ચોરને પકડવા ગયેલા ASI પર હુમલો:પશ્ચિમ દિલ્હીમાં ફરજ નિભાવતા પોલીસ અધિકારીનું સારવાર દરમિયાન મોત

24 દિવસ પહેલા

લૂંટફાટ કરનાર અનીસ નામના ચોરને પકડીને ASI શંભુ દયાળ માયાપુરી પોલીસ મથકે લઈ જતા હતાં. આ દરમિયાન અનીસે શંભુ દયાળ પર ચાકૂથી હુમલો કરી દીધો. તેણે પેટ, કમર, ડોક સહિત અન્ય ભાગે ચાકૂથી ઘા કર્યા હતાં. ત્યારબાદ અનીસે ભાગવાની કોશિશ કરી પણ પોલીસે તેને પકડી લીધો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા શંભુ દયાળને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. એ સમયે લાગતું હતું કે તે બચી જશે પણ તેઓ મૃત્યુ પામ્યા. 57 વર્ષિય ASI શંભુ દયાળ રાજસ્થાનના સિકરના રહેવાસી હતા. તેમને એક પત્નિ ઉપરાંત બે દિકરીઓ અને એક દિકરો હતા. હુમલો કરનાર 24 વર્ષિય અનીસ પર IPCની કલમ 353, 332, 307 અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...