આગરામાં ચાંદીની કાર મચાવી રહી છે ધૂમ,VIDEO:જયપુરના જ્વેલરે 30 દિવસમાં તૈયાર કરી અને કહ્યું રિમોટથી કંટ્રોલ થાય છે

3 મહિનો પહેલા

આ સ્પેશિયલ ચાંદીની કાર આગ્રાના મેળામાં જયપુરના એસએસ જ્વેલર્સના સ્ટોલ પર રાખવામાં આવી છે. કાર નિર્માતા શિશિર સિંઘલે જણાવ્યું કે આ કાર સંપૂર્ણપણે ઓટોમેટિક છે, જે રિમોટથી નિયંત્રિત થાય છે. તેને વીજળીથી પણ ચાર્જ કરી શકાય છે. તેની કિંમત 1.5 લાખ રુપિયા છે. તેણે કહ્યું કે આ કાર માત્ર શો પીસ તરીકે ઘરની સુંદરતા જ નહીં વધારશે, બાળકો તેની સાથે રમી પણ શકશે. આ સિલ્વર કોટેડ કાર ખાસ કરીને બાળકોની પસંદગીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. સાથે જ ઓર્ડર મળ્યા પછી જ અમે તેને તૈયાર કરીએ છીએ. તેને બનાવવામાં 30 દિવસ જેટલો સમય લાગે છે.

અન્ય સમાચારો પણ છે...