• Gujarati News
  • National
  • A Picture Of Jesus Christ And Goddess Lakshmi Was Printed On The Ration Card; BJP's Allegation This Is A Conspiracy To Convert To Christianity

કર્ણાટકમાં વધુ એક વિવાદ:રેશનકાર્ડ પર ઈસુ ખ્રિસ્ત અને દેવી લક્ષ્મીનો ફોટો છપાયો; BJPનો આરોપ - આ ખ્રિસ્તી ધર્મ અપનાવવાનું ષડયંત્ર છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કર્ણાટકના રામનગરમાં રેશનકાર્ડ પર ઈસુ ખ્રિસ્ત અને દેવી લક્ષ્મીના ફોટા છાપવાને લઈને વિવાદ શરૂ થયો છે. આ કિસ્સો ડોડ્ડા અલનહલ્લી ગામનો છે, જે રાજ્યના કોંગ્રેસ-અધ્યક્ષ ડી.કે. શિવકુમારનું જન્મસ્થળ છે. આ ફોટો રેશનકાર્ડના પાછળના પાના પર છપાયેલા છે. હિન્દુ સંગઠનોએ આની નિંદા કરીને તપાસની માગ કરી છે.

ફોટામાં ટેબલ પર મૂકેલા કાર્ડમાં ઈસુ ખ્રિસ્તની તસવીર છે. જ્યારે એક રેશનકાર્ડ હાથમાં છે અને એના પર લક્ષ્મીજીનો ફોટો (લાલ વર્તુળમાં) બનેલો હોય છે.
ફોટામાં ટેબલ પર મૂકેલા કાર્ડમાં ઈસુ ખ્રિસ્તની તસવીર છે. જ્યારે એક રેશનકાર્ડ હાથમાં છે અને એના પર લક્ષ્મીજીનો ફોટો (લાલ વર્તુળમાં) બનેલો હોય છે.

શું છે વાઇરલ ફોટામાં?
રિપોર્ટ અનુસાર, રામનગર જિલ્લાના કનકપુરા તાલુકાના ગામમાં રેશનકાર્ડની પાછળ ઈસુ ખ્રિસ્તની તસવીર છે અને તેની નીચે ન્યૂ પુષ્પા સ્ટુડિયો ડોડ્ડા અલનહલ્લી લખાયેલું છે. કનકપુરા મામલતદાર વિશ્વનાથે વાઇરલ ફોટાની તપાસના આદેશ આપ્યા છે. જોકે પોલીસે હજુ સુધી FIR નોંધી નથી.

BJPનો આરોપ - ખ્રિસ્તી ધર્મ અપનાવવાનો પ્રયાસ
આ કેસના ખુલાસા બાદ આ વિસ્તારમાં સાંપ્રદાયિકતાને પ્રોત્સાહન આપવાના પ્રયાસો અંગે ચર્ચા શરૂ થઈ છે. બીજી તરફ, હિન્દુ કાર્યકરો અને ભાજપના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે ખ્રિસ્તી ધર્મ અપનાવવાનું ષડયંત્ર ઘડવામાં આવ્યું છે. શ્રી રામ સેનાએ કહ્યું છે કે તે આ બાબતને કમિશનર સામે ઉઠાવશે.

આંધ્રપ્રદેશમાં 2019માં રેશનકાર્ડ વાઇરલ થયું હતું.
આંધ્રપ્રદેશમાં 2019માં રેશનકાર્ડ વાઇરલ થયું હતું.

આંધ્રપ્રદેશમાં આ પ્રકારની ઘટના બની હતી
આંધ્રપ્રદેશમાં 2019માં આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. જોકે રાજ્ય સરકારે કહ્યું હતું કે રેશનકાર્ડ ડીલર કે જે વાલદામુરુ ગામના ટીડીપી સભ્ય પણ હતા, તેમણે કાવતરું ઘડીને રેશનકાર્ડ પર ઈસુ ખ્રિસ્તની તસવીર છાપીને એને ઇન્ટરનેટ પર વાઇરલ કરી હતી. સરકારે એવો પણ દાવો કર્યો હતો કે આ પહેલા આ જ વ્યક્તિએ સાંઈબાબાની તસવીર છપાવી હતી અને 2017માં ભગવાન બાલાજીનો ફોટો પણ છાપ્યો હતો.