જમ્મુ અને કાશ્મીરમાં રામબન અને રામસુ વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં ત્યાં કામ કરતા 13 મજૂરો કાટમાળમાં ફસાઈ ગયા હતા. જેમાંથી 3 મજૂરોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે, જમ્મુ અને કાશ્મીર ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીનું કહેવું છે કે 10 મજૂરો હજુ પણ કાટમાળમાં ફસાયેલા છે. રામબનના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે બચાવ કાર્ય હજુ ચાલુ છે.
રામબન જિલ્લાના મેકરકોટ વિસ્તારમાં જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે નજીક ખૂની નાળા પર ગુરુવારે રાત્રે લગભગ 10 વાગ્યે આ દુર્ઘટના બની હતી, જ્યાં ટનલ બનાવવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, ટનલ તૂટી પડ્યા બાદ તરત જ પોલીસ અને સેના દ્વારા સંયુક્ત બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ અકસ્માતમાં ટનલની સામે ઉભેલા વાહનો, બુલડોઝર, ટ્રક સહિત અનેક મશીનોને પણ નુકસાન થયું છે.
આ દુર્ઘટનામાં 13 મજૂરો ફસાઈ ગયા હતા.
કેન્દ્રીય મંત્રી ડો. જીતેન્દ્ર સિંહે ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું, 'હું DC મુસરત ઈસ્લામના સતત સંપર્કમાં છું. કાટમાળ નીચે લગભગ 10 મજૂરો દટાયા છે, અન્ય 2ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. તંત્ર અને પોલીસ અધિકારીઓ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.