તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર EXPLAINER:6 દેશમાં કોરોનાનું નવું સ્વરૂપ આવ્યું; આ નવું સ્વરૂપ આગળ જતાં નબળું થશે કે ઘાતક, કોઈ અભ્યાસ નથી

અમદાવાદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

વાઈરસ સતત પોતાના ગુણ બદલતો રહે છે. એનાથી મોટા ભાગના વાઈરસ જાતે જ સમાપ્ત થઈ જાય છે પણ ક્યારેક ક્યારેક આ પહેલાંથી અનેક ગણો વધુ મજબૂત અને ઘાતક બની જાય છે. આ પ્રક્રિયા એટલી ઝડપી હોય છે કે વિજ્ઞાનીઓ એક રૂપને સમજી પણ નથી શકતા અને બીજું સ્વરૂપ સામે આવી જાય છે. બ્રિટનમાં કોરોના વાઈરસે જે રૂપ બદલ્યું છે તેને વીયુઆઈ-202012/01 નામ અપાયું છે. આ અગાઉના વાઈરસથી 70 ટકા વધુ ઘાતક છે.

શું વાઈરસ પહેલાં પણ સ્વરૂપ બદલી ચૂક્યો છે?
હા, એ કોરોના વાઈરસ જે સૌથી પહેલા ચીનના વુહાનમાં મળ્યો હતો, એ વાઈરસથી અલગ છે જે હાલ દુનિયાભરમાં મળી રહ્યો છે. ડી614જી પ્રકારનો વાઇરસ ફેબ્રુઆરીમાં યુરોપમાં મળ્યો હતો અને હાલ દુનિયાભરમાં સૌથી વધુ આ જ પ્રકાર મળે છે. એ222વી પણ એક પ્રકારનો વાઈરસ છે જે યુરોપમાં ફેલાયો હતો. આ એ લોકોમાં વધુ ફેલાયો, જે સ્પેનમાં ઉનાળાની રજાઓ માણવા પહોંચ્યા હતા.

નવો પ્રકાર આવ્યો ક્યાંથી?
બ્રિટનમાં નવા પ્રકારનો જે કોરોના વાઈરસ મળ્યો છે એ અગાઉ કરતાં ઘણો જુદો છે. એવું હોઈ શકે કે, નબળી ઈમ્યુનિટી ધરાવતા કોઈ કોરોનાના દર્દીના શરીરમાં એ બદલાયો હોય, જેથી આ વાઈરસ સમાપ્ત થઈ શક્યો ના હોય. આ પ્રકારના દર્દીઓના શરીરમાં જ આ વાઈરસ મજબૂત થઈને પોતાનું રૂપ બદલી શકે છે.

નવું સ્વરૂપ ઝડપથી કેમ ફેલાઈ રહ્યું છે?
આ નવો વાઈરસ ખૂબ ઝડપથી બીજા પ્રકારના વાઈરસની જગ્યા લઈ રહ્યો છે. વાઈરસના મહત્ત્વના ભાગમાં ફેરફાર થઈ રહ્યો છે. લેબોરેટરી પ્રયોગમાં જોવા મળ્યું છે કે આ વાઈરસથી માનવ કોશિકા ખૂબ ઝડપથી સંક્રમિત થઈ રહી છે. ઈંગ્લેન્ડના ચીફ મેડિકલ ઓફિસર પ્રો. ક્રિસ વિટ્ટીના કહેવા પ્રમાણે બ્રિટને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને નવા વાઈરસ વિશે જણાવી દીધું હતું.

નવા વાઈરસ પર વેક્સિનની અસર?
એ નક્કી છે કે અસર થશે. નિષ્ણાતોને તો એવું લાગી જ રહ્યું છે. બ્રિટનમાં હાલ જે ત્રણ વેક્સિન છે, એનાથી શરીરની ઈમ્યુનિટી મજબૂત થાય છે એટલે વાઈરસે રૂપ બદલી નાખ્યું હોય તોપણ ઈમ્યુનિટીના કારણે વાઈરસની અસર ઘટી જશે. બ્રિટનની ગ્લાસગો યુનિવર્સિટીના પ્રો. ડેવિડ રોબર્ટસનના મતે કદાચ વાઈરસ એવું પરિવર્તન કરી લે અને વેક્સિનથી બચી જાય. જો આવું થયું તો ફરી ફ્લૂ જેવી સ્થિતિ થઈ જશે, જેમાં વેક્સિનને નિયમિત રીતે અપડેટ કરવી પડતી હતી.

અન્ય સમાચારો પણ છે...