• Gujarati News
  • National
  • A Rally In Gujarati Chanting 'Ram Ram', Leaving MPs At Naidu's Farewell Function, Spoke Of The Gujarat BJP In A Way That Hardly Anyone Would Have Heard.

સંસદમાં રૂપાલાએ ગીત લલકાર્યું, VIDEO:એ રામ રામ કહીને ગુજરાતીમાં જમાવટ, નાયડુના વિદાય સમારોહમાં સાંસદો જોતાં રહી ગયા

2 મહિનો પહેલા

રાજ્યસભાના સાંસદ તથા મત્સ્ય અને પશુપાલનમંત્રી પરસોત્તમ રૂપાલાનો સંસદમાં અનોખો અંદાજ જોવા મળ્યો. સોમવારે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના વિદાય સમારોહમાં રૂપાલાએ રાજ્યસભામાં જમાવટ બોલાવી. રૂપાલાએ આ ચાર-પાંચ મિનિટનું આખેઆખું ભાષણ ગુજરાતીમાં જ કર્યું. રૂપાલાએ ભાષણની શરૂઆતમાં જ નાયડુ પરિવારના આતિથ્યસત્કારની વાત કરી. જેની સાથે રૂપાલાએ ગુજરાતના જાણીતા કવિ કાગ બાપુની રચના 'હે જી તારા આંગણિયા...'ની પંક્તિઓ પણ લલકારી. રૂપાલાને સંસદમાં આ ગીત ગાતા સાંભળી સાંસદો પણ પાટલી થપથપાવવા લાગ્યા.

આ સાથે રૂપાલાએ વેંકૈયા નાયડુના સરદારપ્રેમની પણ વાત કરી. તેમણે કહ્યું કે, નાયડુ જેવા સરદારપ્રેમી ભાગ્યે જ કોઈ હશે. તેમના ઘરથી માંડીને ઓફિસ સુધીમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિકૃત્તિઓ હોવાની વાત કરી. એટલું જ નહીં નાયડુ સોમનાથ દર્શને શા માટે આવ્યા હતા એ પણ વાત કરી.

આ વાત કરતાં કરતાં રૂપાલાએ ગુજરાત ભાજપના 1995-96ના સંકટની વાત પણ કરી. તેમણે કહ્યું કે, એ સમયે વેંકૈયા નાયડુ 15 દિવસ સુધી ગુજરાતમાં રહ્યા હતા. એક-એક ધારાસભ્યને સમજાવવાનું અને સાથે રાખવાનું કામ કરતાં હતા. રમૂજી અંદાજમાં તેમણે કહ્યું કે, વેંકૈયાજી અંગ્રેજીમાં વાત કરતાં હતા પણ તેમાં કોઈને ટપો પડતો નહોતો. એટલે જયનારાયણ વ્યાસ એ જ વાત ગુજરાતીમાં સમજાવતા હતા.

આખરે રૂપાલાએ ગુજરાતી અંદાજમાં એ રામરામ કહીને ભાષણ પૂરું કર્યું હતું. ચાર-પાંચ મિનિટના આ ટૂંકા ભાષણ દરમિયાન સાંસદો રૂપાલાના આ અંદાજને મટકું માર્યા જ જોઈ રહ્યા.

અન્ય સમાચારો પણ છે...