વર્દી વાળા અધિકારીનો વીડિયો વાયરલ:મધ્યપ્રદેશના એક પોલીસ મથકમાં બનાવવામાં આવી લોકપ્રિય રીલ

એક મહિનો પહેલા

મધ્યપ્રદેશના સિવની જિલ્લાના ધૂમા પોલીસ મથકનો કારભાર સંભાળતા અધિકારીની રીલ સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ છે. જેમાં તે તેમની કેબીનમાં છે અને એક મહિલા રીલ બનાવી રહી છે. આ વીડિયો રીલ બનાવતી મહિલા તેમની પત્નિ હોવાનું જાણવા મળે છે. મળતી માહિતી મુજબ આ વીડિયો રીલને સોશ્યલ નેટવર્ક પર મૂકતાની સાથે જ વાયરલ થઈ હતી. આ વીડિયો વાયરલ થવાનું એક કારણ એ પણ છે કે તે લોકપ્રિય રીલ "ઓ મેરો બલમ થાનેદાર ચલાવે જિપ્સી" પર બનાવવામાં આવી હતી. ધૂમા પોલીસ મથકમાં સબ ઈન્સપેકટર (SI) તરીકે કાર્યભાર સંભાળતા રાહુલ બધેલનો તેમની પત્નિ સાથેનો આ વીડિયો વાયરલ થતાં તેમની ચિંતામાં વધારો થયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે તે સમયે SI વર્દીમાં હોવાની સાથે ડયૂટી પર પણ હતાં. પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓને આ મુદ્દે ફરીયાદ થઈ છે ત્યારે સિવની જિલ્લાના વરીષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, આ મુદ્દે તપાસ કર્યા બાદ જ કંઈ કહેશે.

અન્ય સમાચારો પણ છે...