તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • A Record 57,074 Patients Were Found In Maharashtra In A Single Day, Compared To Only India And France.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહારાષ્ટ્ર કોરોના LIVE:વિશ્વમાં સૌથી મોટું હોટસ્પોટ બન્યું મહારાષ્ટ્ર, એક દિવસમાં રેકોર્ડ 57 હજાર કેસ; આ આંકડો દેશના બાકીના તમામ રાજ્યના કુલ સરવાળાથી વધુ

મુંબઈ16 દિવસ પહેલા
  • મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 222 કોરોનાના દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો

ઉદ્ધવ સરકાર માટે બન્ને મોર્ચે મૂશ્કેલી છે. મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના 57,074 નવા કેસ નોંધાયા છે, જે એક જ દિવસમાં રાજ્યમાં સૌથી મોટો આંક છે. દેશોની સાથે તુલના કરીએ તો મહારાષ્ટ્ર કરતાં વધુ કેસો ભારતમાં અને એ પછી ફ્રાન્સમાં જ સામે આવ્યા છે. ફ્રાન્સમાં 24 કલાકમાં 60,922 દર્દી મળ્યા હતા. બીજી તરફ એન્ટિલિયા કેસમાં નવા નવા ખુલાસા માથાનો દુખાવો બન્યા છે. આમ વિશ્વમાં કોરોનાનું સૌથી મોટું હોટસ્પોટ મહારાષ્ટ્ર બન્યું છે.

કુલ પોઝિટિવ દર્દી મુદ્દે મહારાષ્ટ્ર 10મા સ્થાને પહોંચી ગયું
રાજ્યમાં 24 કલાકમાં 222 કોરોનાના દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અત્યારસુધીમાં 30 લાખ 10 હજાર 597 લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. મૃત્યુઆંક 55,878 પર પહોંચી ચૂક્યો છે. કુલ કેસમાં મહારાષ્ટ્ર અન્ય દેશોની તુલનામાં એ 10મા ક્રમે પહોંચ્યું છે. એના કરતાં વધુ કેસો અમેરિકા, બ્રાઝિલ, સ્વયં ભારત, ફ્રાંસ, રશિયા, બ્રિટન, ઇટાલી, તુર્કી અને સ્પેનમાં છે.

30 સપ્ટેમ્બર સુધી વીકેન્ડ લોકડાઉનની જાહેરાત
મહારાષ્ટ્ર સરકારે કોરોનાને હરાવવા માટે 30મી એપ્રિલ સુધી વીકેન્ડ લોકડાઉનની જાહેરાત કરી છે. હવે રાજ્યમાં દર અઠવાડિયે શુક્રવારની રાત્રે 8 વાગ્યાથી સોમવારે સવારે 7 વાગ્યા સુધી કડક લોકડાઉન રહેશે, જ્યારે દરરોજ રાત્રે 8થી સવારે 7 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ ચાલુ રહેશે. રાજ્યમાં કોરોના સંકટની સમીક્ષા કરવા માટે રવિવારે પ્રધાનોની તાકીદની બેઠક મળી હતી. આ પછી સરકાર દ્વારા મહામારી સામે લડવા માટે નવી ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી છે.

ઉદ્ધવ સરકારની નવી ગાઈડલાઇન્સ

  • એમાં સાપ્તાહિક લોકડાઉન અને કોવિડ નિયમોને સખત રીતે લાગુ કરવાના નિર્ણયને મંજૂરી આપી હતી. રાત્રે 8થી સવારે 7 વાગ્યા સુધી તબીબી અને અન્ય મહત્ત્વપૂર્ણ સેવાઓ ચાલુ રહેશે, જ્યારે સવારે 7થી રાત્રે 8 વાગ્યા સુધી 5થી વધુ લોકોને એક જગ્યાએ એકઠા થવાની મનાઈ રહેશે.
  • દવા, દૂધ અને શાકભાજી-ફળો જેવી ચીજો સિવાય તમામ પ્રકારની દુકાનો બંધ રહેશે.
  • અતિ જરૂરી સેવાઓ સાથે સંકળાયેલા લોકો અને કર્મચારીઓને વેક્સિન લગાવવી પડશે.
  • તમામ બજારો, મોલ, સિનેમાઘરો, થિયેટરો, ધાર્મિક સ્થળો, સલૂન, બ્યૂટીપાર્લર, જિમ, રેસ્ટોરાં, બાર, વીડિયોપાર્લર, ક્લબ, ઓડિટોરિયમ, સ્પોર્ટસ કોમ્પ્લેક્સ અને સ્વિમિંગ પૂલ બંધ રહેશે.
  • બગીચા, ચોપાટી, બીચ જેવાં જાહેર સ્થળો રાત્રે 8થી સવારે 7 વાગ્યા સુધી બંધ રહેશે.
  • હોટલો ખુલ્લી રાખી શકાય છે. રેસ્ટોરાંમાં પાર્સલ સુવિધા જ મળશે. ફક્ત હોટલમાં રોકાનારા મહેમાનોના ભોજન માટે જ રેસ્ટોરાં ચલાવી શકાય છે. અન્ય લોકોને રેસ્ટોરાંમાં જમવા દેવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
  • ખેતી સંબંધિત કામ શરૂ રાખવામાં આવશે.
  • ઇ-કોમર્સ સેવાઓ નિયમિતપણે સવારે 7 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી ચાલુ રહેશે.
  • 45 વર્ષથી ઉપરના હોમ ડિલિવરી કર્મચારીઓને ફરજિયાત વેક્સિન લગાવવી પડશે. 45 વર્ષથી ઓછી ઉંમરના કર્મચારી માટે કોરોના RT-PCR ટેસ્ટ રિપોર્ટ આવશ્યક રહેશે. આ રિપોર્ટ 15 દિવસ સુધીનો જ માન્ય રહેશે
  • આ નિર્ણય 10 એપ્રિલથી અમલમાં આવશે. આ નિયમોનું પાલન ન કરનાર કર્મચારી પાસેથી રૂ .1000 અને સંબંધિત દુકાન અથવા સંસ્થા પાસેથી 10,000 રૂપિયા દંડ વસૂલવામાં આવશે.
  • રોડની સાઇડ ફૂડ સ્ટોરની દુકાનો સવારે 7 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી ફક્ત પાર્સલ સેવા આપી શકશે. પાર્સલની રાહ જોતાં ઊભ રહેલા ગ્રાહકોએ સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવું પડશે.
  • અખબારોની છાપકામ અને વિતરણ ચાલુ રહેશે, પરંતુ જે લોકો અખબારોનું વિતરણ કરે છે તેમને વેક્સિન લેવી પડશે.
  • પ્રોડક્શન યુનિટ અને તેના કેમ્પસમાં કોરોના નિયમોનું પાલન કરવું પડશે. કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ રહેશે, પરંતુ કન્સ્ટ્રક્શન સાઇટ પર કામદારો અને કર્મચારીઓએ રહેવાની વ્યવસ્થા કરવી પડશે.
  • સામગ્રીના પરિવહનને મંજૂરી આપવામાં આવશે.
  • કોરોના થવા પર કોઈપણ મજૂરને તેની નોકરીથી દૂર કરવામાં આવશે નહીં. બીમાર મજૂરોને પણ રજા માટેનું વેતન ચૂકવવું પડશે. કર્મચારીઓની તપાસ માટેની જવાબદારી કોન્ટ્રેક્ટરોની રહેશે.
  • જો કોઈ સોસાયટીમાં 5થી વધુ કોરોના દર્દીઓ મળી આવે છે, તો સંબંધિત બિલ્ડિંગને મિની કન્ટેન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવશે. સોસાયટી સામે મિની કન્ટેન્મેન્ટ ઝોનનું બોર્ડ લગાવવામાં આવશે. બિલ્ડિંગની બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.
કોરોનાના વધતા જોખમ વચ્ચે મુંબઈના જુહુ બીચ પર લોકો બિનધાસ્ત ફરતા જોવા મળ્યા હતા.
કોરોનાના વધતા જોખમ વચ્ચે મુંબઈના જુહુ બીચ પર લોકો બિનધાસ્ત ફરતા જોવા મળ્યા હતા.

આવશ્યક સેવાઓ સિવાય અન્ય ખાનગી ઓફિસો બંધ રહેશે
આરોગ્યમંત્રી રાજેશ ટોપે કહ્યું હતું કે રાજ્યમાં જરૂરી સેવાઓ સિવાય ખાનગી ઓફિસો સંપૂર્ણ બંધ રહેશે. ઘરેથી ખાનગી ઓફિસ માટે સંપૂર્ણપણે વર્ક ફ્રોમ હોમ જરૂરી રહેશે. નાણાકીય સેવા આપનાર- જેમ કે બેંકો, શેરબજાર, વીમા, મેડિક્લેમ અને ટેલિકમ્યુનિકેશન્સક્ષેત્રની ઓફિસો ખુલ્લી રહેશે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને વીજળી-પાણીના પુરવઠા સંબંધિત કાર્યાલય ખુલ્લાં રહેશે.

50 ટકા કર્મચારી ક્ષમતા સાથે સરકારી કાર્યાલય ખુલ્લાં રહેશે. કોરોનાથી સંબંધિત આરોગ્ય, તબીબી શિક્ષણ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને અન્ય વિભાગો સંપૂર્ણ ક્ષમતાથી ચાલતા રહેશે. મંત્રાલય અને સરકારી કચેરીઓમાં જેમણે વેક્સિન લીધી છે તેમને જ આવવાની મંજૂરી આપવામાં આવશે.

રાજ્યમાં 24X7 વેક્સિનેશન માટેની તૈયારીઓ શરૂ
રાજ્યમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસોમાં એક સારા સમાચાર એ છે કે શનિવારે રાજ્યમાં વેક્સિનના રેકોર્ડ 4 લાખ 62 હજાર ડોઝ આપવામાં આવ્યા હતા. રાજ્યના આરોગ્યમંત્રી રાજેશ ટોપે જણાવ્યું હતું કે કુલ વેક્સિનેશનના કેસોમાં પણ મહારાષ્ટ્ર દેશમાં ટોપ પર છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ જેવાં રાજ્યોને પાછળ રાખીને રાજ્યમાં 73 લાખ 54 હજાર 244 લોકોને કોરોના સંક્રમણથી બચવા માટે વેક્સિન આપવામાં આવી છે.

રાજ્યમાં હવે ચોવીસ કલાક, સાત દિવસ વેક્સિનેશનની તૈયારી ચાલી રહી છે. એની જાહેરાત આગામી 1-2 દિવસમાં થઈ શકે છે. 20થી વધુ બેડવાળી હોસ્પિટલોમાં વેક્સિનેશનની મંજૂરી આપવામાં આવશે.

ગેટ-વે ઓફ ઈન્ડિયા પર આવનારા મુસાફરોની તપાસ કરતાં BMCના કર્મચારી.
ગેટ-વે ઓફ ઈન્ડિયા પર આવનારા મુસાફરોની તપાસ કરતાં BMCના કર્મચારી.

ભાજપે કહ્યું- લોકડાઉન પર સરકારને સમર્થન
સરકારે લોકડાઉન કરવાના નિર્ણય અંગે વિધાનસભાના વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે લોકડાઉનના નિર્ણયને અમારું સમર્થન છે. લોકોએ રાજ્ય સરકારના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. હોસ્પિટલોમાં કોરોના દર્દીઓ માટે બેડની સંખ્યા અપૂરતી છે. દવાઓની પણ અછત છે. સરકારે પણ આ તરફ ધ્યાન આપવું જોઈએ. લોકડાઉન દરમિયાન સરકારે સામાન્ય લોકો માટે કેટલીક જરૂરી જોગવાઈઓ કરવી જોઈએ. કોરોનાને અટકાવવા માટે રાજ્યમાં મોટે પાયે વેક્સિનેશનની જરૂર છે.

પંઢરપુર પેટાચૂંટણી માટે છૂટ
નાયબ મુખ્યમંત્રી મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું હતું કે પંઢરપુર વિધાનસભા પેટાચૂંટણીઓ માટેના કોરોનાના નિયમોમાં છૂટ આપવામાં આવી છે, કારણ કે ભારતના ચૂંટણીપંચે પેટાચૂંટણીઓની જાહેરાત કરી દીધી છે. 17 એપ્રિલના રોજ પેટાચૂંટણી માટે મતદાન કર્યા બાદ પંઢરપુરમાં પણ કડક નિયમો લાગુ થશે.

રેમડેસિવિર ઇન્જેક્શનના નિયંત્રણ માટે નિયમ લાગુ કરવામાં આવશે
લઘુમતી વિકાસમંત્રી નવાબ મલિકે કહ્યું હતું કે ખાનગી હોસ્પિટલોમાં જેને જરૂર નથી તેને પણ રેમડેસિવિર ઇન્જેક્શન આપવામાં આવે છે. એની અછતની ફરિયાદો મળી રહી છે, તેથી હવે રેમડેસિવિર ઇન્જેક્શનના નિયંત્રણ માટે નિયમ લાગુ કરવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો