રહેણાક વિસ્તારમાં રહેતા લોકોને નુકશાન ના થાય તે માટે ઉદયપુરની મહિલાએ 30 કિલો વજનનો અજગર પકડ્યો. રવિવારે ખેતરમાં જતી વખતે, રામુ બાઈ નામની મહિલાએ જ્યારે અજગરને તેમના પગ પાસે આવતા જોયો ત્યારે પહેલા તો તે ડરી ગયા, પરંતુ ત્યારબાદ તેઓએ બહાદુરી બતાવી ગ્રામજનોની મદદથી અજગરને પકડી લીધો હતો. અજગરનું વજન લગભગ 30 કિલો હતું અને તેની લંબાઈ 16 ફૂટ જેટલી હતી.
આ ઘટના ઉદયપુરના ડબોક વિસ્તારના મદારા ગામની છે. સોમવારે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઘટના બાદ સ્થાનિક લોકોએ વનવિભાગને પણ જાણ કરી હતી, પરંતુ કોઈપણ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા ન હતા. જેના કારણે ગ્રામજનોએ પોતે જ વસ્તીથી આશરે 2 કિમી દૂર જંગલમાં અજગરને છોડી દીધો.
રામુબાઈએ પહેલા મોટા પથ્થરથી અજગરને રોકવાનો પ્રયત્ન કર્યો. તેણે અજગરની પૂંછડી પર પથ્થર મૂક્યો. બૂમો પાડીને નજીકના ગ્રામજનોને બોલાવ્યા. 16 ફૂટ લાંબો અને જાડો અજગર જોઈને બધા ડરી ગયા. કોઈએ અજગરની પાસે આવવાની હિંમત ન કરી. પરંતુ જ્યારે ગ્રામજનોએ જોયું કે રામુબાઈ એકલા હાથે અજગરને રોકવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો તેમની હિંમત જોઈને ગામના હિંમત પટેલ અને નિર્મલ લોહાર આગળ આવ્યા અને લાકડીની મદદથી અજગરને કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
મોકો મળતા જ રામુબાઈએ બોરાનો ટુકડો અજગર પર મૂક્યો. તેણે ઉપરથી તેનું મોઢું પકડી લીધું. ત્યારબાદ ગ્રામજનો પણ આગળ આવ્યા અને અજગરને કાબુમાં લેવા મદદ કરી. આશરે એક કલાકની મહેનત બાદ, અડધા ડઝનથી વધુ ગ્રામજનોએ 30 કિલો વજનના અજગરને પકડ્યો.
સોશિયલ મીડિયા પર પણ બહાદુરીની ચર્ચા થાય છે કેટલાક યુવાનોએ રામુબાઈ અને તેની સાથે બચાવતા ગ્રામજનોનો વીડિયો વાયરલ કર્યો હતો. વીડિયો બાદ સોશિયલ મીડિયામાં પણ રામુની બહાદુરીની ઘણી ચર્ચા થઈ રહી છે. ઉદયપુરના ગ્રામીણ વિસ્તારોમાં, અજગર બહાર આવવાના બનાવો સામાન્ય બની ગયા છે. વન વિભાગે અત્યાર સુધીમાં એક ડઝનથી વધુ અજગરોને બચાવી લીધા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.