• Gujarati News
  • National
  • A Person Who Has Been Bedridden For The Last One Year Has Been Cured By Vaccination And Land Has Also Been Sold For Treatment.

કોવિશીલ્ડથી ચમત્કાર:છેલ્લા એક વર્ષથી પથારીવશ રહેલી વ્યક્તિને વેક્સિન લગાવતાં જ સાજી થઈ ગઈ, અગાઉ સારવાર માટે જમીન પણ વેચી દીધેલી

બોકારો11 દિવસ પહેલા
  • સ્વાસ્થ્ય વિભાગ આ અંગે હવે તપાસ કરશે

જે કામ લાખો રૂપિયાની દવા ન કરી શકી એ કામ વિનામૂલ્યે મળેલી કોવિશીલ્ડ વેક્સિને કરી બતાવ્યું. આ અંગેનો દાવો ઝારખંડના બોકારોના દુલાર ચંદ મુંડા દ્વારા કરવામાં આવ્યો છે. બોકારોના ટકાહા ગામના રહેવાસી 55 વર્ષીય દુલાર ચંદ મુંડા છેલ્લા એક વર્ષથી ગંભીર બીમારીથી પીડિત હતા. તેઓ બેડ પર હલનચલન પણ કરી શકતા નહોતા. આ સંજોગોમાં 6 જાન્યુઆરીના રોજ કોવિડ વેક્સિનેશન ટીમે તેમને કોવિશીલ્ડની વેક્સિન લગાવી. ત્યાર બાદ 9 જાન્યુઆરીના રોજ તેઓ પથારીમાંથી ઊભા થઈ ગયા અને તેમના પગ પર એક તંદુરસ્ત વ્યક્તિની જેમ ચાલવા લાગ્યા.

મુંડાની સારવાર માટે પરિવારે લગભગ તમામ જમીન વેચી દીધી હતી.
મુંડાની સારવાર માટે પરિવારે લગભગ તમામ જમીન વેચી દીધી હતી.

રાજ્ય વેક્સિનેશન બાબતના અધિકારી રાકેશ દયાલે ભાસ્કરને માહિતી આપી કે સ્વાસ્થ્ય વિભાગ આ ચમત્કારની હવે તપાસ કરવા માટે સક્રિય થઈ ગઈ છે. RIMSના નિષ્ણાતોની ટીમ આ ઘટનાની તપાસ કરશે. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી આ અંગે તપાસ કરવામાં આવે કે મુંડાને કેવા પ્રકારની બીમારી હતી. તેમની શી સારવાર ચાલી રહી હતી? કેવા પ્રકારનું રિએક્શન આવ્યું છે? ત્યાં સુધી આ અંગે કંઈપણ કહેવું યોગ્ય નથી.

સારવાર કરાવવા જમીન પણ વેચી દીધેલી

દુલાર ચંદ મુંડાએ કહ્યું હતું કે 4 વર્ષ અગાઉ માર્ગ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયા હતા. એનાં ત્રણ વર્ષ બાદ તેમના શરીરની નસોમાં મુશ્કેલી સર્જાવા લાગી. એને લીધે છેલ્લા એક વર્ષથી તેઓ પથારીમાંથી ઊભા પણ થઈ શકતા નહોતા. પરિવારજનોએ બોકારો, ધનબાદ અને રાંચીના RIMS સુધી સારવાર કરાવી. સારવાર પાછળ આશરે 4 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો. આ માટે તેમણે જમીન પણ વેચી દીધી, પણ બીમારીમાં કોઈ જ રાહત મળી નહીં.