ટ્રાફિક પોલીસ ઘણીવાર ક્રિએટીવ મીમ્સ અને સોશિયલ મીડિયા પોસ્ટના માધ્યમથી નિયમો વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરે છે. આ વખતે પોલીસે લોકોને મુખ્ય માર્ગો પર વાહનો પાર્ક કરવાથી રોકવા માટે એક વીડિયો શેર કર્યો છે. સામાન્ય રીતે હાથીઓનું શરીર ખૂબ જ ભારે અને વિશાળ હોય છે. તે પોતાના પગ નીચે કચડીને કોઈપણ જીવનો જીવ લઈ શકે છે. એવામાં જ્યારે હાથી ગુસ્સે થઈ જાય છે, ત્યારે કોઈ તેની સામે આવવાની હિંમત કરી શકતું નથી. સોશિયલ મીડિયા પર સામે આવેલા એક વીડિયોમાં હાથી ગુસ્સામાં બાઇકને ફેંકતો જોવા મળે છે. જેને જોઈને બધા દંગ રહી જાય છે.
હાથીએ બાઇકને જોરદાર ટક્કર મારી
મહિલા IPS ઓફિસર કલા કૃષ્ણસ્વામીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. જે હાલમાં કર્ણાટકના બેંગલુરુમાં DCP ટ્રાફિક (પૂર્વ વિભાગ) તરીકે પોસ્ટેડ છે. વીડિયોમાં એક હાથી બાઇકને ઉપાડીને તેની સૂંઢ વડે જમીન પર પટકી નાખે છે. વીડિયોના કેપ્શનમાં IPSએ લખ્યું છે કે રસ્તાની વચ્ચે વાહન પાર્ક ન કરો. ટ્વિટર પર આ વીડિયોને 4 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે રોડ પર બાઇક પાર્ક કરવામાં આવે છે. આસપાસ 4-5 લોકો પણ હાજર છે. ત્યારે જ હાથી ગુસ્સામાં ગર્જના કરીને પ્રવેશે છે. હાથી આવતાની સાથે જ તેની સૂંઢ પરથી બાઇક ઉપાડીને રોડ પર ફેંકી દે છે. તેનું ઉગ્ર સ્વરૂપ જોઈને લોકો આમતેમ દોડવા લાગે છે. બાઇકને ફેંકી દીધા પછી હાથી આગળ વધે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.