તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દિલ્હી અને કર્ણાટકમાં એક દિવસમાં મળેલા દર્દીઓની સંખ્યાએ નવો રેકોર્ડ બનાવ્યો છે. કર્ણાટકમાં 7,955 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને 46 દર્દીના મોત થયા છે. એવી જ રીતે દિલ્હીમાં 8,521 લોકોમાં કોરોનાની પૃષ્ટિ થઈ છે. અહીં 39 દર્દીના મોત થયા છે. મહારાષ્ટ્ર હજુ પણ સૌથી વધારે અસરગ્રસ્ત રાજ્ય છે. અહીં 58,993 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે સંક્રમણે 301 દર્દીના જીવ લીધા છે. મહારાષ્ટ્ર બાદ UPમાં છેલ્લા 24 કલાકમાં 9587 કેસ મળ્યા છે. આ ઉપરાંત કેરળ અને તમિલનાડુમાં પણ 5 હજારથી વધારે કેસ સામે આવ્યા છે.
બીજીબાજુ દેશમાં અત્યાર સુધીમાં 9.78 કરોડ ડોઝ લગાવવામાં આવ્યા છે. હેલ્થ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે શુક્રવારે 32.16 લાખ લોકોનું વેક્સિનેશન થયું છે.કોરોનાના વધતાં કહેર વચ્ચે વધુ એક ચિંતાના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા એક સપ્તાહની અંદર એમ્સ નવી દિલ્હીના અનેક ડોકટરો સહિત 32 હેલ્થ વર્કર્સ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે, મીડિયા રિપોર્ટ મુજબ આ તમામ લોકોને વેક્સિનના બંને ડોઝ આપી ચુકાયા છે. એક દિવસ પહેલા જ સાર ગાંગરામ હોસ્પિટન્લ 37 ડોકટરો પણ પોઝિટિવ મળ્યા હતા. શુક્રવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સાર ગંગારામ હોસ્પિટમ્લ ડિરેકટર સાથે મુલાકાત કરીને સ્થિતિની સમિક્ષા કરી હતી.
છત્તીસગઢ દેશનું સૌથી વધુ સંક્રમિત રાજ્ય
દેશમાં એક્ટિવ દરની દ્રષ્ટિએ છત્તીસગઢ દેશમાં સૌથી વધુ સંક્રમિત રાજ્ય બન્યું છે. અહીં સૌથી વધુ 16.7% દર્દીઓ એવા છે જેની સારવાર ચાલી રહી છે. આ મામલામાં મહારાષ્ટ્ર બીજા ક્રમે છે. અહીં 16.1% એક્ટિવ કેસ છે.
છત્તીસગઢના કોરોના આંકડા પર નજર કરીએ તો અત્યાર સુધીમાં 4 લાખ 7 હજાર 231 લોકો અહીં સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે. તેમાંથી 3 લાખ 34 હજાર 543 લોકો સાજા થયા છે, જ્યારે 4,563 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. 68 હજાર 125 એટલે કે 16.7% દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
. ચંદીગઢનો એક્ટિવ દર 10.6% અને પંજાબનો 10% છે. દેશમાં દર્દીઓને મળવાની ગતિ પણ વધીને 9.21% થઈ છે. તેનો અર્થ એ કે હવે દર 100 માંથી 9 લોકોને કોરોના પોઝિટિવ મળી રહ્યા છે.
ગુરુવારે રેકોર્ડ 1.31 લાખ દર્દી મળ્યા
દેશમાં કોરોનાવાયરસથી દરરોજ પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. દરરોજ કોરોનાના કેસોનો આંક નવો રેકોર્ડ બનાવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 1 લાખ 31 હજાર 878 કેસ નોંધાયા હતા. ગત વર્ષે વાયરસની શરૂઆત થયા પછી અત્યારસુધીમાં એક જ દિવસમાં નોંધાયેલા દર્દીઓની આ સંખ્યા સૌથી વધુ છે. બુધવારે દેશમાં સૌથી વધુ 1 લાખ 26 હજાર 276 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
ગુરુવારે રિકવર થનારા લોકોની સંખ્યા 61 હજાર 829 હતી. સંક્રમણને કારણે 802 લોકોનાં મોત થયાં હતાં. 17 ઓક્ટોબર પછી આ પહેલીવાર છે, જ્યારે એક જ દિવસમાં 800થી વધુ લોકોનાં મોત થયાં છે. 17 ઓક્ટોબરે 1032 દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
હવે દર 100 લોકોમાંથી 9 પોઝિટિવ મળી રહ્યા
દેશમાં દર્દીઓને મળવાની ગતિ પણ વધીને 9.21% થઈ છે. એનો અર્થ એ કે હવે દર 100માંથી 9 લોકોને કોરોના પોઝિટિવ સામે આવી રહ્યા છે. ત્રણ અઠવાડિયાં પહેલાં, એટલે કે 11 અને 17 માર્ચની વચ્ચે દર્દીઓ મળવાની ગતિ 3.11%, 18થી 24 માર્ચની વચ્ચે 4.46% અને 25થી 31 માર્ચની વચ્ચે 6.04%ની ગતિએ દેશમાં કોરોના દર્દીઓમાં વધારો થઈ રહ્યો હતો.
અમેરિકાના માર્ગે ભારત, પહેલાં કેસો ઓછા થયા અને પછી અચાનક વધવાનું શરૂ થયું
કોરોના કેસના મામલે ભારત પણ અમેરિકાના માર્ગે જઇ રહ્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં પણ ગયા વર્ષે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં કેસો ખૂબ જ ઝડપથી ઘટવા માંડ્યા હતા, પછી અચાનક ઓક્ટોબરથી એ વધવા લાગ્યા અને ડિસેમ્બરમાં એક મહિનામાં રેકોર્ડ 63.45 લાખ દર્દી મળી આવ્યા હતા.
અમેરિકામાં કોરોનાની પહેલી પીક 24 જુલાઈએ આવી હતી, જ્યારે એક જ દિવસમાં સૌથી વધુ 80 હજાર કેસ નોંધાયા હતા, પરંતુ બીજી પીકમાં આ બધા રેકોર્ડ તૂટી ગયા હતા. 7 નવેમ્બરથી અહીં દરરોજ એક લાખથી વધુ દર્દીઓ નોંધાઈ રહ્યા હતા. 8મી જાન્યુઆરીએ અહીં રેકોર્ડ 3 લાખ 9 હજાર લોકો પોઝિટિવ મળી આવ્યા હતા.
ભારતમાં પણ આવું જ કંઈક થઈ રહ્યું છે. ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં ઘણા ઓછા કેસો નોંધાયા હતા, પરંતુ માર્ચથી એ ખૂબ જ વધી ગયા. હવે દરરોજ એક લાખથી વધુ દર્દીઓ વધી રહ્યા છે. ભારતમાં કોરોનાની પ્રથમ પીકમાં એક જ દિવસમાં સૌથી વધુ 97 હજાર લોકો પોઝિટિવ નોંધાયા હતા. આંકડા દર્શાવે છે કે જો આ વખતે જલદીથી સંક્રમણની વધતી ગતિ પર કાબૂ મેળવવામાં નહીં આવે તો પછી અમેરિકા કરતાં પણ પરિસ્થિતિ વધુ વધુ ખરાબ થશે.
કોરોનાં અપડેટ્સ
મુખ્ય રાજ્યોની પરિસ્થિતિ
1. મહારાષ્ટ્ર
અહીં ગુરુવારે 56,286 નવા કેસ નોંધાયા હતા. 36,130 દર્દી સાજા થયા અને 376 લોકોનાં મોત થયાં છે. રાજ્યમાં અત્યારસુધીમાં 32.29 લાખ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 26.49 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 57,028 લોકોનાં મોત થયાં છે, જોકે હાલમાં લગભગ 5.21 લાખ લોકો સારવાર હેઠળ છે.
2. દિલ્હી
ગુરુવારે અહીં 7,437 નવા કેસ આવ્યા હતા. 3,363 સાજા થયા અને 42 લોકોનાં મોત નીપજ્યાં. આ મહામારીથી અત્યારસુધીમાં 6.98 લાખ લોકો ઝપેટમાં આવી ચૂક્યા છે. 6.98 લાખ સાજા થયા છે અને 11,175 લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં 23,181 લોકોની સારવાર ચાલી રહી છે.
3. મધ્યપ્રદેશ
રાજ્યમાં ગુરુવારે 4,324 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા, 2296 લોકો સ્વસ્થ થયા હતા અને 27 લોકો મૃત્યુ પામ્યા હતા. અહીં અત્યારસુધીમાં કોરોનાના 3 લાખ 22 હજાર 338 કેસ નોંધાયા છે. તેમાંથી 2 લાખ 90 હજાર 165 લોકો સાજા થયા છે, જ્યારે 4113 લોકોનાં મોત થયાં છે. હાલમાં 28 હજાર 60 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.
4. ગુજરાત
અહીં ગુરુવારે 4,021 નવા કેસ નોંધાયા છે. 2,197 દર્દી સાજા થયા છે, જ્યારે 35 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં 3.32 લાખ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 3.07 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 4,655 લોકોનાં મોત થયા છે. હાલમાં 20,473 દર્દીઓની સારવાર ચાલી રહી છે.
5. પંજાબ
ગુરુવારે 3,119 નવા દર્દી મળી આવ્યા હતા. 2,480 સાજા થયા, જ્યારે 56 મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 2.63 લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 2.29 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 7,334 લોકોનાં મોત થયા છે. હાલમાં 26,389 લોકો સારવાર લઈ રહ્યા છે.
6. રાજસ્થાન
ગુરુવારે રાજ્યમાં 3,526 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. 520 લોકો સાજા થયા અને 20 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 3 લાખ 50 હજાર 317 લોકો અહીં સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. તેમાંથી 3 લાખ 26 હજાર 299 લોકો સ્વસ્થ થયા છે, જ્યારે 2886 લોકો મૃત્યુ પામ્યા છે. હાલ 21 હજાર 132 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
7. છત્તીસગઢ
રાજ્યમાં સતત બીજા દિવસે 10,000થી વધુ લોકો પોઝિટિવ મળી આવ્યા હતા.. છત્તીસગઢ મહારાષ્ટ્ર પછી બીજું રાજ્ય છે જ્યાં એક જ દિવસમાં આટલા દર્દીઓ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં અહીં 10 હજાર 652 લોકોને સંક્રમણ લાગ્યું હતું. 1316 લોકો સાજા થયા અને 94 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 4 લાખ 7 હજાર 231 લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. તેમાંથી 3 લાખ 34 હજાર543 લોકો સાજા થયા છે, જ્યારે 4563 દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 68 હજાર 125 દર્દી સારવાર લઈ રહ્યા છે.
8. ઉત્તરપ્રદેશ
ગુરુવારે રાજ્યમાં રેકોર્ડ 8,474 દર્દી મળી આવ્યા હતા. 1084 લોકો સ્વસ્થ થયા અને 39 લોકો મૃત્યુ પામ્યા. અહીં અત્યારસુધીમાં 6 લાખ 54 હજાર 404 લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. તેમાંથી 6 લાખ 6 હજાર 63લોકો સ્વસ્થ થઈ ગયા છે, જ્યારે 9003 દર્દી મૃત્યુ પામ્યા છે. 39 હજાર 338 દર્દી સારવાર લઈ રહ્યા છે.
Sponsored By
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.