ઉત્તરપ્રદેશના કાનપુરમાં જોવા મળેલું જટાયુ જેવું આ ગીધ આજકાલ ચર્ચાનો વિષય છે. શહેરની મોટી ઈદગાહમાં આવેલા કબ્રસ્તાનમાં કેટલાક યુવકોએ ચાદરની મદદથી તેને પકડ્યું હતું. મહાકાય કદ ધરાવતું આ પક્ષી સો વર્ષનું આયુષ્ય ધરાવતું હિમાલયન સફેદ ગીધ છે. આ પ્રજાતિ હવે લુપ્ત થઈ રહી છે. પાંચ પાંચ ફૂટ મોટી પાંખો ધરાવતું આ સફેદ ગીધ વૃદ્ધાવસ્થાને કારણે જ પકડાયું હોવાનું સામે આવ્યું છે. ગીધની આ દુર્લભ પ્રજાતિ સામાન્ય રીતે હિમાલયના 13 હજાર ફૂટ ઊંચાઈ પર જ જોવા મળે છે. લુપ્ત થતી પ્રજાતિ એવા ગીધની પણ એક દુર્લભ જાતિના હિમાલયન સફેદ ગીધનો વીડિયો જુઓ આજની DB REELSમાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.