• Gujarati News
 • National
 • A Review Meeting On Vaccination Will Be Held At 12 Noon, 40 District DMs Will Be Present

વેક્સિનેશન પર મોદીનું મંથન:તહેવારોની સિઝનમાં મોદીનો મંત્ર- કોરોનાનો બીજો ડોઝ બિલકુલ ચૂકશો નહીં; મોદીએ કહ્યું- રોગ અને શત્રુને ક્યારેય ઓછો ન આંકવો જોઈએ

નવી દિલ્હીએક મહિનો પહેલા
 • મોદીએ કહ્યું-વેક્સિનના બંને ડોઝ સમય પર લેવા પણ ખુબ જ જરૂરી છે
 • મોદીએ કહ્યું- રોગ અને શત્રુને ક્યારેય ઓછો ન આંકવો જોઈએ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે 48 જિલ્લાના જિલ્લાના ડીએમ સાથે બેઠક યોજી હતી જેઓ વેક્સિનેશનમાં પાછળ છે. આ બેઠકમાં અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ ભાગ લીધો હતો. દેશમાં જે જિલ્લાઓમાં ઓછું વેક્સિનેશન થયું છે તેવા જિલ્લાઓના ડીએમ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેઠક કરી હતી. સરકારી સૂત્રો મુજબ આવા જિલ્લાઓની સંખ્યા 48 છે. બુધવારે બપોરે વેક્સિનેશન અંગે સમીક્ષા બેઠક મળી છે. બેઠકમાં પીએમ મોદી (વર્ચ્યુઅલી) 48 જિલ્લાના જિલ્લા જિલ્લાધિકારીઓ સાથે વાત ચર્ચા કરી હતી. જ્યાં કોરોના વેક્સિનેશનનું કવરેજ ઘટ્યું છે. તેમાં ઝારખંડ, મણિપુર, નાગાલેંડ, અરુણાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, મેઘાલય, અને અન્ય રાજયોના જિલ્લાના ડીએમ ઉપસ્થિત રહ્યા હતા.

વર્ચ્યુઅલ બેઠકમાં મોદીએ ઓછા વેક્સિનેશનના કારણોની સમીક્ષા કરી હતી. વેક્સિનેશનનો મંત્ર આપતા મોદીએ કહ્યું કે આપણે દરેક ઘરે વેક્સિન, ઘરે-ઘરે વેક્સિન પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આ માટે ધર્મગુરુઓ મદદ પણ લઈ શકાય. બિરસા મુંડાની જન્મજયંતિ નજીક આવી રહી છે. આ પહેલા આપણે સમગ્ર આદિવાસી વિસ્તારોમાં વાતાવરણ બનાવવાનું છે. અમે તેમને આવી જ કેટલીક ભાવનાત્મક બાબતો સાથે જોડીશું, જેથી આદિવાસી સમાજમાં વેક્સિનેશનનો રેકોર્ડ બને.

મોદીએ કહ્યું- બંને ડોઝ સમય પર લેવા ખુબ જ જરૂરી
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે પ્રથમ ડોઝની સાથે સાથે બીજા ડોઝ પર પણ એટલું જ ધ્યાન રાખવું પડશે. કારણ કે જ્યારે કેસમાં ઘટાડો થવા લાગ્યો છે તો લોકોને પણ એવું લાગે છે કે હવે બીજો ડોઝ લેવાનું જલ્દી નથી. મોદીએ કહ્યું કે આપણે કોઈપણ પરિસ્થિતિમાં લોકોના વિચારોને ધીમા પડવા દેવાના નથી. આ જ ધીમા પડતાં લોકોના વિચારોને કારણે દુનિયાના કેટલાક દેશોમાં ફરીથી કોરોના વધવાના સમાચાર ચિંતા ઊભી કરી રહ્યા છે. આપણે તેનો સ્વીકાર નહીં કરી શકીએ. માટે વેક્સિનના બંને ડોઝ સમય પર લેવા પણ ખુબ જ જરૂરી છે.

મોદીએ વધુમાં કહ્યું હતું કે તમારા વિસ્તારના જે લોકોને નક્કી સમય મર્યાદામાં બીજો ડોઝ લગાવવામાં આવ્યો નથી, તેમનો સંપર્ક તમારે કરવો પડશે અને તેમને વેક્સિનનો બીજો ડોઝ આપવો પડશે. તેમણે કહ્યું હતું કે મફત વેક્સિનેશન અભિયાન હેઠળ આપણે એક જ દિવસમાં 2.5 કરોડ ડોઝ આપીને સિદ્ધિ મેળવી ચૂક્યા છીએ. વેક્સિનને ઘરે ઘરે પહોંચાડવા માટે જે પણ સપ્લાય ચેનની જરૂર છે, તે તૈયાર છે.

વેક્સિનેશનને ઝડપી બનાવવા માટે ધર્મગુરુઓની મદદ લો
મોદીએ વધુમાં કહ્યું હતું કે વેક્સિનેશન અભિયાનમાં જોડાયેલી મહિલાઓ પણ પોતાના મનથી કાર્યરત છે. જે બહેનો પોલીસમાં પણ સેવા આપી રહી છે, તેમણે પણ સાથે લઈ જાઓ. તમે જુઓ કે કેટલું જલ્દી પરિણામ મળે છે. હું ઈચ્છું છું કે તમારો જિલ્લો રાષ્ટ્રીય સરેરાશથી પણ આગળ વધે. હું જાણું છું કે તમારી સામે એક પડકાર અફવા અને મૂંઝવણ પણ છે. આ માટે મોટો ઉકેલ એ છે કે લોકોને વધુને વધુ જાગૃત કરવા જોઈએ. તમે સ્થાનિક ધર્મગુરુઓઓને ઉમેરો, તેમના વીડિયો બનાવો, તેમના વીડિયો ઘરે લઈ જાઓ. હું વેક્સિનેશન માટે ધર્મગુરુઓઓને મળ્યો અને તેમને અપીલ કરી હતી. આપણે પણ વેક્સિનેશન અંગે ધર્મગુરુઓના સંદેશને લોકો સુધી પહોંચાડવા પર ભાર મૂકવો પડશે.

પોપ ફ્રાંસિસ સાથેની મુલાકાતનો ઉલ્લેખ કર્યો
મોદીએ વધુમાં કહ્યું કે બધા ધર્મગુરુ વેક્સિનેશનની ખુબ જ તરફેણ કરી રહ્યા છે. તેમને કહ્યું કે 2 દિવસ પહેલા જ હું વેટિકનમાં હતો. ત્યાં પોપ ફ્રાંસિસ સાથે તેમની મુલાકાત થઈ. વેક્સિનેશન બાબતે બધા ધર્મગુરુઓ એકમત છે. વેક્સિનેશન અભિયાનને હવે દરેક ઘરે લઇ જવાની તૈયારી છે.

જો નરમ વલણ રાખવામાં આવ્યું તો સંકટ આવી શકે છે
મોદીએ કહ્યું કે જો 1 અબજ ડોઝ પછી આપણે ઢીલા પડી જઈશું તો સંકટ આવી શકે છે. અહીં કહેવામાં આવ્યું છે કે રોગ અને શત્રુને ક્યારેય ઓછો ન આંકવો જોઈએ. છેલ્લે સુધી લડવું જોઈએ. આપણે સહેજ પણ ઢીલ ન રાખવી જોઈએ. 100 વર્ષની આ સૌથી મોટી મહામારીમાં દેશે અનેક પડકારોનો સામનો કર્યો છે. એક ખાસ વાત એ છે કે આપણે નવા-નવા ઉપાયો શોધ્યા છે. પીએમ મોદીએ ડીએમને કહ્યું કે તમારે તમારા જિલ્લામાં નવીન પદ્ધતિઓ અપનાવવી પડશે.

PM મોદીની સૂચના

 • તમારા સંબંધિત જિલ્લામાં નવા નવીન વિચારો અપનાવો. નવી ટેક્નોલોજીથી જ ફાયદો થશે.
 • જે જિલ્લાઓએ 100% લક્ષ્યાંક હાંસલ કર્યો છે તેવા જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટની સલાહ લો.
 • માઇક્રો-કન્ટેનમેન્ટ ઝોન બનાવીને સંક્રમણની ગતિને રોકી શકાય છે.
 • વિશેષ કેમ્પ ગોઠવવાનો વિચાર સારો છે. તમે 20-25 લોકોની ટીમ બનાવીને આ કરી શકો છો.
 • NCC, NSA સહકર્મીઓની મહત્તમ મદદ લો. ધ્યેય સિદ્ધ કરવામાં તેમની મદદ લાભદાયી રહેશે.
 • વેક્સિનેશન કાર્યક્રમમાં વધુને વધુ મહિલા કર્મચારીઓને ઉમેરો. તેમને 5-7 દિવસ કામ કરાવ્યા પછી જ તમને ફરક સમજાશે.
 • વધુ લોકોને જાગૃત કરો. લોકો પાસેથી મદદ મેળવો. તેનો ટૂંકો વીડિયો બનાવો. ધાર્મિક ગુરુઓના વીડિયો પોસ્ટ કરો.

20-25 લોકોની ટીમ બનાવીને પણ કરી શકાય છે પ્રયાસ
વડાપ્રધાન મોદીએ કહ્યું કે તમારા જિલ્લાના એક એક ગામ, એક એક વિસ્તાર માટે જો જુદી જુદી રણનીતિ બનાવવી પડે તો તે પણ બનાવો. તમે તમારા વિસ્તાર પ્રમાણે 20-25 લોકોની ટીમ બનાવીને પણ વેક્સિનેશન ઝડપી બનાવી શકાય છે. જે ટીમ તમે બનાવી છે તેમાં એક સ્વસ્થ સ્પર્ધા હોય, તેવા પણ પ્રયાસ કરી શકાય છે.

ભારતનું કોરોના વેક્સિનેશન અભિયાન 106.79 કરોડને પાર
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મ્ણાત્રાલય અનુસાર, ભારતનું કોરોના વેક્સિનેશન અભિયાન 106.79 કરોડને પાર (106,79,85,487) પહોંચ્યું છે. એક નવેમ્બરે સાંજે 7 વાગ્યા સુધી વેક્સિનના 47 લાખથી વધુ (47,79,920) ડોઝ આપવામાં આવ્યા હતા. અંતિમ રિપોર્ટ તૈયાર થવાની સાથે વેક્સિનેશનનો આંક હજી પણ વધવાની આશા છે.

છેલ્લા 259 દિવસમાં કોરોનાના સૌથી ઓછા નવા કેસ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, મંગળવારે દેશમાં છેલ્લા 259 દિવસમાં કોરોનાના સૌથી ઓછા 10,423 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ દર્દીઓની સંખ્યા ઘટીને 1,53,776 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા નવા કેસ પછી, દેશમાં સંક્રમણથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 3,42,96,237 છે. છેલ્લા 24 કલાકમાં આ મહામારીને કારણે 443 લોકોના મોત થયા છે. આ સાથે, મહામારીથી મૃત્યુઆંક 4,58,880 પર પહોંચી ગયો છે.

કોરોનાથી સાજા થવાનો દર 98.24 ટકા
આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ હતું કે સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યા સંક્રમણના કુલ કેસમાંની 0.45 ટકા છે, જે માર્ચ 2020 બાદથી સૌથી ઓછી છે. જ્યારે, કોરોનાથી સાજા થવાનો દર પણ 98.21 ટકા છે. જે ગયા વર્ષે માર્ચથી સૌથી વધુ છે. મનહતાલય મુજબ, દરરોજ સંક્રમણ દર 1.03 ટકા નોંધાયો છે. છેલ્લા 29 દિવસથી તે 2 ટકા કરતાં પણ ઓછો છે. સાપ્તાહિક સંક્રમણ દર 1.16 ટકા નોંધાયો છે જે છેલ્લા 39 દિવસથી બે ટકાથી નીચે છે.

અન્ય સમાચારો પણ છે...