• Gujarati News
  • National
  • A Muslim Family Left For Pakistan At The Time Of Partition; Bhai Stayed In India, Saved By A Sikh Family

કરતારપુર સાહિબમાં પહેલી વખત મળ્યા ભાઈ-બહેન:ભાગલા સમયે પાકિસ્તાન જતો રહ્યો હતો મુસ્લિમ પરિવાર; ભાઈ ભારતમાં જ રોકાઈ ગયો, જેને શીખ પરિવારે સાચવ્યો

21 દિવસ પહેલા

પાકિસ્તાન સ્થિત શ્રીકરતારપુર સાહિબમાં બુધવારે એક ભાઈ પોતાની બહેનને પહેલી વખત મળ્યા. શીખ ભાઈ અને મુસ્લિમ બહેનને ભેટીને ધ્રુસકેને ધ્રુસકે રડતાં જોઈને ત્યાં હાજર તમામ લોકોની આંખોમાંથી આંસુ નીકળી ગયા. જ્યારે તેમની વાતની લોકોને જાણ થઈ ત્યારે તેઓ ભાવુક થઈ ગયા. આ પરિવાર 1947ના ભાગલા પછી છૂટો પડી ગયો હતો.

પહેલાં જાણીએ આ પરિવાર કઈ રીતે વિખુટો પડ્યો
65 વર્ષની કુલસુમ પાકિસ્તાનના ફૈસલાબાદમાં રહે છે. તેમનો પરિવાર 1947ના ભાગલા સમયે જલંધર છોડીને પાકિસ્તાન આવી ગયો હતો. કુલસુમે જણાવ્યું- તેઓ ભાગલાના 10 વર્ષ પછી પાકિસ્તાનમાં જન્મી હતી. તેમના માતા-પિતાએ જણાવ્યું હતું કે- ભાગલા સમયે તેમનો ભાઈ અને બહેન જલંધરમાં જ છુટા પડી ગયા હતા. જ્યારે પણ માને પોતાના ગુમ થયેલા બાળકોની યાદ આવતી, તો તેઓ ઘણું રડતાં હતાં. તેમને કહ્યું કે આશા ન હતી કે તેઓ ક્યારેય પોતાના ભાઈ અને બહેનને મળી શકશે.

સિંહ પોતાની બહેનને મળવા માટે અટારી-વાઘા બોર્ડરથી પાકિસ્તા સ્થિત કરતારપુર સાહિબ પહોંચ્યા હતા.
સિંહ પોતાની બહેનને મળવા માટે અટારી-વાઘા બોર્ડરથી પાકિસ્તા સ્થિત કરતારપુર સાહિબ પહોંચ્યા હતા.

પિતાના મિત્ર પાકિસ્તાન આવ્યા તો પરિવારની જાણકારી મળી
કુલસુમે જણાવ્યું કે થોડાં વર્ષ પહેલાં તેમના પિતાના એક મિત્ર સરદાર દારાસિંહ ભારતથી પાકિસ્તાન આવ્યાં અને તેમને મળ્યા. માતાએ તેમને ભારતમાં ખોવાઈ ગયેલા પોતાના પુત્ર અને પુત્રી અંગે જાણ કરી અને પોતાનું એડ્રેસ પણ આપ્યું. પાકિસ્તાનથી ભારત ફર્યા બાદ સરદાર દારાસિંહે જલંધરના પડાવાં ગામમાં તેમની ઘરની મુલાકાત કરી અને ગુમ થયેલા બાળકો અંગે જાણકારી આપી.

સરદાર દારાસિંહે તેમની માતાને જણાવ્યું કે તેમનો પુત્ર જીવીત છે અને એક શીખ પરિવારની સાથે રહે છે, જ્યારે તેમની દીકરીનું મોત થઈ ગયું છે.

આ વર્ષે પાકિસ્તાનના ફૈસલાબાદમાં રહેતાં મોહમ્મદ સદીક અને ભારતથી શ્રીકરતારપુર સાહિબ પહોંચેલા મોહમ્મદ હબીબ આકા ઉર્ફે શૈલા 75 વર્ષ પછી મળ્યા હતા. આ મુલાકાતે તમામને ભાવુક કરી દીધા હતા.
આ વર્ષે પાકિસ્તાનના ફૈસલાબાદમાં રહેતાં મોહમ્મદ સદીક અને ભારતથી શ્રીકરતારપુર સાહિબ પહોંચેલા મોહમ્મદ હબીબ આકા ઉર્ફે શૈલા 75 વર્ષ પછી મળ્યા હતા. આ મુલાકાતે તમામને ભાવુક કરી દીધા હતા.

મુસ્લિમમાંથી શીખ બન્યા અમરજીતસિંહ
દારાસિંહે જણાવ્યું કે- તેમના પુત્રનું નામ અમરજીતસિંહ છે, જેને 1947માં એક શીખ પરિવારે એડોપ્ટ કર્યા હતા. ભાઈની જાણકારી મળ્યા બાદ કુલસુમે અમરજીતસિંહ સાથે વોટ્સએપ પર સંપર્ક કર્યો અને પછી મળવાનું નક્કી કર્યું. તો અમરજીતસિંહે કહ્યું કે જ્યારે તેમને પહેલી વખત ખબર પડી કે તેમનો અસલી પરિવાર પાકિસ્તાનમાં છે અને જીવતો છે તો તેને ઘણી જ ખુશી મળી. તે હંમેશાથી પોતાની સગી બહેન અને ભાઈઓને મળવા માગતો હતો.

હોશિયારપુરથી સુનિતા દેવી પોતાના પરિવારની સાથે કરતારપુર જઈને પોતાના સંબંધીઓ સાથે 43 વર્ષ પછી મળી હતી. ભાગલા સમયે સુનિતાના પિતા ભારતમાં રહી ગયા હતા અને આખો પરિવાર પાકિસ્તાન જતો રહ્યો હતો.
હોશિયારપુરથી સુનિતા દેવી પોતાના પરિવારની સાથે કરતારપુર જઈને પોતાના સંબંધીઓ સાથે 43 વર્ષ પછી મળી હતી. ભાગલા સમયે સુનિતાના પિતા ભારતમાં રહી ગયા હતા અને આખો પરિવાર પાકિસ્તાન જતો રહ્યો હતો.

બંને ભાઈ-બહેન એકબીજાને વળગીને ખૂબ રડ્યાં
સિંહ પોતાની બહેનને મળવા માટે અટારી-વાઘા બોર્ડરથી પાકિસ્તાન સ્થિત કરતારપુર સાહિબ પહોંચ્યા. જ્યાં કુલસુમ પોતાના પુત્ર શાહજાદ અહમદ અને પરિવારના અન્ય સભ્યો સાથે ફૈસલાબાદથી આવ્યા હતા. બંને ભાઈ-બહેન જેવાં જ મળ્યા, એકબીજાને વળગીને ખૂબ રડ્યાં.

અમરજીતસિંહ કહે છે કે તેઓ પોતાના પરિવારની સાથે સમય વિતાવવા માટે પાકિસ્તાન આવશે. સાથે જ તેમને ભારત લઈ જશે, કે જેથી તેઓ પોતાના શીખ પરિવાર સાથે મુલાકાત કરાવી શકે. બંને ભાઈ-બહેન એકબીજા માટે અનેક ભેટ લાવ્યા હતા. આવા દ્રશ્યો પહેલી વખત નથી જોવા મળ્યા, જ્યારે કરતારપુર કોરિડોરમાં એક પરિવારના લોકો એકબીજાને વર્ષો પછી મળ્યાં હોય. આ પહેલાં મે માસમાં એક શીખ પરિવારમાં જન્મેલી એક મહિલા, જેમને એક મુસ્લિમ દંપતીએ એડોપ્ટ કરી હતી તે કરતારપુરમાં ભારતમાં રહેતા પોતાના ભાઈઓને મળી હતી.

અન્ય સમાચારો પણ છે...