• Gujarati News
  • National
  • A New Air India One Aircraft Is Coming From The US For The Prime Minister And The President.

VVIP એરક્રાફ્ટ લેવા ગયા અધિકારીઓ:પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ માટે અમેરિકાથી આવી રહ્યું છે નવું વિમાન એર ઈન્ડિયા વન, તે મિસાઈલ હુમલાને નિષ્ફળ કરી વળતો હુમલો પણ કરી શકે છે

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભારતે અમેરિકાથી બે બોઈંગ-777 IR એરક્રાફ્ટ ખરીદવાની ડીલ કરી છે
  • એડવાન્સ સિસ્ટમથી સજ્જ આ વિમાનો પૈકી એક વિમાનની ડિલીવરી ઓગસ્ટમાં અપાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂ માટે ઉપયોગમાં લેવાતા VVIP એરક્રાફ્ટ ટૂંક સમયમાં જ અમેરિકાથી આવશે. એર ઈન્ડિયા અને એરફોર્સના સીનિયર ઓફિસર આ VVIP એરક્રાફ્ટ એર ઈન્ડિયા વન લેવા માટે અમેરિકા જવા નિકળી ગયા છે. આ એરક્રાફ્ટ મિસાઈલ હુમલાને નિષ્ફળ બનાવી વળતો હુમલો પણ કરી શકે છે.

ભારતે અમેરિકા સાથે બે બોઈંગ-777 IR એરક્રાફ્ટ (એર ઈન્ડિયા વન) ખરીદવાની ડીલ કરી હતી. તેમા એક વિમાન ઓગસ્ટમાં ડિલીવરી માટે તૈયાર છે. એર ઈન્ડિયા વન (B-777) એરક્રાફ્ટનું તમામ ટેસ્ટિંગ થઈ ચૂક્યું છે. વિમાનમાં ઈન્ટીરિયર ફિનિશિંગ પણ પૂરું થઈ ચૂક્યું છે. અમેરિકાના ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને પણ તેને સર્ટિફિકેટ આપી દીધું છે.

મિસાઈલથી બચાવશે, વળતો હુમલો પણ કરી શકશે

  • એર ઈન્ડિયા વન આધુનિક અને સુરક્ષિત કમ્યુનિકેશન સિસ્ટમથી સજ્જ છે. તેમા ઉડાન દરમિયાન જ ઓડિયો કે વીડિયો કમ્યુનિકેશન કરી શકાશે. તે કમ્યુનિકેશનને હેક કે ટેપ કરી શકાશે નહીં.
  • તેમા અમેરિકાની લાયરકેમ ડિફેન્સ સિસ્ટમ લગાવાઈ છે. તે વિમાનને મિસાઈલથી બચાવશે. હુમલાની ભાળ મેળવવા માટે આ સિસ્ટમ એકવારમાં ઘણા સેન્સરનો ઉપયોગ કરે છે.
  • તે મીડિયમ રેન્જની મિસાઈલ પર ઓટોમેટિક રીતે વળતો હુમલો પણ કરી શકે છે.તે માટે વિમાનના ક્રૂએ પોતાની રીતે કંઈ કરવાનું રહેતું નથી. પાયલટને માત્ર એ જાણકારી મળે છે કે મિસાઈલની ભાળ મેળવીને તેને નષ્ટ કરી દીધી છે.

તેમા મેડીકલ સેન્ટર અને કોન્ફ્રેન્સ હોલ પણ છે

  • અમેરિકાથી આવનાર VVIP એરકાર્ફ્ટ હાલ ચાલી રહેલા બોઈંગ B 747 જમ્બો એરક્રાફ્ટની જગ્યા લેશે.
  • આ જહાજોમાં VVIP માટે મોટી કેબિન, એક મિની મેડિકલ સેન્ટર પણ છે. તેમા પ્રેસ કોન્ફ્રેન્સ માટે મોટી જગ્યા છે.
  • પાછળની સીટમાં ઈકોનોમિક ક્લાસ પણ છે અને બાકીની સીટ બિઝનેસ ક્લાસની છે. એર ઈન્ડિયા વન 17 કલાક સતત ઉડી શકે છે.

એરફોર્સના પાયલટ વિમાન ઉડાવશે
આ વિમાનને એર ઈન્ડિયાની જગ્યાએ એરફોર્સના પાયલટ ઉડાવશે. એરક્રાફ્ટના મેઈન્ટેનસનું કામ એર ઈન્ડિયા ઈન્જીનિયરિંગ સર્વિસ લિમિડેટ કરશે. એર ઈન્ડિયા વનનો રંગ અંદર અને બહાર સમગ્ર રીતે બદલાય ગયો છે. વિમાનનો રંગ પીએમઓના એપ્રુવલ પ્રમાણે કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...