• Gujarati News
  • National
  • A Shivling Weighing 100 Kg Was Found At The Foothills Of Triveni, 70 Feet Below Beneshwar Dham In Rajasthan.

એસડીઆરએફે ઇતિહાસ શોધી કાઢ્યો:રાજસ્થાનમાં બેણેશ્વર ધામથી 70 ફૂટ નીચે ત્રિવેણીની તળેટીમાં 100 કિલો વજનનું શિવલિંગ મળ્યું

બાંસવાડા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાંસવાડામાં ભાસ્કરની પહેલ પર સંશોધન થયું
  • પાણીમાં 70 ફૂટ ઊંડે એક મોટા શિવાલયના સંકેત મળ્યા છે. ઘણી મૂર્તિઓ ભેખડોની વચ્ચે, માટીમાં દબાયેલી છે.
  • ઘાટથી 50 ફૂટ દૂર પાણીમાં એક ગુફા છે પણ તેનું પ્રવેશદ્વાર ઘણું જર્જરિત અને નાનું હોવાથી પ્રવેશવું મુશ્કેલ છે.

રાજસ્થાનના વાગડ ક્ષેત્રમાં 300 વર્ષ પ્રાચીન બેણેશ્વર ધામ પર સોમ, માહી અને જાખમ નદીઓનો સંગમ થાય છે. સંગમ પરના ઘાટો પૈકી એક આબૂદર્રા છે. ભગવાન વિષ્ણુના વામન અવતારનો પહેલો પગ અહીં પડ્યાની માન્યતા છે અને આબૂદર્રાની નીચે સંત માવજી મહારાજનું નિજધામ છે.

સત્ય જાણવા SDRFના ડાઇવર્સની મદદથી નદીની તળેટીની તસવીરો લીધી.
સત્ય જાણવા SDRFના ડાઇવર્સની મદદથી નદીની તળેટીની તસવીરો લીધી.

ભાસ્કરે આ લોકવાયકાઓનું સત્ય જાણવા SDRFના ડાઇવર્સની મદદથી નદીની તળેટીની તસવીરો લીધી. ડાઇવર રમેશચંદ્રના જણાવ્યાનુસાર તેણે શિવલિંગને સ્પર્શ કરતા તે ધાતુનું બનેલું હોય તેવું જણાયું.

પાણીમાં ઘણી ખંડિત મૂર્તિઓ પણ પડી છે. તળેટીમાં મા જગદંબાની વિશાળકાય મૂર્તિ પણ પડી છે. જોકે, આ મૂર્તિઓ કેટલી પ્રાચીન છે અને અહીં કેવી રીતે આવી તેનું સત્ય તપાસથી જ સામે આવશે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અહીં તપાસ કરે તો ઇતિહાસની ધરોહર સાચવી શકાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...