પતિ સાથેના વિવાદમાં મહિલાએ અઢી વર્ષના માસૂમને ક્રૂરતાથી માર માર્યો. બાળક બૂમો પાડતો રહ્યો પરંતુ માનું હ્રદય ન પીગળ્યું. ઘરમાં હાજર પરિવારના કોઈ સભ્યએ આ ક્રૂરતાનો વીડિયો બનાવ્યો હતો. મંગળવારે આ વીડિયો શેર કર્યો. આ મામલો છે રાજસ્થાનમાં આવેલા ધૌલપુરના બાડી વિસ્તારનો.
માસૂમને માર મારવાનો આ વીડિયો બાડી પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચ્યો. પતિના રિપોર્ટ પર પોલીસે જુવેનાઈલ એક્ટ અંતર્ગત કેસ દાખલ કરીને મહિલાને પોલીસ સ્ટેશને લઈ આવી. કોતવાલી પોલીસ સ્ટેશનના પ્રભારી બિજેન્દ્ર સિંહે જણાવ્યું કે વીડિયોમાં અઢી વર્ષના માસૂમને નિર્દયતાથી માર મારતી મહિલા સરોજ અલીગઢ રોડની રહેવાસી છે. આરોપી મહિલાનો પતિ બંટી દિલ્હીમાં દુકાનમાં કામ કરે છે. હાલમાં જ તે પોતાના ઘરે આવ્યો હતો.
સોમવારે પતિ-પત્ની વચ્ચે વિવાદ થયો હતો. વિવાદ વચ્ચે મહિલાએ સાવેણી ઉઠાવી અને અઢી વર્ષના માસૂમને નિર્દયતાથી માર મારવાનું શરૂ કરી દીધું. મહિલાએ ગુસ્સામાં માસૂમને ફંગોળતી રહી. ક્રૂરતાપૂર્વક માર મારતા મા માસૂમને દરવાજા સુધી લઈ ગઈ અને ત્યાં ઘા કરી દીધો. અસહ્ય મારને કારણે માસૂમ મોટે મોટેથી બૂમો પાડતો રહ્યો, પરંતુ માનું દિલ પીગળ્યું ન હતું.
મહિલાની સાસુએ પણ તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ન માની. આ દરમિયાન ઘરના જ એક સભ્યએ ક્રૂરતાનો આ વીડિયો બનાવી લીધો. આ દરમિયાન ઘરમાં મહિલાની સાસુ, નણંદ અને પતિ પણ હાજર હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે પતિની ફરિયાદ બાદ પોલીસ મહિલાને સ્ટેશને લઈ આવી અને તેની પૂછપરછ કરી.
આ વાતને લઈને હતો વિવાદ
મહિલાનો પતિ દિલ્હીમાં દુકાન ચલાવે છે. મહિલા થોડાં દિવસ પહેલાં દિલ્હી પણ ગઈ હતી. પતિ બે દિવસ માટે તેને લઈને ગામડે આવ્યો હતો. તે તેને ગામડે જ છોડીને દિલ્હી જવા માગતો હતો. જે વાતને લઈને પતિ-પત્ની વચ્ચે ઝઘડો થઈ ગયો. જેનો ગુસ્સો મહિલાએ માસૂમ પર ઉતાર્યો હતો. મહિલાના લગ્ન 13 વર્ષ પહેલાં થયા હતા અને તેમને બે બાળકો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.