તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • A Man Standing Outside The House Was Stabbed, Bhopal AIIMS Doctors Operated To Get Him Out

છાતીની આરપાર થયું 10 ઈંચનું ખંજર:ઘરની બહાર ઊભેલી વ્યક્તિને છરો માર્યો, ભોપાલ AIIMSના ડોકટરોએ સર્જરી કરી બહાર કાઢ્યો

ભોપાલ14 દિવસ પહેલા
આ રીતે છાતીમાં આરપાર થઈ ગયું હતું ખંજર

ભોપાલની AIIMS હોસ્પિટલમાં ડોકટરોએ ઓપરેશન કરીને એક યુવકનો જીવ બચાવ્યો છે. યુવકની છાતીમાં લગભગ 10 ઈંચનું ખંજર આરપાર થઈ ગયું હતું. તેને ગંભીર હાલતમાં AIIMS લાવવામાં આવ્યો હતો. જ્યાં તેનું 30 મિનિટ સુધી ઓપરેશન કર્યા બાદ ચાકૂ બહાર કાઢવામાં આવ્યું હતું. હવે યુવકની સ્થિતિ ખતરાથી બહાર છે.

યુવકનું નામ યોગેશ છે. તે ભોપાલ નજીક આવેલા પિપલિયા પેંદે ખાંમાં રહે છે. મંગળવારે મોડી રાત્રે તે ઘરની બહાર ઊભો હતો ત્યારે તેને એક યુવકને કોઈ વાતને લઈને બોલ્યો. તો તે યુવકે તેની છાતીમાં છરો મારી દીધો, જે છાતીની ડાબી બાજુ આરપાર થઈ ગયો.

છાતીમાં આરપાર થયેલું ખંજર ડોકટરોએ ઓપરેશન કરીને બહાર કાઢ્યું હતું
છાતીમાં આરપાર થયેલું ખંજર ડોકટરોએ ઓપરેશન કરીને બહાર કાઢ્યું હતું

ગંભીર સ્થિતિમાં AIIMS લઈ ગયા પરિવારના લોકો
ખંજર લાગ્યા બાદ યોગેશને તેના પરિવારના લોકો AIIMS લઈ ગયા. ડોકટરોએ તાત્કાલિક સર્જરી કરવાનો નિર્ણય લીધો. લગભગ 30 મિનિટ સુધી ચાલેલા ઓપરેશનમાં છાતીમાં ખુંપેલું ખંજર કાઢી લેવામાં આવ્યું. ડોકટરના જણાવ્યા મુજબ ઘાયલ યોગેશના નસીબ સારા હતા કે આટલો ધારદાર છરો તેના શરીરની આરપાર થઈ ગયો હોવા છતાં હાર્ટને કંઈ જ નુકસાન થયું ન હતું.

યોગેશને થોડાં દિવસ માટે ડોકટરની દેખરેખ હેઠળ રાખવામાં આવશે. પોલીસના જણાવ્યા મુજબ યોગેશની સ્થિતિ હાલ ખતરાથી બહાર છે. ત્યારે આ ખંજર મારનાર યુવકની પણ શોધખોળ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...