તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • A Ship Caught Fire Near ONGC's Highfield In The Sea 170 Km From Mumbai, Leaving 3 Navy Soldiers Missing.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમુદ્રમાં દુર્ઘટના:મુંબઈથી 170 કિમી દૂર સમુદ્રમાં ONGCના હાઈફિલ્ડ પાસે શિપમાં આગ લાગી, નૌકાદળના 3 સૈનિક લાપતા

મુંબઈ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
આ દુર્ઘટના મુંબઈ હાઈ પાસે સર્જાઈ હતી. અહીં સમુદ્રમાંથી વાર્ષિક એક કરોડ ટનથી વધારે ક્રુડ ઓઈલ કાઢવામાં આવે છે - Divya Bhaskar
આ દુર્ઘટના મુંબઈ હાઈ પાસે સર્જાઈ હતી. અહીં સમુદ્રમાંથી વાર્ષિક એક કરોડ ટનથી વધારે ક્રુડ ઓઈલ કાઢવામાં આવે છે

મુંબઈથી આશરે 170 કિલોમીટર દૂર અરબ સાગરમાં શનિવારે ઓફશોર સપ્લાઈ શિપ ગ્રેટશિપ રોહિણીમાં બ્લાસ્ટ બાદ આગ લાગી હતી. દુર્ઘટનામાં ક્રુના ઓફિસર 37 વર્ષના ગુરબેન્દર સિંહ ઈજાગ્રસ્ત થયા. તેમને હેલિકોપ્ટરથી નેવીની હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. ઘટના બાદથી ત્રણ સૈનિક લાપતા છે. જહાજ પર 18 લોકો ઉપસ્થિત હતા. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે જણાવ્યું કે તેણે બે જહાજ સમર્થ અને સમુદ્ર પ્રહરી, જ્યારે એક ICG ડોર્નિયર વિમાનને મદદ માટે મોકલ્યા છે.

આગ લાગ્યાની માહિતી મળતા ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના બે જહાજ અને વિમાન આગ ઓલવવા માટે મોકલવામાં આવ્યા
આગ લાગ્યાની માહિતી મળતા ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના બે જહાજ અને વિમાન આગ ઓલવવા માટે મોકલવામાં આવ્યા

જહાજને આ રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યું
ઈન્ડિયન કોસ્ટ ગાર્ડનું જહાજ શનિવારે બપોરે આશરે 1.30 વાગે આગથી ઘેરાયેલ શિપ પાસે પહોંચ્યા હતા. બીજા જહાજ MV અલ્બાટ્રોસ-5ને ગ્રેટશિપ રોહિણીને ખેંચીને ONGCના પ્લેટફોર્મથી દૂર કરવામાં આવ્યા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો