• Gujarati News
  • National
  • A Quarrel Broke Out Between Members Of The Same Family Over Wire Fencing On The Farm, With Both Sides Raining Sticks On Each Other.

MPમાં બે જુથ વચ્ચે ઉછળી લાકડીઓ, VIDEO:ખેતરમાં તારના ફેન્સીંગ બાબતે એક જ પરિવારના સભ્યો વચ્ચે થયો હતો ઝઘડો, બંને પક્ષોએ એક-બીજા પર વરસાવી લાકડીઓ

રાયસેન19 દિવસ પહેલા
  • એક જ પરિવારના સભ્યોએ એકબીજા પર લાકડીઓ વડે હુમલો કર્યો

મધ્યપ્રદેશના રાયસેનમાં નાની એવી વાત બાબતે એક જ પરિવારના બે જુથ વચ્ચે અથડામણ થયુ હતું. એક જ પરિવારના બે જુથ લાકડીઓ વડે એકબીજા પર તૂટી પડ્યા હતા. મહિલાઓ અને વૃદ્ધોને પણ માર મારવામાં આવ્યો હતો. મહિલાઓ બૂમો પાડી રહી હતી. એક જ પરિવારના બે પક્ષો વચ્ચે વિવાદ ખેતરમાં તારના ફેન્સીંગ બાબતે ઝઘડો થયો હતો. મારપીટમાં બંને પક્ષના લોકો ઘાયલ થયા હતા. પોલીસે આ મામલે બંને પક્ષે સામ-સામે FIR નોંધાવી છે.

ખેતરમાં તારની ફેન્સીંગ બાબતે વિવાદ
ઘટના મધ્યપ્રદેશના દેવરીના રિછાવર ગામની છે. બે દિવસ બાદ મારપીટનો આ વીડિયો સામે આવ્યો છે. ટેરેસ પરથી પરિવારના જ એક સભ્ય દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો હતો. ગામના એક જ પરિવારના કમલ સિંહ, શંકર સિંહ ઓંકર, ભગવાનસિંહ, ઘનશ્યામ લોધી વચ્ચે ખેતરમાં બાંધેલી તારની ફેન્સીંગ હટાવવા બાબતે વિવાદ થયો હતો. વિવાદ એટલો વધી ગયો કે પરિવારના સભ્યોએ એકબીજા પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો.

બંને પક્ષના સભ્યોએ એક બીજા પર હુમલો કર્યો હતો.
બંને પક્ષના સભ્યોએ એક બીજા પર હુમલો કર્યો હતો.

બંને પક્ષે સામ-સામે FIR નોંધાવી
કમલ સિંહ લોધીના આ રિપોર્ટ પર શંકરલાલ સિંહ ઓંકાર સિંહ અને ભગવાનસિંહ સામે કેસ નોંધવામાં આવ્યો છે. જ્યારે, શંકરલાલના રિપોર્ટ પર કમલ સિંહ ઘનશ્યામ સિંહ અને રાહુલ લોધીની વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટનામાં પરિવારના બંને પક્ષોને નાની મોટી ઇજાઓ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...