• Gujarati News
  • National
  • A Passenger Who Came From Mumbai To Jabalpur Said The Entire Journey Was Spent In The Joy Of Rain

સ્પાઈસ જેટની છત પરથી ટપક્યું પાણી, VIDEO:મુંબઈથી જબલપુર આવેલા પેસેન્જરે કહ્યું- આખી મુસાફરી વરસાદની ખુશીમાં પસાર થઈ

2 મહિનો પહેલા

મુંબઈથી જબલપુર આવી રહેલા સ્પાઈસજેટની પ્લેનની છત પરથી પાણી ટપકતાનો વીડિયો સામે આવ્યો છે. પ્લેનમાં સવાર એક પેસેન્જરે આ વીડિયો બનાવ્યો છે. તેણે કહ્યુ હતુ કે એર હોસ્ટેસ અને કેપ્ટનને ફરિયાદ કરી હતી, તો તેઓએ કહ્યુ હતુ કે બીજી સીટ ઉપર જતા રહો. એર હોસ્ટેસે કહ્યુ હતુ કે 'આના માટે અમે જ જવાબદાર છીએ.'

જબલપુરના રહેવાસી કમલ ગ્રોવરે જણાવ્યુ હતુ કે તે સ્પાઈસ જેટની ફ્લાઈટ SG-3003માં મુંબઈથી જબલપુર આવી રહ્યા હતા. આ ફ્લાઈટે મુંબઈથી સાંજે 4:55 વાગે ઉડાન ભરી હતી. જબલપુર સાંજે 6:55 વાગ્યા સુધીમાં પહોંચી જાય છે. મુંબઈમાં જેવા ફ્લાઈટની અંદર પહોંચ્યા તો સીટ પાણીના કારણે ભીની હતી. ફ્લાઈટ એક કલાક મોડી ઉપડી હતી. તેવામાં ફ્લાઈટમાં પાણી ટપકી રહ્યુ હતુ.

કમલ ગ્રોવરે મુંબઈથી જબલપુર સુધીના મુસાફરીનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. તેઓ વીડિયોમાં બોલે છે કે આખા પ્લેનમાં વરસાદી પાણીના ટપકા પડી રહ્યા હતા. એટલે મુસાફરી કરવામાં ખૂબ આનંદ આવ્યો હતો.

પેસેન્જર કમલ ગ્રોવર હવે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયને ફરિયાદ કરશે.
પેસેન્જર કમલ ગ્રોવર હવે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયને ફરિયાદ કરશે.

મંત્રાલયમાં ફરિયાદ કરશે
કમલ ગ્રોવરે સ્પાઈસજેટની આ બેજવાબદારીને લઈને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયને ફરિયાદ કરશે. તેઓએ જણાવ્યુ હતુ કે મુસાફરોના જીવ સાથે રમત રમાઈ છે. આના પર મંત્રાલયે સ્પાઈસજેટ વિરુદ્ધ પગલા લેવા જોઈએ. ગ્રોવરે જણાવ્યુ હતુ કે આ મામલે તેણે એરપોર્ટના ડાયરેક્ટર કુસુમ દાસ અને સ્પાઈસજેટના મેનેજર સાથે વાત કરવી હતી, પરંતુ તેઓ ફોન રીસીવ કરતી નહોતા.

જુન-જુલાઈમાં ટેક્નિકલ કારણના 8 કેસ
સ્પાઈસજેટના વિમાનોમાં જુન-જુલાઈમાં (18 દિવસ દરમિયાન) ટેક્નિકલ ખરાબીના 8 કેસ સામે આવ્યા છે. DGCAએ એર કંપનીઓને સતત આવતી રહેલી ખામીઓને કારણે શો કોઝ નોટીસ ફટકારી હતી. 27 જુલાઈએ DGCAએ સ્પાઈસજેટના વિમાનોની સ્પોટ ચેકિંગ કરી હતી. ત્યારબાદ 8 અઠવાડિયા પછી સ્પાઈજેટની માત્ર 50% ફ્લાઈટ્સને ઉડાડવાની મંજૂરી આપવામાં આવી હતી.

26 જુલાઈએ 3 વિમાનોમાં ખરાબી આવી...
1. દિલ્લી-દુબઈ ફ્લાઈટની કરાચીમાં લેન્ડિંગ
26 જુલાઈએ દિલ્લીથી દુબઈ જઈ રહેલી સ્પાઈસજેટની ફ્લાઈટને ઓઈલ ઇંડીકેટરમાં ખરાબીની ખબર પડી હતી. ત્યારબાદ ફ્લાઈટને પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરો સેફ હતા.

2. કાંગડા-મુંબઈ ફ્લાઈટની વિંડશીલ્ડ ટૂટી
26 જુલાઈએ જ કાંગડાથી મુંબઈ આવી રહેલા સ્પાઈસજેટને મુંબઈમાં પ્રાયોરીટી લેન્ડિંગ કરાવી પડી હતી. DGCAના જણાવ્યા પ્રમાણે સ્પાઈસજેટના ક્યૂ-400 ફ્લાઈટમાં 23 હજાર ફૂટની ઉંચાઈ પર વિંડશીલ્ડમાં તિરાડ આવી ગઈ હતી. ત્યારબાદ તેને તાત્કાલિક લેન્ડિંગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

3.ચીન આવી રહેલા કાર્ગો વિમાનને કોલકતામાં ઉતાર્યુ
26 જુલાઈએ જ સ્પાઈસજેટના બોઇંગ 737 ફ્રીટર કાર્ગો પ્લેનના વેધર રડારે કામ કરવાનું બંધ કરી દીધુ હતુ. ફ્લાઈટ કોલકતાથી ચીનના ચોંગકિંગ જઈ રહી હતી. પરંતુ વેધર રડાર ખરાબ હોવાનાં કારણે પ્લેનને ફરી કોલકતા મોકલી દેવામાં આવ્યુ હતુ. ફ્લાઈટે કોલકતામાં સુરક્ષિત લેન્ડિંગ કર્યુ હતુ.

સ્પાઈસજેટ લાંબી ઉડાનો માટે બોઇંગનો ઉપયોગ કરે છે. ચીન જઈ રહેલા 737 ફ્રીટર કાર્ગો પ્લેનને કોલકતામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી.
સ્પાઈસજેટ લાંબી ઉડાનો માટે બોઇંગનો ઉપયોગ કરે છે. ચીન જઈ રહેલા 737 ફ્રીટર કાર્ગો પ્લેનને કોલકતામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી.

હવે જુની ઘટનાઓ પર નજર નાખીએ...
1. 2 જુલાઈએ ફ્લાઈટમાં ધુમાડો થઈ ગયો

2 જુલાઈએ સ્પાઈસજેટના વિમાનમાં ધુમાડો થવાના કારણે દિલ્લીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવી પડી હતી. દિલ્લી-જબલપુર ફ્લાઈટની કેબિનમાં જ્યારે ધુમાડો શરૂ થયો હતો, ત્યારે વિમાન 5 હજાર ફિટની ઉંચાઈ પર ઉડતુ હતુ. આ ફ્લાઈટે દિલ્લા એરપોર્ટથી સવારે 6:15 વાગે ઉડાન ભરી હતી. થોડી મિનિટો બાદ વિમાનમાં ચિનગારી થઈ અને વિમાનના અંદર ધુમાડો થઈ ગયો હતો. મુસાફરોનો દમ ઘુંટવા લાગ્યો હતો. AC બંધ થઈ જવાના કારણે મુસાફરો પરેશાન થઈ ગયા હતા.

સ્પાઈસજેટના વિમાનમાં ધુમાડો થવાના કારણે દિલ્લીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવી પડી હતી
સ્પાઈસજેટના વિમાનમાં ધુમાડો થવાના કારણે દિલ્લીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવી પડી હતી

2. પટનાની ફ્લાઈટમાં નીકળવા લાગી ચિનગારી
પટનામાં પણ આવી જ પ્રકારની ઘટના 19 જુને બની હતી. સ્પાઈસજેટના વિમાનના લેફ્ટ વિંગમાં ટેકઑફના કારણે ચિનગારીઓ નીકળવા લાગી હતી. ત્યારબાદ પટનામાં જ તેની ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. વિમાનમાં 185 મુસાફરો હાજર હતા.

સ્પાઈસજેટના વિમાનને પટનામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. વિમાનમાં 185 મુસાફરો હાજર હતા.
સ્પાઈસજેટના વિમાનને પટનામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. વિમાનમાં 185 મુસાફરો હાજર હતા.

3. કંડલા જઈ રહેલા વિમાનની ઈમરજન્સી લેન્ડિંગ
મુંબઈથી ગુજરાતના કંડલા આવી રહેલા સ્પાઈસજેટના એક વિમાનને મુંબઈમાં કૉશન લેન્ડિંગ કરાવી પડી હતી. સદનસિબે બધા જ મુસાફરે અને ક્રૂ મેમ્બર સુરક્ષિત હતી. DGCAના અધિકારીઓએ આ મામલે તપાસના આદેશ દીધા હતા.