મિઝોરામના હનથિયાલ જિલ્લામાં સોમવારે એક પથ્થરની ખાણ ધસી ગઇ. આ દુર્ઘટનામાં 12 મજૂરો ફસાયા હોવાની આશંકા સેવાઇ રહી છે. મંગળવારની રાત સુધીમાં BSFની ટીમે 11 શબ નિકાળ્યાં છે. હજુ પણ એક મજૂર ગુમ છે. ઘટના મૌદઢ વિસ્તારમાં 14 નવેમ્બરે બપોરના આશરે 3 વાગે બની. બચાવ ટીમે તરત રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધું છે.
ખાણ ધસી ત્યારે 13 મજૂરો હતા
SP વિનીત કુમારે બતાવ્યું કે દુર્ઘટના સમયે ABCIL ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડના 13 મજૂર ખાણમાં કામ કરી રહ્યા હતા. એક મજૂર ત્યાંથી ભાગવામાં સફળ રહ્યો, પરંતુ 12 ન નીકળી શક્યા. તેઓ પથ્થરો નીચે દબાઇ ગયા. SPએ જણાવ્યું કે સાંજે 7.30 વાગ્યા સુધીમાં કોઇ પણ મજૂરને નિકાળવામાં સફળતા મળી નહોતી.
મશીનો પણ પથ્થરો નીચે દબાયાં
આ ખાણ ગયા વરસથી ઓપરેશનલ છે. સૂત્રો અનુસાર મજૂર બપોરના જમીને પરત ફરી રહ્યા હતા ત્યારે ખાણ ધસી ગઇ અને તેઓ નીચે ફસાઇ ગયા. મશીનોની સાથે 5 ખોદકામની મશીનો અને કેટલાંક ડ્રિલિંગ મશીનો પણ ખાણમાં દબાઇ ગયાં. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, બોર્ડર સિક્યોરિટી ફોર્સ અને આસામ રાઇફલ્સ રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગેલા છે. પાસના લેઇતે ગામ અને હનથિયાલ કસબોના લોકો રેસ્ક્યૂ ઓપરેશનમાં મદદ કરી રહ્યા છે.
નજીકના વોલિયન્ટર્સ પણ બચાવ કાર્યમાં જોડાયા
મેડિકલ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. વિસ્તારના પરિચિત લોકોએ જણાવ્યું કે મજૂર જ્યારે પથ્થર તોડીને તેને ભેગા કરી રહ્યા હતા, ત્યારે ખાણ ઘસી પડી. યંગ મિઝો એસોસિયેશનના વોલિયન્ટર્સ આસપાસનાં ગામોમાંથી ત્યાં પહોંચી ગયા અને બચાવ કાર્યમાં મદદ કરવા લાગ્યા.
પહાડને ઘણા ઊંડે સુધી તોડી નાખ્યા હતો
સ્થળ પર હાજર લોકોએ બતાવ્યું કે મજૂરોએ પહાડને ઘણા ઊંડે સુધી તોડી નાખ્યો હતો, તેના લીધે પહાડ તેમના પર પડ્યો. એક વોલિયન્ટર વાનલાલઝુઇયાએ કહ્યું કે શરૂઆતમાં એક-બે પથ્થરો પડ્યા. ત્યાર બાદ કેટલાક મજૂરો ત્યાંથી ભાગ્યા, પરંતુ બાકીના બધા ત્યાં જ ફસાઇ ગયા. પથ્થરોમાં ફસાયેલા મજૂરોને નિકાળવા એટલા માટે મુશ્કેલ હતું કે આખા પહાડની માટી તે મજૂરો પર પડી છે. પ્રશાસને હનથિયાલની હોસ્પિટલમાં બધી તૈયારીઓ કરી લીધી છે. ઘટના સ્થળે એમ્બ્યુલન્સ પણ પહોંચી ગઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.