લેયર પર અભ્યાસ કરવામાં આવ્યો છે, જ્યાં વાળ ઉગાડ્યા બાદ વધારે સમય સુધી નબળા પડી જાય છે.

આ ખાસ હેલમેટમાં 32 લેઝર LEDનો ઉપયોગ કરવામાં આવ્યો છે. માથામાં પહેર્યાં બાદ તેમા 32 વિવિધ પ્રકારની લેઝર લાઈટ આવે છે અને દરેક લાઈટની રેન્જ અલગ-અલગ કામ કરે છે. હેલમેટ લગાવ્યા બાદ LED લાઈટ તેના હિસાબથી કામ કરવા લાગશે.

ડો.યોગેશે દાવો કર્યો છે કે હેલમેટથી ટ્રીટમેન્ટમાં 3થી 4 મહિનામાં ટાલની સ્થિતિ દૂર થઈ જશે. આ ખાસ પ્રકારના હેલમેટને દરરોજ પહેરવાથી 3થી 4 મહિનામાં વાળ ઉગવા લાગશે. તેને દરરોજ 3 કલાક પહેરવાથી મૂળ મજબૂત થશે.

દેશમાં અત્યાર સુધીના સંશોધનનો અભ્યાસ કરી તૈયાર કરાયું મોડલ
ડો. યોગેશ કુમારે જણાવ્યું કે દેશમાં અત્યાર સુધી ટાલને દૂર કરવા માટે કોઈ સ્થાયી સમાધાન નથી. આ અંગે કામ કરવામાં આવી રહ્યું છે. આ માટે દેશમાં અત્યાર સુધીમાં થયેલા તમામ સંશોધનનો અભ્યાસ કરવામાં આવ્યું. ત્યારબાદ ખાસ પ્રકારના હેલમેટને તૈયાર કરવામાં આવી રહ્યા છે. હેલમેટના મોડલ તૈયાર કરવા માટે એન્જીનિયરીંગની જરૂર પડે છે, આ રાપણખી IIT પટનાના સહયોગથી મોડેલ તૈયાર કરવામાં આવી રહી છે.

ફોર્મ્યુલા પેટન્ટ કરાવવા ચાલી રહ્યું છે કામ
તેમનું કહેવું છે કે નવા ટેસ્ટ ટાલની સમસ્યાનો કાયમી ઉકેલ થઈ શકે છે. મોડલ અને થેરેપીની પદ્ધતિને પેટન્ટ કરાવવાની પ્રક્રિયા પૂરી થયા બાદ તેને જાહેર કરવામાં આવશે. ભાસ્કર સાથે વાતચીત કરતા ડો.યોગેશે કહ્યું કે વર્તમાન સમયમાં લોકો સમય કરતા પહેલા ટાલ પડી રહી છે. મોટાભાગે દવાઓ ટાલની સ્થિતિમાં કામ કરતી નથી. આ કારણથી વાળ આવતા નથી. આવે છો તો પણ વધારે સમય સુધી રહેતા નથી.

જાણો કેવી રીતે આવે છે વાળ અને શું થાય છે ટાલનું?
ડો.યોગેશ જણાવે છે કે વાળ ત્રણ સ્ટેપમાં આવે છે. એનાજન અને ટેલાજન તથા ત્યારબાદ કેટાજનથી વાળ બહાર આવે છે. વાળના મેક્સિમમ ગ્રોથ એનાજનમાં થાય છે તથા ત્યારબાદ કેટાજન તથા ટેલાજનમાં વાળ આવે છે.

ડો.કુમારે જાવ્યું કે સંશોધન અને અનેક લોકોના અભ્યાસમાંથી જાણવા મળ્યું છે કે ટાલમાં એનાજન ફેસમાં ઓછા સમય સુધી વાળ રહે છે. આ કારણથી ટેલાજનના ફેસનો સમય વધે છે. જે લોકોમાં ટેલાજન આવે છે, તેને પરત એનાજનમાં રિવર્ટ કરી દેવામાં આવે તો કોઈ જ આડઅસર વગર લાભ થાય છે.

ટાલમાં લોહીનું પરિભ્રમણ ઓછું થાય છે. આ કારણથી વાળને અસર થાય છે. ત્રણ પગલાં જ્યારે સંપૂર્ણપણે કામ કરશે તો બહાર મજબૂત થઈ જશે. એનાજનમાં લાગતા વાળને વધારે સમય સુધી નહીં રાખવાને લીધે સમસ્યા આવી રહી છે. આ કારણથી તેઓ બહાર નબળા પડી જાય છે અને ત્યારબાદ વધારે સમય સુધી રહેતા નથી. ટેલાજન સુધી વાળને સમય લાગવો જોઈએ, જોકે તેમા ઓછું બેલેન્સ હોવાની સમસ્યા આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...