• Gujarati News
  • National
  • A Quarrel Broke Out Over The Removal Of The Car, The Miscreants Ran Away After Beating.

જયપુરમાં પેટ્રોલપંપ પર મારામારી, VIDEO:કાર હટાવવા બાબતે ગાળો બોલતા થયો ઝઘડો, મારપીટ કરીને બદમાશો ભાગી ગયા.

20 દિવસ પહેલા

જયપુરમાં સહકાર માર્ગ સ્થિત પેટ્રોલ પંપ પર ત્રણ બદમાશોએ બે મીડિયાકર્મીઓને માર માર્યો હતો. ઓટોમાં આવેલા બદમાશોએ વાહન હટાવવા બાબતે મીડિયાકર્મીઓ સાથે દુર્વ્યવહાર કર્યો હતો. મીડિયાકર્મીઓએ અપશબ્દો બોલવાની ના પાડતાં બંને વચ્ચે મારામારી થઈ હતી. બંને મીડિયાકર્મીઓને ઇજા પહોંચાડીને બદમાશો ત્યાંથી ભાગી ગયા હતા.ત્યારબાદ બંને ઘાયલ મીડિયા કર્મચારીઓને હોસ્પિટલ લઈ જવાયા હતા.પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી ફૂટેજમાં બદમાશોની હુમલાનું આ કૃત્ય કેદ થઈ ગયું હતું. જો કે આ ઘટનામાં પોલીસે શનિવારે મોડી રાત્રે બે બદમાશોને ઝડપી લીધા હતા અને પોલીસ હાલ અન્ય એક ફરાર આરોપીને શોધી રહી છે.

અન્ય સમાચારો પણ છે...