• Gujarati News
  • National
  • A Heartbreaking Video Surfaced From Uttar Pradesh, A Youth Was Knocked Unconscious By A Bag Of Soil

માટી ભરેલો કોથળો યુવાન પર પડ્યો,VIDEO:ઉત્તરપ્રદેશથી હ્રદયદ્રાવક વીડિયો સામે આવ્યો, માટીનો કોથળો પડતા બેભાન થઈ ગયો યુવક

3 મહિનો પહેલા

ઉત્તરપ્રદેશથી એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવક રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક ઉપરથી માટી ભરેલો કોથળો તેના માથા પર પડ્યો. જેના કારણે યુવક બેહોશ થઈ ગયો અને ગંભીર રીતે ઘાયલ થયો. યુવકને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.આ વીડિયો 11 નવેમ્બરનો છે. જ્યાં નવી વસ્તીમાં રહેતો રિઝવાન નમાજ પઢવા માટે મસ્જિદમાં જઈ રહ્યો હતો, પરંતુ એક મકાનમાં બાંધકામ ચાલી રહ્યું હતું, ત્યારે અચાનક ઉપરથી માટી ભરેલી બોરી તેના પર પડી. આવીને પડી તે તેના માથા પર પડતાં જ તે ત્યાં બેભાન થઈ ગયો.

અન્ય સમાચારો પણ છે...