તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • A Man Was Killed With A Sharp Weapon On The Road In Pune, The Accused Was Offended By The Incident Of Attack On Himself; Caught From A Mobile Location

CCTVમાં કેદ મર્ડર:પુનામાં જાહેર રસ્તા પર એક વ્યક્તિની ધારદાર હથિયારના ઘા મારી હત્યા કરાઈ, પોતાના પર હુમલાની ઘટનાથી નારાજ હતો આરોપી; મોબાઈલ લોકેશનથી પકડાયો

પુના21 દિવસ પહેલા
  • કનિફનાથ રવિવારે પોતાના દોસ્ત અને તેના બાળકોની સાથે ઘરની બહાર ઉભો હતો
  • કાનિફનાથ અને આકાશ બંને અગાઉ પાડોશી હતા

પુનાની નજીક આવેલા પિંપર ચિંચવાડમાં રવિવારે એક વ્યક્તિએ તેના જ પાડોશીને ધારદાર હથિયારથી કાપીને હત્યા કરી નાંખી. સોમવારે ઘટનાના CCTV બહાર આવ્યા છે, જેમાં આરોપી સતત ઘણી વખત ધારદાર હથિયારથી હુમલો કરતો જોવા મળી રહ્યો છે. વીડિયો ફુટેજ અને મોબાઈલ લોકેશનના આધારે પોલીસે આરોપીને 4 કલાકમાં જ ધરપકડ કરી લીધી છે.

મૃતકનું નામ કનિફનાથ ક્ષીરસાગર છે. રવિવારે બપોરે 1.30 વાગ્યે તે પોતાના દોસ્ત અને તેના બાળકોની સાથે ઘરની બહાર ઉભો હતો. આ દરમિયાન આરોપી આકાશ જાધવ તેની પાસે પહોંચ્યો અને થેલામાં છુપાવીને લાવેલા મોટા ધારદાર હથિયારથી તેની પર હુમલો કર્યો. હુમલાની બીકે ક્ષીરસાગર ત્યાંથી ભાગ્યો, જોકે થોડે દૂર પહોંચીને પડી ગયો. રસ્તા પર પડ્યા પછી આકાશે ફરીથી પથ્થરથી તેનુ માથુ છુંદી નાંખ્યું.

આરોપી સાથે કરેલી મારામારી બની હત્યાનું કારણ
તપાસમાં જાણવા મળ્યું છે કે કાનિફનાથ અને આકાશ બંને અગાઉ પાડોશી હતા. થોડા દિવસો પહેલા આકાશને કેટલાક લોકોએ માર માર્યો હતો. આકાશને લાગતુ હતું કે કાનિફનાથના કહેવા પર તેની પર હુમલો થયો હતો. આ વાતથી તે નારાજ રહેતો હતો.

મોબાઈલ લોકેશનથી પકડાયો આરોપી
પાડોશીઓએ પોલીસને ઘટનાની માહિતી આપી. પછીથી ક્ષીરસાગરને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું મૃત્યુ થયું. હત્યા પછી આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જોકે તેનો ચહેરો કેમેરામાં કેદ થવાના પગલે પોલીસ તેને ઓળખી ગઈ. તે પછી મોબાઈલ ટ્રેસ કરીને પોલીસે તેને પકડી લીધો. આરોપીએ તેનો ગુનો કબુલ કરી લીધો છે.