તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • A Record 4.01 Million Cases Were Reported In The Last 24 Hours, 7 Times More Than The Number Of Newly Infected Patients Found In The United States.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના દેશમાં:કેજરીવાલ સરકારે દિલ્હીમાં લોકડાઉન એક સપ્તાહ લંબાવ્યું, દેશમાં 24 કલાકમાં રેકોર્ડ 4.01 લાખ કેસ નોંધાયા

નવી દિલ્હી12 દિવસ પહેલા
  • આ આંકડો સૌથી વધુ સંક્રમિત અમેરિકામાં મળેલા નવા દર્દીઓથી 7 ગણો
  • વિશ્વમાં કોરોનાથી સૌથી વધુ મૃત્યુ ભારતમાં જ થઈ રહ્યા

દિલ્હીમાં કોરોનાના વધી રહેલા કેસ બાદ લોકડાઉનને એક સપ્તાહ લંબાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે સાંજે આ અંગે જાહેરાત કરી હતી. અગાઉ અહીં 3 મેની સવારે 5 વાગ્યા સુધી લોકડાઉન કર્યું હતું, જેને લંબાવીને 10 મે સવારે 5 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે.

અહીં છેલ્લા 15 દિવસથી 20 હજારથી વધારે નવા કેસ આવી રહ્યા છે. શુક્રવારે 27,047 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. 375 લોકોએ સંક્રમણને લીધે જીવ ગુમાવ્યા હતા.

હાઈકોર્ટે દિલ્હી સરકારને પૂછ્યું- સેનાની મદદ શા માટે લેવામાં આવી નથી?
આ અગાઉ દિલ્હીની હોસ્પિટલોમાં ઓક્સિજન સપ્લાઈ, બેડ અને દવાઓની અછતને લઈ દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ, જેમાં દિલ્હી સરકારે કહ્યું કે સરકાર રાજધાનીમાં બેડોની સંખ્યા 15 હજાર સુધી વધારી રહી છે, જોકે આપણી પાસે આ બેડ માટેે ઓક્સિજન નથી. આ અંગે કોર્ટે પ્રશ્ન કર્યો કે દિલ્હી સરકારે અત્યાર સુધી સેનાની મદદ લેવાનો પ્રયત્ન શા માટે કર્યો નથી. કોર્ટે કહ્યું કે જો તમે સેનાની મદદ લેશો તો તેમનું પોતાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ હશે.

દેશમાં શુક્રવારે નવા કેસનો આંકડો 4 લાખથી વધારે રહ્યો

દેશમાં કોરોનાની બીજી લહેર દિવસેને દિવસે ખતરનાક બની રહી છે. શુક્રવારે અહીં રેકોર્ડ 4 લાખ 1 હજાર 911 નવા કેસ નોંધાયા હતા. તે વિશ્વના કોઈપણ દેશમાં એક જ દિવસમાં મળેલા સંક્રમિત લોકોની આ સંખ્યા સૌથી વધુ છે. એટલું જ નહીં, આ આંકડો વિશ્વમાં નોંધાયેલા કુલ નવા કેસો (8.66 લાખ)ના 46% છે. ભારત બાદ બ્રાઝિલમાં 73,076 અને અમેરિકામાં 58,700 સંક્રમિતોમાં કોરોનાની પુષ્ટિ થઈ હતી.

મૃત્યુના આંકડાઓની વાત કરીએ તો, વિશ્વમાં સૌથી વધુ મૃત્યુ ભારતમાં જ થઈ રહ્યા છે. ગઇકાલે અહીં કોરોનાને કારણે 3,521 લોકોનાં મોત થયાં હતાં. આ પણ એક રેકોર્ડ છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ મોત થયાં, જ્યાં 828 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

દેશમાં કોરોના મહામારીના આંકડા

  • છેલ્લા 24 કલાકમાં નવા નવા કેસ આવ્યા: 4.01 લાખ
  • છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ: 3,521
  • છેલ્લા 24 કલાકમાં કુલ રિકવર થયા: 2.98 લાખ
  • અત્યાર સુધીમાં કુલ કેસ: 1.91 કરોડ
  • અત્યાર સુધી સાજા થયા: 1.56 કરોડ
  • અત્યાર સુધીમાં કુલ મૃત્યુ: 2.11 લાખ
  • હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા: 32.64 લાખ

10 દિવસથી નવા કેસ 3 લાખને પાર

તારીખ

નવા કેસ (લાખમાં)

21 એપ્રિલ

3.15

22 એપ્રિલ

3.32

23 એપ્રિલ

3.45

24 એપ્રિલ

3.48

25 એપ્રિલ

3.54

26 એપ્રિલ

3.19

27 એપ્રિલ

3.62

28 એપ્રિલ

3.79

29 એપ્રિલ

3.86

30 એપ્રિલ

4.01

આ ફોટો બેંગલુરુનો છે. અહીં ઓક્સિજન સપોર્ટ સાથે એક કોરોનાના દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા માટે લઈ જતાં હેલ્થકેર વર્કર્સ.
આ ફોટો બેંગલુરુનો છે. અહીં ઓક્સિજન સપોર્ટ સાથે એક કોરોનાના દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા માટે લઈ જતાં હેલ્થકેર વર્કર્સ.

કોરોના અપડેટ્સ

  • અમેરિકાએ 4 મેથી ભારતથી આવતા મુસાફરો પર પ્રતિબંધ મૂક્યો છે. અમેરિકન વહીવટીતંત્રે આ નિર્ણય વધતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને લીધો છે.
  • વાયુસેનાએ સિંગાપોરથી ચાર ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનરોને એકલિફ્ટ કર્યા છે. આવતીકાલે અન્ય ચાર કન્ટેનર લાવવામાં આવશે. આ સાથે શુક્રવારે એરફોર્સે નાગાલેન્ડના દિમાપુરમાં ઓક્સિજન પ્લાન્ટ માટે જરૂરી સાધનો મોકલો.
  • શુક્રવારે દેશભરના 15 કરોડ 48 લાખ લોકોને વેક્સિનનો પ્રથમ અને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજથી દેશમાં 18 થી 45 વર્ષની વય જૂથના લોકોને વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવશે.

મુખ્ય શહેરોની પરિસ્થિતિ

1. મહારાષ્ટ્ર
શુક્રવારે, 62,919 લોકો પોઝિટવ મળી આવ્યા હતા. 69,710 લોકો સાજા થયા અને 828 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 46 લાખ 02 હજાર લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. તેમાંથી 38.68 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 68 હજાર 813 લોકોનાં મોત નીપજ્યાં છે. 6 લાખ 62 હજાર 640 દર્દીઓની હાલ સારવાર કરવામાં આવી રહી છે.

2. ઉત્તરપ્રદેશ
અહીં શુક્રવારે 34,372 લોકોને સંક્રમણ લાગ્યું હતુ. 32,494 લોકો સાજા થયા અને 332 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 52 હજાર લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 9 લાખ 28 હજાર સાજા થયા છે, જ્યારે 12,570 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 3 લાખ 10 હજાર દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

3. દિલ્હી
શુક્રવારે દેશની રાજધાની દિલ્હીમાં 27,047 લોકો કોરોના પોઝિટિવ મળ્યા. 25,288 લોકો સ્વસ્થ થયા અને 375 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 11 લાખ 49 હજાર લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 10 લાખ 33 હજાર લોકો સાજા થયા છે, જ્યારે 16,147 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 99,361ની સારવાર ચાલી રહી છે.

4. છત્તીસગઢ
શુક્રવારે, 14,994 લોકોને કોરોનાથી સંક્રમણ લાગ્યું હતુ. 13,677 લોકો સ્વસ્થ થયા અને 269 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 7 લાખ 28 હજાર લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. તેમાંથી 6 લાખ 01હજારો લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 8,581 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 1 લાખ 18 હજાર 958 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

5. ગુજરાત
શુક્રવારે રાજ્યમાં 14,605 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. 10,180 લોકો સાજા થયા અને 173 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધી 5 લાખ 67 હજાર 777 લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 4 લાખ 18 હજાર548 લોકો સાજા થયા છે, જ્યારે 7,183 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. અહીં 1,42,046 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

6. મધ્યપ્રદેશ
શુક્રવારે રાજ્યમાં 12,400 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. 13,584 લોકો સ્વસ્થ થયા અને 97 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધી 5 લાખ 63 હજાર 327 લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 4 લાખ66 હજાર 915 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 5,616 લોકો મૃત્યુ પામ્યા છે. અહીં 90,796 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

વધુ વાંચો