તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટનામાં બચાવવામાં આવેલા લોકોની કહાની:એક ફોન કોલથી ટનલમાં ફસાયેલા 12 લોકોનો જીવ બચાવી શકાયો; આશા ખોઈ ચુકેલા લોકોને ITBPએ 7 કલાકમાં બચાવ્યા

જોશમઠ25 દિવસ પહેલા
 • કૉપી લિંક
આ ફોટો એ ટનલનો છે, જ્યાંથી 12 વર્કર્સને 7 કલાકના રેસ્ક્યૂ ઓપરેશન બાદ બહાર કાઢવામાં આવ્યા - Divya Bhaskar
આ ફોટો એ ટનલનો છે, જ્યાંથી 12 વર્કર્સને 7 કલાકના રેસ્ક્યૂ ઓપરેશન બાદ બહાર કાઢવામાં આવ્યા

ઉત્તરાખંડમાં રવિવારે ગ્લેશિયર તૂટવાથી ભારે તબાહી સર્જાઈ હતી. તે સમયે તપોવન વિસ્તારના એક અંડરગ્રાઉન્ડ ટનલમાં આશરે 12 લોકો કામ કરી રહ્યા હતા. અચાનક પૂર આવવાથી ટનલ પાણી અને કાદવથી ભરાઈ ગઈ હતી. અનેક પ્રયત્નો કર્યાં બાદ બહાર નિકળવાનો કોઈ માર્ગ દેખાતો ન હતો. તમામ લોકોએ આશા છોડી દીધી હતી. ત્યારે ત્યાં ઉપસ્થિત એક વ્યક્તિએ તેના મોબાઈલ ફોનથી અધિકારીઓનો સંપર્ક કર્યો અને ઈન્ડો-તિબ્બત બોર્ડર પોલીસ (ITBP)ની મદદથી તમામ લોકોને સલામતીપૂર્વક બહાર કાઢી શકાયા હતા.

કંઈ પણ સમજમાં આવે તે અગાઉ ટનલ કાદવ અને પાણીથી ભરાઈ ગઈ
ટનલમાંથી બચાવવામાં આવેલ તપોવન પાવર પ્રોજેક્ટના કામદાર લાલ બહાદૂરને ટાંકી ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે અમે જોયું કે એક વ્યક્તિ જોરથી બૂમો પાડી રહી હતી કે બહાર આવો. જ્યારે અમે કંઈ કરી શકીએ ત્યાં સુધીમાં મોટા પ્રમાણમાં પાણી અને કાદવ અમારી તરફ આવવા લાગ્યો.

બહાદૂર સાથે 11 લોકોને ટનલમાંથી ITBPએ રેસ્ક્યૂ કર્યાં. અધિકારીઓએ કહ્યું કે તેઓ આશરે 7 કલાક સુધી (સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધ) ફસાયેલા હતા. તમામને ઘટના સ્થળેથી આશરે 25 કિમી દૂર જોશીમઠમાં ITBP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ટનલની અંદર 300 મીટર અંતરે ફસાયેલા હતા
ટનલથી રેસ્ક્યુ કરવામાં આવેલ નેપાળના રહેવાસી વસંત કહે છે કે જ્યારે કાદવ અંદર આવ્યો ત્યારે અમે ટનલમાં આશરે 300 મીટર અંદર હતા. અમે ત્યાં ફસાઈ ગયા. અન્ય એક વર્કરે જણાવ્યું કે તે ચમોલીમાં ધાક ગામનો રહેવાસી છે અને તપોવન પ્રોજેક્ટમાં કામ કરે છે.

હોસ્પિટલના બેડ પરથી તેણે કહ્યું કે અમે આશા ગુમાવી ચુક્યા હતા. થોડી વાર બાદ અમને પ્રકાશ દેખાયો અને શ્વાસ લેવા માટે થોડી હવાનો અહેસાસ થયો. અચાનક અમારા પૈકી એક વ્યક્તિએ જોયું કે તેના મોબાઈલ પર નેટવર્ક હતું અને ત્યારબાદ તેણે અમારા અધિકારીઓને ફોન કરી અમારી સ્થિતિ અંગે જાણકારી આપી.

અધિકારીઓએ ITBPને સમાચાર આપ્યા
અધિકારીઓએ જણાવ્યું કે પ્રોજેક્ટ GMએ ત્યારબાદ સ્થાનિક અધિકારીઓને માહિતી આપી, જેમણે બાદમાં ફસાયેલા લોકોને બચાવવા માટે ITBP રેસ્ક્યૂ ટીમની વ્યવસ્થા કરી. જેમણે વ્યાપક અભિયાન હાથ ધરી આ લોકોને બચાવ્યા હતા.

સળિયાની મદદથી સુરંગની અંદર અડધા માર્ગ સુધી ચડી ગયા
જોશીમઠના રહેવાસી વિનોદ સિંહ પવારે જણાવ્યું હતું સળિયા મારફતે સુરંગની અંદર અડધા માર્ગ સુધી ચડી ગયા હતા, પણ પાણીથી ભરેલા એક ભાગમાં ફસાઈ ગયા. અમે ITBPના આભારી છીએ.

પુલ પાણીમાં વહી જતા અલગ થઈ ગયેલા ગામો સુધી રાહત પહોંચાડી રહ્યા છીએ
બોર્ડર ફોર્સે પૂરને લીધે જોડાણ વિહોણા થયેલા ઓછામાં ઓછા 9 ગામોમાં સોમવારે હવાઈ માર્ગે ફૂ઼ડ પેકેટ પહોંચાડવામાં આવ્યા. ITBPના પ્રવક્તા વિવેક કુમાર પાંડેયે જણાવ્યું કે રૈણી પુલ (જે પૂરમાં વહિ ગયો) પાસે આશરે 9 ગામ છે. જોશમઠમાં અમારા બેઝથી ફૂડ પેકેટ લઈ હવાઈ માર્ગે રાહત સામગ્રી પહોંચાડી રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો