• Gujarati News
  • National
  • A Procession On Hanuman Jayanti Was Going On In Jahangirpuri, Delhi, When Suddenly Hundreds Of People On The Road Pelted Stones And Set Fire.

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જયંતિ પર શોભાયાત્રા નીકળી રહી હતી, અચાનક રસ્તા પર આવી ગયેલા લોકોએ પથ્થરમારો કર્યો અને આગચાંપી

નવી દિલ્હીએક મહિનો પહેલાલેખક: વૈભવ પલનીટકર
  • દિલ્હીના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે

જ્યાં સુધી નજર જાય છે ત્યાં સુધી પોલીસ બંદોબસ્ત છે. સાંજે સાયરન વગાડતા પોલીસના વાહનો, ખાકી વર્દીમાં પોલીસકર્મીઓ, હાથમાં લાકડીઓ, બેરીકેટ્સ, રેપિડ એક્શન ફોર્સની પણ તહેનાત છે. રસ્તાએ પર ઈંટ-પથ્થરો, તૂટેલી કાચની બોટલો, સળગી ગયેલા વાહનો વેરવિખેર પડ્યા છે. બારી, દરવાજા, છાપરામાંથી ડોકિયું કરતી ભયભીત આંખો. આ આંખોમાં ડરની સાથે ગુસ્સો પણ છે.

આ હાલત છે દેશની રાજધાની દિલ્હીના જહાંગીરપુરીની. 16 એપ્રિલે સાંજે લગભગ 6 વાગ્યાની આસપાસ અહીંથી પથ્થરમારો, હિંસા અને આગચંપીના સમાચાર મળ્યા હતા. હનુમાન જયંતિના દિવસે સાંજે નીકળેલી શાભાયાત્રા પર કથિત રીતે પથ્થરમારો થયા બાદ બે સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. હિંસા બાદ ભાસ્કરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને અમને ઘટના સ્થળે એક પ્રત્યક્ષદર્શી પાસેથી 3 મિનિટનો વીડિયો મળ્યો છે. આ વીડિયો તે જ જગ્યાએથી શૂટ કરવામાં આવ્યો છે જ્યાં મોટાભાગની હિંસા થઈ હતી.

આ જહાંગીરપુર જી બ્લોકની સામેનો રસ્તો છે, જ્યાં ભયંકર પથ્થરમારો થયો હતો અને બોટલો ફેંકવામાં આવી હતી.
આ જહાંગીરપુર જી બ્લોકની સામેનો રસ્તો છે, જ્યાં ભયંકર પથ્થરમારો થયો હતો અને બોટલો ફેંકવામાં આવી હતી.

રસ્તા પર ઉભેલી ભીડે શેરી પર પથ્થરમારો કર્યો
વિડિયો શરૂ થાય ત્યારે ઘોંઘાટ થઈ રહ્યો હોય છે, પરંતુ રસ્તાઓ ખાલી દેખાય છે. એક બાજુથી ચોક્કસ સમુદાયની ભીડ અચાનક એકઠી થવા લાગે છે અને જોત-જોતામાં જ સેંકડો લોકો રસ્તા પર આવે છે. આ પછી પથ્થરો અને કાચની બોટલો ફેંકવામાં આવે છે.

અમને સ્થાનિક લોકો પાસેથી મળેલા વિડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક બાજુથી ઉગ્ર ભીડ આવી રહી છે અને આગળ વધી રહી છે અને પથ્થરમારો કરી રહી છે.
અમને સ્થાનિક લોકો પાસેથી મળેલા વિડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક બાજુથી ઉગ્ર ભીડ આવી રહી છે અને આગળ વધી રહી છે અને પથ્થરમારો કરી રહી છે.

રસ્તા પર ઉભેલી ભીડ અન્ય વિસ્તારોમાં પ્રવેશ કરે છે અને લોકોના ઘરો પર પથ્થરમારો શરૂ કરે છે. પથ્થરમારો કરીને લોકોની દુકાનો લૂંટવામાં આવે છે. વાહનોમાં તોડફોડ અને આગચંપી કરવામાં આવે છે.

પથ્થરમારો એટલો ભારે હતો કે પથ્થરો શેરીમાં મારા ઘર સુધી આવી ગયા હતા

જહાંગીરપુરી જી બ્લોકમાં રહેતી સુનિતા સિંહ તેના બ્લોકના ગેટમાંથી ડોકિયું કરી રહી છે અને તેના ચહેરા પર ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
જહાંગીરપુરી જી બ્લોકમાં રહેતી સુનિતા સિંહ તેના બ્લોકના ગેટમાંથી ડોકિયું કરી રહી છે અને તેના ચહેરા પર ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

જ્યારે અમે જહાંગીરપુરીમાં સ્થળ પર પહોંચ્યા ત્યારે ત્યાં બહુ ઓછા લોકો દેખાતા હતા. પરંતુ અમે મેઈન રોડ છોડીને નજીકની શેરીમાં ગયા કે તરત જ લોકો બોલવા લાગ્યા. અહીંથી રિતુ કશ્યપ નામની એક રહેવાસીએ તેના ટેરેસ પરથી હિંસાની સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો હતો.

જહાંગીરપુરી જી બ્લોકમાં રહેતી સુનીતા સિંહ કહે છે કે 'અમારા ઘરની સામે ખૂબ જ હંગામો થયો હતો. હનુમાન જયંતિના દિવસે શોભાયાત્રા પર મુસ્લિમોએ હુમલો કર્યો હતો. હું શેરીની અંદર રહું છું, પણ એટલો જોરદાર પથ્થરમારો થયો કે મારા ઘર સુધી પથ્થરો આવી ગયા હતા. અમે ગોળીબારનો અવાજ પણ સાંભળ્યો હતો.

આ શેરીમાં રહેતી મુન્ની દેવી કહે છે કે 'હું ઘરમાં ટીવી જોઈ રહી હતી અને અચાનક જોરથી અવાજો સંભળાવા લાગ્યા. હું બહાર નીકળી ત્યારે જોયું કે સી-બ્લોકના મુસ્લિમો તલવારો, છરીઓ, લાકડીઓ સાથે બહાર નીકળી રહ્યા છે. શાભાયાત્રાનો ભાગ બનેલા હિન્દુઓને તેઓ દોડાવતા ભગાડી રહ્યા હતા.

'હું ગોળીબારમાં માંડ માંડ બચી ગયો '

શોભાયાત્રાનો ભાગ બનેલા હર્ષ દ્વારા અમારી સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે શોભાયાત્રામાં પણ હિંસક સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે અને તલવારો લહેરાવવામાં આવી રહી છે.
શોભાયાત્રાનો ભાગ બનેલા હર્ષ દ્વારા અમારી સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે શોભાયાત્રામાં પણ હિંસક સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે અને તલવારો લહેરાવવામાં આવી રહી છે.

હર્ષ સિંહ પણ જહાંગીરપુરીમાં રહે છે અને તે પોતે હનુમાન જયંતિની શોભાયાત્રામાં જોડાયો હતો જેના પર કથિત રીતે હુમલો થયો હતો. તેણે કહ્યું 'જ્યારે મસ્જિદ પાસેથી અમારી શોભાયાત્રા નીકળી ત્યારે મસ્જિદની ઉપરથી ઈંટના પથ્થરો પડવા લાગ્યા. મસ્જિદની નજીકથી ટોપી પહેરેલા લગભગ એક હજારનું ટોળું બહાર આવ્યું. લોકોના હાથમાં છરી, તલવાર અને દેશી કટ્ટા પણ હતા. 'હું પોતે પણ ગોળીબારમાં માંડ માંડ બચી ગયો હતો'

હર્ષે અમારી સાથે શોભાયાત્રાના કેટલાક વીડિયો શેર કર્યા છે. શોભાયાત્રામાં ડઝનબંધ લોકો ભગવા ઝંડા, તલવારો અને ખંજર લહેરાવી રહ્યા છે. ડીજેના અવાજમાં કાશ્મીર અને પાકિસ્તાન સંબંધિત સૂત્રો અને ગીતો વગાડવામાં આવે છે. શોભાયાત્રામાં છોકરાઓ બૂમો પાડી રહ્યા છે અને નાચી રહ્યા હતા.

મસ્જિદ પરિસરમાં ભગવા ઝંડાઓ પડેલા હતા

આ જહાંગીરપુરીની તે મસ્જિદ છે, જેની સામે કથિત રીતે હિંસા શરૂ થઈ હતી. મસ્જિદ પરિસરમાં ભગવા ઝંડા પડેલા જોવા મળે છે.
આ જહાંગીરપુરીની તે મસ્જિદ છે, જેની સામે કથિત રીતે હિંસા શરૂ થઈ હતી. મસ્જિદ પરિસરમાં ભગવા ઝંડા પડેલા જોવા મળે છે.

હિન્દુ સમુદાયના લોકો સાથે વાત કર્યા પછી અમે ચોકડી તરફ આગળ વધ્યા જ્યાં સૌથી મજબૂત પોલીસ બંદોબસ્ત છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ ચારરસ્તાની બીજી બાજુ અહીં મુસ્લિમ બહુમતી વિસ્તાર છે અને તે મસ્જિદ છે જ્યાંથી કથિત રીતે હિંસા શરૂ થઈ હતી. પોલીસ બેરિકેડિંગ ઓળંગીને અમે એ જ મસ્જિદ પાસે પહોંચ્યા. મસ્જિદ સંકુલ આગળ અને અંદર કેટલાક ભગવા ઝંડાઓ પડેલા હતા.

મસ્જિદની બાજુમાં જ ઈલેક્ટ્રોનિકની દુકાન ચલાવતા સાજિદ સૈફી કહે છે કે 'બજરંગ દળના લોકો સવારથી સરઘસ કાઢી રહ્યા હતા. જહાંગીરપુરીમાં વિવિધ સ્થળોએથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જ્યારે તેઓ મસ્જિદ પાસે પહોંચ્યા, ત્યારે 10-15 મિનિટ માટે શોભાયાત્રાને અટકાવી દેવામાં આવી અને અભદ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. સૌ પહેલા મેં મારી દુકાન બંધ કરી હતી.

મેં બે લોકોને ભગવા ઝંડા લઈને જોયા અને મસ્જિદના દરવાજા પર ચઢવા લાગ્યા. મને સમજાતું નથી કે ધ્વજ લઈને મસ્જિદમાં ઘૂસવાનો શું હેતું છે? શોભાયાત્રા દરમિયાન હજારો લોકો હતા, પરંતુ પોલીસ દેખાતી ન હતી. જો સઘન પોલીસ બંદોબસ્ત હોત તો કદાચ આ હિંસા ન થઈ હોત.

મસ્જિદમાંથી પથ્થરમારો શરૂ થયો હોવાના દાવા પર શંકા​​​​​​​

એવો દાવો કરવામાં આવ્યો હતો કે મસ્જિદોમાંથી શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, પરંતુ મસ્જિદની સામેનો રસ્તો ખાલી દેખાતો હતો. અહીંથી 100 મીટર દૂર પથ્થરો અને કાચ વેરવિખેર જોવા મળ્યા હતા.
એવો દાવો કરવામાં આવ્યો હતો કે મસ્જિદોમાંથી શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, પરંતુ મસ્જિદની સામેનો રસ્તો ખાલી દેખાતો હતો. અહીંથી 100 મીટર દૂર પથ્થરો અને કાચ વેરવિખેર જોવા મળ્યા હતા.

શોભાયાત્રામાં સામેલ થયેલા હર્ષે અમને જણાવ્યું કે શોભાયાત્રા મસ્જિદની સામે પહોંચી ત્યારે અચાનક પથ્થરમારે થયો પરંતુ અમને મસ્જિદની સામેના રસ્તા પર પથ્થરો વિખરાયેલા જેવું કશું જ લાગતું ન હતું. મસ્જિદથી લગભગ 100-150 મીટર આગળ, ચોકડી પર પથ્થર અને કાચના ટુકડા મળવા લાગે છે. સ્પષ્ટ છે કે પથ્થરમારો મસ્જિદથી શરૂ થયો હતો તે દાવો યોગ્ય જણાતો નથી.

સાજિદ સૈફી કહે છે કે જો અમે હિંદુઓને જ મારવાના હોત તો અમારી મસ્જિદ પાસે મહાકાળી માતાનું મંદિર છે, તેના પર કોઈએ પથ્થર કેમ ન ફેંક્યો. બજરંગ દળના લોકો ઉશ્કેરવાનું કામ કરે છે અને તે પછી હિંસા શરૂ થાય છે, જેને કોઈ કાબૂમાં રાખી શકતું નથી.

મોહમ્મદ અમીરુદ્દીન પણ હિંસાનો પ્રત્યક્ષદર્શી છે, તે કહે છે કે 'સાંજે 6.15 વાગ્યાની આસપાસ ઉપવાસ તોડવાનો અને નમાજ પઢવાનો સમય હોય છે. ત્યારબાદ જુલુસ મસ્જિદ આગળ થંભી ગયું અને લોકો મસ્જિદ સામે રોષે ભરાવા લાગ્યા હતા. આ પછી હિંસા શરૂ થઈ.' મોહમ્મદ પ્રશ્ન ઉઠાવે છે કે શું તેમણે શાભાયાત્રામાં તલવારો અને ખંજર લહેરાવવાની મંજૂરી વહીવટીતંત્ર પાસેથી લેવામાં આવી હતી?

સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત

લગભગ 10 વાગ્યા સુધીમાં વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને શાંતિ પ્રવર્તી રહી હતી.
લગભગ 10 વાગ્યા સુધીમાં વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને શાંતિ પ્રવર્તી રહી હતી.

જો કે, બજરંગબલીના જન્મદિવસ નિમિત્તે શોભાયાત્રા અને સાંપ્રદાયિક હિંસા બાદ પોલીસ શાંતિ જાળવવાનો પ્રયાસ કરી રહી છે. દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ જણાવ્યું હતું કે, સ્થિતિ નિયંત્રણમાં છે. જ્યાં ઘટના બની ત્યાં અમે ફોર્સ તૈનાત કરી છે. આ સાથે સમગ્ર દિલ્હીના સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ સુરક્ષા જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. અમે દોષિતો સામે કડક કાર્યવાહી કરીશું.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાના પાસેથી સ્થિતિ વિશે પૂછપરછ કરી હતી. તેઓ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તમામ જરૂરી પગલાં લેવાની સૂચનાઓ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...