મહારાષ્ટ્ર:સાતમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ મેડિકલ સ્ટાફ માટે બેટરીથી ચાલતો ‘રોબોટ’ બનાવ્યો

ઔરંગાબાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશવાસીઓને કોરોના વાઈરસથી બચાવવા માટે લોકો પોતપોતાની રીતે મદદ કરી રહ્યા છે. મહારાષ્ટ્રનાં ઔરંગાબાદ શહેરમાં ધોરણ 7માં ભણતા છોકરાએ મેડિકલ ટીમને મદદ કરે તેવો રોબોટ બનાવ્યો છે. આ રોબોટની મદદથી મેડિકલ સ્ટાફ કોરોના દર્દીની નજીક ગયા વગર તેને દવા અને જમવાનું પહોચાડી શકશે.

સાઈ સુરેશે પોતાના રોબોટનું નામ ‘શૌર્ય’ રાખ્યું છે. આટલી નાનકડી ઉંમરમાં રોબોટ બનાવનારા સાઈએ બધાનું ધ્યાન ખેચ્યું છે. ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીત દરમિયાન સાઈએ રોબોટ વિશે કહ્યું કે, આ રોબોટ બનાવવા પાછળનો હેતુ મેડિકલ સ્ટાફ અને કોરોના દર્દીઓનો સંપર્ક કરવાનો છે, આમ કરવાથી મેડિકલ સ્ટાફને કોરોના સંક્રમણનું ટેન્શન નહિ રહે. તે આગળ-પાછળ અને 360 ડિગ્રી સુધી જમણી-ડાબી બાજુએ ફરી શકે છે. મારો રોબોટ બેટરીથી ચાલે છે અને તેને સ્માર્ટફોનથી કન્ટ્રોલ કરી શકાય છે. શૌર્ય 1 કિલો વજન ઊઠાવી શકે છે.

સાઈના પિતાએ પોતાના દીકરા વિશે કહ્યું કે, બાળપણથી તેણે ઇલેક્ટ્રિોનિક અને ગેજેટ્સમાં ઘણો રસ છે. આટલી નાની ઉંમરમાં તેનામાં ઘણું ટેલેન્ટ રહેલું છે. હું ખુશ છું કે તેણે મેડિકલ સ્ટાફ માટે રોબોટ બનાવ્યો.  

અન્ય સમાચારો પણ છે...