તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • A New Variant Of The Corona Virus Has Emerged, More Likely To Be Infected And The Vaccine To Have No Effect

વિશ્વ સમક્ષ વધુ એક મુસીબત:કોરોના વાયરસનો નવો વેરિએન્ટ સામે આવ્યો, વધુ સંક્રમિત અને વેક્સિનની કોઈ અસર નહીં થાય તેવી પણ શક્યતા

20 દિવસ પહેલા

એક પછી એક કોરોનાની લહેરનો સામનો કરી રહેલા વિશ્વના લોકો સમક્ષ વધુ એક ચિંતા વધારનારા સમાચાર સામે આવ્યા છે. કોરોના મહામારી માટે જવાબદાર વાયરસ SARS-CoV-2નો નવો વેરિએન્ટ મળ્યો છે. આ વેરિએન્ટ પહેલાં સાઉથ આફ્રિકા અને પછી અનેક દેશોમાં જોવા મળ્યો. સ્ટડી મુજબ આ વધુ સંક્રમિત છે અને વેક્સિનની અસરની કોઈ જ અસર નહીં થાય.

સાઉથ આફ્રિકાના નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ફોર કોમ્યુનિકેબલ ડિઝિસ (NICD)અને ક્વાઝુલુ-નેટાલ રિસર્ચ ઈનોવેશન એન્ડ સીક્વેન્સિંગ પ્લેટફોર્મ (KRISP)ના વૈજ્ઞાનિકોએ કહ્યું કે આ વર્ષે મેમાં દેશમાં પહેલી વખત C.1.2 વેરિએન્ટનો ખ્યાલ આવ્યો. જે બાદ 13 ઓગસ્ટ સુધી આ વેરિએન્ટ ચીન, રિપબ્લિક ઓફ ધ કોંગો, મોરેશિયસ, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, પોર્ટુગલ અને સ્વિટ્ઝરલેન્ડમાં જોવા મળ્યા છ.ે

વધુ મ્યૂટેશનથી થયો ખતરનાક
વૈજ્ઞાનિકનું માનવું છે કે આ વાયરસ વેરિએન્ટ ઓફ ઈન્ટરેસ્ટ કેટેગરીનો હોય શકે છે. WHO મુજબ વેરિએન્ટ ઓફ ઈન્ટરેસ્ટ કોરોનાના એવા વેરિએન્ટ છે જે વાયરસના ટ્રાંસમિશન, ગંભીર લક્ષણો, ઈમ્યૂનિટીને છેતરવા, ડાયગ્નોનિસથી બચવાની ક્ષમતા દેખાડે છે. એક સ્ટડીમાં કહેવામાં આવ્યું કે C.1.2 આ પહેલાં મળેલા C.1ની તુલનાએ ઘણી હદે મ્યૂટેટ થયો છે. C.1ને જ દક્ષિણ આફ્રિકામાં કોરોનાની પહેલી લહેર માટે જવાબદાર માનવામાં આવે છે.

રિસર્ચર્સે નોટ કર્યું છે કે આ મ્યૂટેશન વાયરસના અન્ય ભાગોમાં બદલાવની સાથે મળીને વાયરસને એન્ટીબોડી અને ઈમ્યૂન સિસ્ટમથી બચવામાં મદદ કરે છે. તેમાં તે લોકો સામેલ છે જેમાં પહેલાંથી જ આલ્ફા કે બીટા વેરિએન્ટ માટે એન્ટીબોડી ડેવલપ થઈ ગઈ છે.

મ્યૂટેશનની સ્પીડ બીજા વેરિએન્ટ્સથી બમણી
રિસર્ચર્સે જાણ્યું કે નવા વેરિએન્ટમાં દુનિયાભરમાં મળેલા વેરિએન્ટ ઓફ કન્સર્ન અને વેરિએન્ટ ઓફ ઈન્ટરેસ્ટથી વધુ મ્યૂટેશન થયું છે. સ્ટડીમાં સાઉથ આફ્રિકામાં દર મહિને C.1.2 જીનોમની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ મેમાં 0.2%થી વધીને જૂનમાં 1.6% અને પછી જુલાઈમાં 2% થઈ ગઈ.

રિસર્ચર્સનું કહેવું છે કે આ વધારો એવો જ છે જે રીતે શરૂઆતમાં દેશમાં બીટા અને ડેલ્ટા વેરિએન્ટની સાથે જોવા મળ્યા હતા. સ્ટડી મુજબ C.1.2 વાયરસમાં દર વર્ષે લગભગ 41.8 મ્યૂટેશન થઈ રહ્યાં છે. તેની આ સ્પીડ વાયરસના બીજા વેરિએન્ટથી લગભગ બમણી છે.

વેક્સિનેશન પ્રોગ્રામ માટે પડકાર
વાયરોલોજિસ્ટ ઉપાસના રેનું કહેવું છે કે આ વેરિએન્ટ સ્પાઈક પ્રોટીનમાં C.1.2 લાઈનમાં જમા થયેલા અનેક મ્યૂટેશનનું પરિણામ છે, જે તેને 2019માં ચીનના વુહાનમાં ઓળખાયેલા મૂળ વાયરસથી ઘણાં જ અલગ બને છે. કોલકાતાના CSIR-ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ બાયોલોજી સાથે જોડાયેલી ઉપાસનાએ કહ્યું કે વધુ સંક્રામક અને ઝડપથી ફેલાય તેની ક્ષમતા રાખે છે. સ્પાઈક પ્રોટિનમાં ઘણાં મ્યૂટેશન હોય છે, તેથી આ ઈમ્યૂન સિસ્ટમથી બચી શકે છે અને દુનિયાભરમાં ચાલી રહેલા વેક્સિનેશન પ્રોગ્રામ માટે પડકારજનક બની શકે છે.