• Gujarati News
  • National
  • A Man Snatched The Microphone During A Speech On Stage At The Ganesh Festival In Hyderabad.

આસામના CM ની સુરક્ષામાં મોટી ચૂક:હૈદરાબાદના ગણેશ ઉત્સવમાં મંચ પર ભાષણ વખતે એક શખસે માઈક ઝૂંટવી મરડી નાંખ્યું

એક મહિનો પહેલા

આસામના મુખ્યમંત્રી હેમંત બિશ્વા શર્મા હૈદરાબાદના પ્રવાસે છે અને અહીંયા ભાગ્યનગર ગણેશ મહોત્સવમાં હાજરી આપી હતી. તે મંચ ઉપર ઊભા હતા અને બાજુમાં ભગવાં કપડાંમાં એક વ્યક્તિ ભાષણ કરતા હતા ત્યારે ત્યારે એકાએક એક શખસ ધસી આવ્યો હતો અને પ્રવચન કરી રહેલા અતિથિ પાસેથી માઈક ઝૂંટવી લઈ પ્રવચન કરતાં અટકાવ્યા હતા. આસામના મુખ્યમંત્રીની સુરક્ષામાં મોટી ચૂક થવાથી ભારે ચકચાર જાગી છે.

શખસ ટીઆરએસનો નેતા
મુખ્યમંત્રી સરમાના કાર્યક્રમમાં એક શખસે મંચ પર આવીને સીએમ હેમંત સરમાની સાથે ગેરવર્તન કર્યું હતું. તેમની બાજુમાં બોલી રહેલા નેતા પાસેથી માઈક છીનવી લીધું હતું અને માઈક પકડીને મરડી નાખ્યું હતું. બાદમાં તેણે સીએમ સરમાને કંઈક કહેવા માટેનો પ્રયત્ન કરી રહ્યો હતો.જો કે આટલી વારમાં ત્યાં હાજર લોકોએ આ શખસને મંચ પરથી નીચે ઉતારી દીધો હતો. કહેવાય છે કે, જે શખસે આવું કર્યું હતું તેનું નામ નંદ કિશોર છે અને હાલમાં તે ટીઆરએસનો નેતા છે.

તેલંગાણામાં એક જ પરિવારનું ભલું થઈ રહ્યું છે
આસામના સીએમ સરમા ગણેશ મૂર્તિ વિસર્જન કાર્યક્રમમાં ભાગ લેવા માટે ત્યાં પહોંચ્યા હતા. ગણેશ વિસર્જન દરમિયાન તેઓ ભક્તોને સંબોધન કરતા રાજકીય ભાષણ શરુ કરી દીધું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે, તેલંગણામાં એક જ પરિવારનું ભલુ થઈ રહ્યું છે. રાજ્યના તમામ લોકોનું ભલું થાય તે માટે ભગવાનને પ્રાર્થના કરીએ. મુખ્યમંત્રી સરમા હૈદરાબાદના જૂના શહેરમાં ચાર મીનાર નજીક આવેલા ભાગ્યલક્ષ્મી મંદિરના દર્શન કરવા પહોંચ્યા હતા.

બે દિવસ પહેલાં અમિત શાહની સુરક્ષામાં ચૂક થઈ હતી

બે દિવસ પહેલાં મુંબઈમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં ખામીનો મામલો સામે આવ્યો હતો. શાહની મુંબઈ મુલાકાત દરમિયાન એક શંકાસ્પદ ઘણા કલાકો સુધી તેમની આસપાસ ફરતો હતો. અધિકારીઓને શંકા જતાં તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. શંકાસ્પદનું નામ હેમંત પવાર છે, જે મહારાષ્ટ્રના ધુલેનો વતની છે. પૂછપરછ દરમિયાન તેણે પોતાનો પરિચય આંધ્રપ્રદેશના એક સાંસદના PA તરીકે આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...