સોમવારે બપોરે ચંડીગઢના સેક્ટર 2ના રાજીન્દ્રા પાર્ક કેરીના બગીચામાંથી એક જીવતો બોમ્બ મળી આવતા હડકંપ મચી ગયો હતો. આ એક VVIP વિસ્તાર છે. જ્યાં નજીકમાં જ પંજાબના CM ભગવંત માન અને હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરનું સત્તાવાર નિવાસસ્થાન છે.
આટલું જ નહીં, થોડી દૂર હેલીપેડ પણ છે. જ્યાં CM ભગવંત માનનું હેલિકોપ્ટર ઉતરે છે. બોમ્બની સૂચના મળતા જ ચંડીગઢ પોલીસની ટીમ બોમ્બ અને ડોગ સ્ક્વોડ સાથે ઘટના સ્થળે પહોંચી હતી.
બોમ્બને ચારેય બાજુથી કવર કર્યા પછી આર્મીને બોલાવવામાં આવી છે. આર્મીની ટીમ કાલે તેને ડિફ્યુઝ કરશે. તે જ સમયે પંજાબ અને હરિયાણા પોલીસના વરિષ્ઠ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા છે જ્યાંથી બોમ્બ મળી આવ્યો હતો.
ટ્યુબવેલ ઓપરેટરે પોલીસને સુચના આપી
રાજીન્દ્ર પાર્ક આગળ સ્થિત કેરીના બગીચામાં ટ્યુબવેલ લાગેલી છે. સોમવારે બપોરે જ્યારે ઓપરેટર ટ્યુબવેલ ચલાવવા ગયો ત્યારે તેણે બોમ્બ જોયો. તેણે તાત્કાલિક ચંડીગઢ પોલીસને સૂચના આપી. જ્યાર પછી પોલીસ ફોર્સ ત્યાં પહોંચી અને તાત્કાલિક વિસ્તાર સીલ કરી દીધો. જોકે હાલ તે વિસ્તારની આસપાસ કોઈને જવા પરવાનગી નથી.
બોમ્બ ફાઇબરના ડ્રમમા રાખ્યો, ચારેય બાજુ રેતી ભરેલી થેલી હતી
બોમ્બ જીવતો હોવાથી પોલીસે તાત્કાલિક સાવચેતીના પગલાં લીધા હતા. બોમ્બને ફાઇબરના ડ્રમમાં રાખવામાં આવ્યો છે. તેની આસપાસ રેતીની થેલીઓ મૂકવામાં આવી છે, જેથી વિસ્ફોટના કિસ્સામાં તે આસપાસના વિસ્તારોને નુકસાન ન પહોંચાડે. બોમ્બની નજીક કોઈ ન આવે તે માટે ચારેબાજુ પોલીસ તૈનાત કરવામાં આવી છે.
કાલે સવારે આર્મી ટીમ પહોંચશે
બોમ્બને ડિફ્યુઝ કરવા આર્મીની ટીમ મંગળવારે સવારે ચંડી મંદિર પહોંચશે. સેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમને દૂરથી માહિતી મળી હતી. અંધારાના કારણે બોમ્બને ડિફ્યુઝ કરવાની કામગીરી હાથ ધરવી શક્ય નથી. આ ખતરનાક બની શકે છે. આ કારણોસર તે મુલતવી રાખવામાં આવ્યું હતું.
સ્ટ્રાઈક કરતા વિસ્ફોટ થઈ શકે છે
એક્સપર્ટ અનુસાર, આ એક જીવતો બોમ્બ છે, એટલે સ્ટ્રાઈક કરતા વિસ્ફોટ થઈ શકે છે. પહેલા પણ આવા ઉદાહરણ સામે આવ્યા છે, જ્યારે બોમ્બ તોડવા હથોડા અથવા અન્ય ભારે વસ્તુથી વડે મારવામાં આવે ત્યારે તેમાં વિસ્ફોટ થાય છે. જેને કારણે પોલીસની સંપૂર્ણ ટીમ તકેદારી રાખી રહી છે.
આર્મી જણાવશે, બોમ્બ ક્યાંથી આવ્યો છે?
ચંદીગઢ પોલીસના જણાવ્યા અનુસાર બોમ્બમાં કેટલાક કોડ લખેલા છે. જે દેખાવમાં સેનાના લાગી રહ્યા છે. આ કારણોસર હવે સેના જ તપાસ કરશે કે બોમ્બ ક્યાંથી આવ્યો? પોલીસે આ સંબંધમાં માહિતી આપવા માટે સેનાના અધિકારીઓની પણ મદદ માંગી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.