• Gujarati News
  • National
  • 'A Mom I'm Going To Fall, Get Down', The Girl Sweats While Paragliding, Video Goes Viral

હિમાચલ પ્રદેશ:‘એ મમ્મી હું પડી જઈશ, નીચે ઊતારો’, પેરાગ્લાઈડિંગ સમયે યુવતીને પરસેવો છૂટ્યો, વીડિયો વાઇરલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિમાચલ પ્રદેશના ખજ્જિયારમાં પેરાગ્લાઈડિંગ કરતી યુવતીનો વીડિયો વાઇરલ થયો છે. આ યુવતીએ વર્ષ 2019માં વાઇરલ થયેલા વિપુલ સાહુની યાદ અપાવી છે. પતિ સાથે ફરવા આવેલી યુવતી પેરાગ્લાઈડિંગનો અનુભવ કરે છે. જો કે, ટેકઓફ કરતાની સાથે જ તેને પરસેવો છૂટી જાય છે. ઊંચે ઊડી રહેલી યુવતી આંખો બંધ કરી દે છે અને જોરજોરથી બૂમાબૂમ કરે છે. આ યુવતી પાઈલટને આજીજી કરતી રહે છે કે, પ્લીઝ તેને નીચે ઊતારી દે. ઓ મમ્મી હું પડી જઈશ, જલદી નીચે ઊતારો એવું કહેતી રહે છે. પેરાગ્લાઈડિંગમાં લાગેલા ગોપ્રો કેમેરામાં યુવતીના રિએક્શન કેદ થઈ ગયા છે. આ વીડિયોને સોશિયલ મીડિયામાં શૅર કરતાં ખુબ જ વાઇરલ થયો છે.

અન્ય સમાચારો પણ છે...