હાય ગરમી!...ભારતમાં સહનશક્તિ બહારની ગરમી અનુભવાશે:સમય કરતાં પહેલાં ગરમીની લહેર આવશે અને લાંબા સમય સુધી રહેશે, વર્લ્ડ બેંકે ચેતવણી જાહેર કરી

2 મહિનો પહેલા

છેલ્લા કેટલાક દાયકાઓમાં ભારતમાં હજારો લોકોનો ભોગ લેનાર ગરમીનું મોજું ચિંતાજનક રીતે દરે વધી રહ્યું છે અને ભારત ટૂંક સમયમાં આવી ગંભીર ગરમીનાં મોજાંનો સામનો કરનાર વિશ્વનો પહેલો દેશ બનશે, જે માનવ સહનશીલતાની મર્યાદા બહાર હશે. એક નવા રિપોર્ટમાં આ ચેતવણી આપવામાં આવી છે. 'ભારતના ઠંડક ક્ષેત્રે આબોહવા રોકાણની તકો' શીર્ષકવાળા વિશ્વ બેંકના અહેવાલમાં જણાવાયું છે કે દેશ લાંબા સમય સુધી ઉનાળો અનુભવી રહ્યો છે, જે વહેલા શરૂ થાય છે અને લાંબા સમય સુધી ચાલે છે.

ઉનાળો શરૂ થતાં જ ચારેબાજુ એેક જ વાક્યનો પડઘો સંભળાય છે, બાપરે..કેટલી ગરમી છે!. ભારતમાં દર વર્ષે ગરમીનું પ્રમાણ કેટલા અંશે વધી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં લૂ(હીટવેવ્સ)ને કારણે હજારો લોકોનાં મોત થયાં છે, જે ખૂબ ચિંતાજનક છે. વર્લ્ડ બેંકના એક અહેવાલ અનુસાર, સહનશક્તિની બહારની ગરમી પડનાર ભારત પહેલો દેશ બની રહ્યો છે. વર્લ્ડ બેંકે અહેવાલમાં જણાવ્યું છે કે દેશ અપેક્ષા કરતાં વધુ ગરમીનો સામનો કરી રહ્યો છે, જે સમય કરતાં વહેલા શરૂ થાય છે અને લાંબા સમય સુધી રહે છે.

વર્લ્ડ બેંકે અહેવાલમાં જણાવ્યું છે કે દેશ અપેક્ષા કરતાં વધુ ગરમીનો સામનો કરી રહ્યો છે, જે સમય કરતાં વહેલા શરૂ થાય છે અને લાંબા સમય સુધી રહે છે.
વર્લ્ડ બેંકે અહેવાલમાં જણાવ્યું છે કે દેશ અપેક્ષા કરતાં વધુ ગરમીનો સામનો કરી રહ્યો છે, જે સમય કરતાં વહેલા શરૂ થાય છે અને લાંબા સમય સુધી રહે છે.

2022માં સમય કરતાં પહેલાં ગરમીની લહેર આવી
રિપોર્ટ અનુસાર, એપ્રિલ 2022માં ભારતમાં સમય કરતાં પહેલાં ગરમીની લહેર આવી ગઈ હતી, જેના કારણે સામાન્ય જીવન ખોરવાયું હતું. રાજધાની દિલ્હીમાં તો તાપમાન 46 ડીગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. ઈતિહાસના સૌથી ગરમ મહિલા તરીકે માર્ચ ઊભરી આવ્યો હતો.

તિરુવનંતપુરમમાં કેરળ સરકાર સાથે ભાગીદારીમાં વિશ્વ બેંક દ્વારા આયોજિત બે દિવસીય 'ઈન્ડિયા ક્લાઈમેટ એન્ડ ડેવલપમેન્ટ પાર્ટનર્સ' મીટિંગમાં રિપોર્ટ રજૂ કરવામાં આવશે.

રિપોર્ટમાં આશંકા વર્તાઈ રહી છે કે જલદી હીટવેવ પોતાની ક્ષમતાને વટાવી લેશે, જેને કારણે માણસો તે ગરમીને સહન નહીં કરી શકે. "ઓગસ્ટ 2021માં આંતર-સરકારી પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ (IPCC)ના છઠ્ઠા મૂલ્યાંકન અહેવાલમાં ચેતવણી આપવામાં આવી હતી કે ભારતીય ઉપખંડ આગામી દાયકામાં વધુ ભારે હીટવેવ જોશે."

ભારતના 75 ટકા વર્કફોર્સ એટલે કે લગભગ 38 કરોડ લોકો એવા વિસ્તારોમાં કામ કરે છે કે જ્યાં તેમને ગરમ વાતાવરણમાં રહેવું પડે છે.
ભારતના 75 ટકા વર્કફોર્સ એટલે કે લગભગ 38 કરોડ લોકો એવા વિસ્તારોમાં કામ કરે છે કે જ્યાં તેમને ગરમ વાતાવરણમાં રહેવું પડે છે.

રિપોર્ટ અનુસાર, “G20 ક્લાઈમેટ રિસ્ક એટલાસએ 2021માં પણ ચેતવણી આપી હતી કે જો કાર્બન ઉત્સર્જન વધુ રહેશે તો 2036 અને 2065ની વચ્ચે સમગ્ર ભારતમાં હીટવેવ 25 ગણી લાંબી રહેવાની શક્યતા છે. આ મૂલ્યાંકન IPCCના સૌથી ખરાબ-કેસ ઉત્સર્જન દૃશ્યને ધ્યાનમાં લઈને કરવામાં આવ્યું હતું.

ગરમીના કારણે આર્થિક ઉત્પાદકતામાં ઘટાડો
રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે ભારતમાં વધતી ગરમીને કારણે આર્થિક ઉત્પાદકતામાં ઘટાડો થઈ શકે છે. તે જણાવે છે કે, “ભારતના 75 ટકા વર્કફોર્સ એટલે કે લગભગ 38 કરોડ લોકો એવા વિસ્તારોમાં કામ કરે છે કે જ્યાં તેમને ગરમ વાતાવરણમાં રહેવું પડે છે. અમુક સમયે તેમને સંભવિત જીવલેણ તાપમાનમાં કામ કરવું પડે છે. ગરમીના તાણથી સંબંધિત ઉત્પાદકતાના નુકસાનને કારણે 2030 સુધીમાં વૈશ્વિક સ્તરે 80 મિલિયન નોકરીઓ ગુમાવવાનો અંદાજ છે, ભારતમાં 3.4 કરોડ લોકો નોકરીઓ ગુમાવશે.

રિપોર્ટ અનુસાર, દક્ષિણ એશિયાના દેશોમાં ભારે શ્રમ પર ગરમીની સૌથી વધુ અસર ભારતમાં જોવા મળી છે, જ્યાં એક વર્ષમાં ગરમીના કારણે 101 અબજ કલાકનો વ્યય થાય છે.

ગ્લોબલ મેનેજમેન્ટ કન્સલ્ટિંગ ફર્મ મેકકિન્સે એન્ડ કંપનીનું વિશ્લેષણ દર્શાવે છે કે, વધતી ગરમી અને ભેજને કારણે શ્રમિકોની ખોટ ભારતને દાયકાના અંત સુધીમાં તેના કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી)ના 4.5 ટકા અથવા લગભગ US$150-250 બિલિયનનું નુકસાન થઈ શકે છે. કંપનીએ કહ્યું કે ભારતની લાંબા ગાળાની ખાદ્ય સુરક્ષા અને જાહેર આરોગ્ય સુરક્ષા વિશ્વસનીય કોલ્ડ ચેઇન પર નિર્ભર રહેશે.

અન્ય સમાચારો પણ છે...