- Gujarati News
- National
- A Sheet Of Snow Spread From Shimla To Kinnore; Tourists Flocked, Tourism Traders And Garden Owners Rejoiced
હિમાચલમાં હિમવર્ષા:શિમલાથી લઈને કિન્નોર સુધી બરફની ચાદર છવાઈ; પ્રવાસીઓ ઊમટી પડ્યા, PHOTOS
હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. પહાડોએ બરફની ચાદર ઓઢી લીધી છે તેમજ મેદાનીય વિસ્તારોમાં પણ વાદળો વરસી રહ્યાં છે. લાહોલ સ્પિતિ જિલ્લાના લોસરમાં, અટલ ટનલ, રોહતાંગ, કંજુમપાસ, બારાલાચા, કિન્નોર, કુલુ અને ચંબાના પાંગી, ભરમૌરમાં બરફની ચાદર છવાઈ ગઈ છે. ભારે હિમવર્ષાને કારણે શિમલા, ચંબા, કુલુ, કિન્નોર, લાહોલ સ્પિતિ અને મંડીના અનેક વિસ્તારો સાથે સંપર્ક કપાઈ ગયો છે.
ભારે હિમવર્ષાને કારણે રસ્તાઓ બ્લોક થઈ ગયા છે, પરંતુ સહેલાણીઓ, ખેડૂતો, બગીચાના માલિકો અને પર્યટન વેપારીઓ ખુશ છે. જ્યારે હિમવર્ષા બાદ હિમાચલનું વાતાવરણ એટલું રમણીય અને સુંદર લાગી રહ્યું છે કે એક નજરે નિહાળતા રહો. બરફમાં છવાયેલા પહાડોની કેટલીક તસવીરો જુઓ, મજા પડી જશે...
કુલુના સોલંગનાળામાં હિમવર્ષાને કારણે રસ્તા બંધ થઈ ગયા છે.
રોહતાંગ અટલ ટનલ માર્ગમાં બરફ જામી જવાથી વાહનોની અવરજવર બંધ થઈ ગઈ છે.
ફાગુથી શિમલા જતા માર્ગ પર હિમવર્ષાને કારણે રસ્તા લીસા થઈ ગયા છે.
ઠિયોગ હાટકોટી નેશનલ પાઈને પર અનેક વાહનો ફસાઈ ગયાં છે, જેથી ટ્રાફિકજામ થઈ ગયો છે.
મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઊમટી પડ્યા છે
હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં હિમવર્ષા ચાલુ છે. પહાડો પર હિમવર્ષા શરૂ થતાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઊમટી પડ્યા છે. સહેલાણીઓ હિમવર્ષાનો આનંદ માણવા પહોંચી રહ્યા છે. જોકે તેની સાથે મુશ્કેલી પણ વધી છે. રસ્તાઓ પર વાહનોની ગતિ થંભી ગઈ છે અને તાપમાનનો પારો નીચો ગગડી રહ્યો છે, એટલે કે ઠંડી પણ કડકડતી પડી રહી છે.
લાહોલ સ્પિતિના કેલાંગમાં હિમવર્ષા થઈ રહી છે.
મનાલીના નેહરુ કુંડમાં હિમવર્ષાને કારણે ટ્રાફિકજામ થઈ ગયો છે.
હિમાચલ પ્રદેશમાં કુદરતની સફેદ ચાંદીએ કંઈક આ રીતે પ્રકૃતિનો શૃંગાર કર્યો છે.
કુલુમાં વીજળી મહાદેવ અને માહટી નાગના પહાડો પર બરફની ચાદર છવાઈ જતાં સુંદર લાગી રહ્યા છે.
ચંબાના ખજિયાર તળાવનો સુંદર નજારો.
ચંબા જિલ્લાના પાંગીના સુરાલ વેલીમાં ચારેય તરફ બરફ જ બરફ છવાયેલો છે.
મણિકર્ણ ઘાટીમાં મહાદેવ, પાર્વતી, ગણેશ મંદિર બરફમાં ઢંકાઈ ગયાં છે.
વાહનો પણ બરફમાં ઢંકાઈ ગયાં છે.
કુલુ જિલ્લાની મણિકર્ણ ઘાટીના કટાગલામાં હિમવર્ષાની વચ્ચે કુદરતનો નજારો માણવા માટે ટ્રેકિંગ ટીમના સભ્યો. અહીં ચારેય તરફ બરફ જ બરફ છવાયેલો છે અને ઠંડી પણ ખૂબ પડી રહી છે.
હિમાચલમાં પહાડો પર બરફ છવાયો છે. લાહોલ સ્પિતિની ક્યામો વેલી, જ્યાં સમગ્ર વિસ્તાર બરફમાં ઢંકાઈ ગયો છે અને ચારેય તરફ કુદરતની સફેદ ચાંદી છવાઈ ગઈ છે.
શિમલાના પર્યટન સ્થળ ફાગુમાં માર્ગ ખુલ્લો કરવા માટે રસ્તા પર ઊતર્યા ડીસી આદિત્ય નેગી.