• Gujarati News
  • National
  • A Meeting Of Congress Leaders Was Held At Sonia Gandhi's House And Prashant Kishore Was Also Present At The Meeting

સોનિયા ગાંધીના ઘરે ઇમર્જન્સી બેઠક:PKએ કોંગ્રેસને સત્તામાં પરત ફરવા રોડમેપ રજૂ કર્યો; ​​​​​​​પક્ષ સાથે જોડાવા અંગે એક સપ્તાહ બાદ નિર્ણય કરશે

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • પ્રશાંત કિશોરના કોંગ્રેસ સાથે જોડાવા અંગે 2 મે સુધીમાં નિર્ણય કરશે

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શનિવારે તેમના સરકારી નિવાસ 10 જનપથ ખાતે પાર્ટી નેતાઓ સાથે એક ઈમર્જન્સી બેઠક યોજી હતી. આશરે 4 કલાક ચાલેલી આ બેઠકમાં ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર (PK)એ પણ ભાગ લીધો હતો. PKએ કોંગ્રેસને દેશભરમાં મજબૂત કરવા માટે એક વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ વ્યૂહરચનાના અમલીકરણ માટે એક સમિતિની રચના કરવાની જાહેરાત કરી હતી.

PKના પ્રેઝન્ટેશનમાં શું છે?
PK એ તેના પ્રેઝન્ટેશનમાં વર્ષ 2024ની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે એક રોડમેપ તૈયાર કર્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે PKએ કહ્યું કે કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં ફક્ત 370 બેઠક પર જ ધ્યાન આપે. દેશભરમાં લોકસભાની કુલ 543 બેઠક છે. PKએ અન્ય એક સૂચન કરતાં કહ્યું છે કે કોંગ્રેસ જ્યાં પણ નબળી છે, ત્યાં ડ્રાઈવિંગ સીટ મજબૂત સહયોગીને આપી ચૂંટણી લડે. સમિતિ દ્વારા રજૂ કરવામાં આવનારા અહેવાલના આધારે કોંગ્રેસ આગળની કામગીરી કરશે. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સોનિયા ગાંધીએ PKને પાર્ટીમાં સામેલ થવાની ઓફર કરી છે.

કોંગ્રેસે સમિતિની રચના કરી, નિર્ણય એક સપ્તાહમાં
કોંગ્રેસ સંગઠનના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે બેઠકમાં 2024 અંગે એક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષે એક સમિતિની રચના કરવાની જાહેરાત કરી છે. સમિતિ એક સપ્તાહમાં જ તેનો અહેવાલ રજૂ કરશે. આ અહેવાલના આધારે કોંગ્રેસ ત્યારબાદની કામગીરી હાથ ધરશે. કોંગ્રેસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે સોનિયાએ PKને પક્ષમાં સામેલ થવાની પણ ઓફર કરી છે.

10થી વધારે નેતાએ ભાગ લીધો
સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ અધ્યક્ષના નિવાસ સ્થાને 10થી વધારે નેતાઓને બોલાવવામાં આવ્યા હતા. તેમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણુગોપાલ, જયરામ રમેશ, એકે એન્ટની, દિગ્વિજય સિંહ, અજય માકન, અંબિકા સોની, મુકુલ વાસનિક, પી.ચિદમ્બરમ અને રણદીપ સુરજેવાલાનો સમાવેશ થતો હતો.

કોંગ્રેસ સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે, બેઠકમાં પીકેએ 2024 વિશે ડિટેલ પ્રેઝન્ટેશન આપ્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષે એક કમિટી બનાવવાની જાહેરાત કરી છે. કમિટી એક સપ્તાહમાં રિપોર્ટ આપશે. આ પહેલાં મીટિંગમાં પહોંચેલા રાજ્યસભાના નેતા મલ્લિકાર્જન ખડગેએ કહ્યું હતું કે, મીટિંગ કેમ બોલાવી છે તે વિશે કોઈ માહિતી નથી.

PKએ કહ્યું- 2 મે સુધીમાં નિર્ણય લઈશ
ભાસ્કર સાથેની વાતચીતમાં PKએ કહ્યું હતું કે તે 2 મે સુધીમાં આ અંગે નિર્ણય લઈ લેશે. કારણ કે હું 2 મેના દિવસે જ ચૂંટણી વ્યૂહરચનાનું કામ નહીં કરવાનો નિર્ણય કરેલો. આ સાથે PKએ એ વાતનો પુનરોચ્ચાર કર્યો કે હવે તે ચૂંટણી રણનીતિકારના ક્ષેત્રમાં રહેશે નહીં.

બેઠકમાં PKએ 2024ની લોકસભા ચૂંટણી વિશે પ્રેઝન્ટેશન આપ્યું હતું
બેઠકમાં PKએ 2024ની લોકસભા ચૂંટણી વિશે પ્રેઝન્ટેશન આપ્યું હતું

પ્રશાંત કિશોરે પહેલાં પણ કોંગ્રેસના ટોચના નેતાઓ સાથે ઘણી બેઠકો કરી હતી
મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રશાંત કિશોરની ટીમ ગુજરાતમાં સર્વે પણ કરી રહી છે. આ બેઠક પહેલાં પ્રશાંત કિશોર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે પણ મુલાકાત કરી હતી. જણાવી દઈએ કે પંજાબ ચૂંટણી પહેલાં પણ પ્રશાંત કિશોરે કોંગ્રેસના ટોચના નેતાઓ સાથે ઘણી બેઠકો કરી હતી. આ દરમિયાન તેઓ કોંગ્રેસમાં જોડાશે એવી અટકળો પણ ચાલી રહી હતી. જોકે કિશોર અને કોંગ્રેસ વચ્ચે વાત બની ન હતી.

કોંગ્રેસની બેઠકમાં ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર પણ પહોંચ્યા છે.
કોંગ્રેસની બેઠકમાં ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર પણ પહોંચ્યા છે.

ગુજરાત-હિમાચલ પ્રદેશની ચૂંટણી પર નજર
નોંધપાત્ર વાત એ છે કે આ વર્ષના અંતમાં ભાજપ સામે ગુજરાત અને હિમાચલ પ્રદેશને બચાવવાનો મોટો પડકાર હશે. બંને રાજ્યમાં કોંગ્રેસ તેમની સામે ટક્કરમાં જોવા મળશે. આવી સ્થિતિમાં સોનિયા અને રાહુલ ગાંધી આ બંને રાજ્યમાં પાર્ટીની સ્થિતિ મજબૂત કરવાનો પ્રયાસ કરશે.

અન્ય સમાચારો પણ છે...