• Gujarati News
  • National
  • A Security Guard's Bones Were Broken In A Family Dispute, The Guard Was Crushed By An Audi Driver

ગાઝિયાબાદમાં 'હિટ એન્ડ રન'નો કેસ:સંબંધીઓના વિવાદમાં સિક્યોરિટી ગાર્ડના હાડકા તૂટ્યા, ઓડી કારચાલકે ગાર્ડને કચડી નાંખ્યો

21 દિવસ પહેલા

ઉતરપ્રદેશના ગાઝિયાબાદના વસુંધરા વિસ્તારમાં 'હિટ એન્ડ રન'નો કિસ્સો સામે આવ્યો હતો. અહીં એક યુવકે સોસાયટીનું બેરીઅર તોડીને ઓડી ગાડી સિક્યોરીટી ગાર્ડ પર ચડાવી દીધી હતી. આ સાથે સ્કૂટી ચાલકને પણ ટક્કર મારી હતી. જાણવા મળ્યું છે કે, સંબંધીઓ વચ્ચે થયેલા વિવાદ બાદ કારમાં સવાર યુવકો પર હુમલો થયો હતો અને તેમણે બચવા માટે કારની રફતાર વધારી હતી. વીડિયોમાં આ બન્ને ઘટના જોવા મળે છે. હાલમાં પોલીસે કાર ચાલકોની ફરીયાદના આધારે હુમલાનો કેસ નોંધ્યો છે જ્યારે ગાર્ડે આ બનાવ અંગે FIR નોંધાવી છે. આ વીડિયોમાં જોવા મળતી ઓડી કારની નંબર પ્લેટ રાજસ્થાનની હોવાનું જાણવા મળે છે.